________________
418
|| ભક્તામર તુભ્યે નમઃ ||
દરમ્યાન ઘટના ઘટી હશે. જ્યારે અન્ય બંને પ્રકાશકોની કૃતિઓમાં નામો ઐતિહાસિક દૃષ્ટિકોણથી જુદા પડતાં જણાય છે.
܀
શ્રી ભક્તામર સ્તોત્રની સૌથી પ્રાચીન ટીકા ઈ. સ. ૧૩૭૦માં ભક્તામર સ્તોત્રના રહસ્યના જાણકાર, મહાજ્ઞાની શ્રી ગુણાકરસૂરિજીએ પોતાના ગ્રંથ ભક્તામર સ્તોત્ર વૃત્તિ'માં લખી છે જે જેમાં તેઓએ પોતાનાથી પૂર્વે થઈ ગયેલા સુજ્ઞાનીઓના મુખેથી સાંભળેલી ભક્તામર સ્તોત્રના અદ્ભુત પ્રભાવની કથાઓ જણાવી છે. ભક્તામર સ્તોત્રના આરાધનથી શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં લીન બનેલા અનેક આત્માઓને થયેલા લાભોનું નિરૂપણ આ કથાઓમાં કર્યું છે. સાધના અને આરાધનાનાં અનેક રહસ્યો આ કથાઓ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.
શ્રી આદિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી શાસનદેવી ચક્રેશ્વરી આ સ્તોત્રની મહાન અધિષ્ઠાયિકા છે. જે ભક્તામર સ્તોત્રના સાધક પર પ્રસન્ન થઈને આવેલી મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે. દેવી ચક્રેશ્વરી પોતે હાજર થાય છે અથવા પોતાની સેવિકા દેવીઓ દ્વારા ચમત્કાર સર્જે છે. પ્રભાવક કથા-૧ (શ્લોક ૧-૨)
શ્રી હેમ શ્રેષ્ઠીની આ કથા છે. તેમને રાજા ભોજના સમયના માનવામાં આવે છે. રાજાને ભક્તામર સ્તોત્રના પ્રભાવ વિશે શંકા થઈ તેથી તેમણે ભક્તામર સ્તોત્રના જાણકાર અને શ્રદ્ધા ધરાવનાર હેમ શ્રેષ્ઠીને બોલાવ્યા. તેમને નાગપાશના બંધનથી બાંધી પાણી વગરના અંધારા કૂવામાં ઉતાર્યા અને બહાર નીકળી ન જાય માટે આજુબાજુ ચોકીપહેરો ગોઠવી દીધો. હેમ શ્રેષ્ઠીએ સ્તોત્રના પ્રથમ બે શ્લોકની આરાધના કરી. ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં. શેઠને બંધનમુક્ત કર્યા. પછી દેવી બોલ્યાં કે, “સવારમાં રાજા તને બોલાવશે અને તે વખતે મારા બનાવેલા નાગપાશથી બંધાયેલા એવા તેને ભક્તામરના પ્રથમ બે શ્લોકથી પાણી મંત્રીને છાંટવાથી તે બંધનમુક્ત થશે.'' શ્રેષ્ઠીએ પ્રથમ બે શ્લોક પાણી મંત્રી રાજા પર છાંટ્યું ને રાજાને બંધનમુક્ત કર્યો.
આ બનાવથી રાજા અને નગરજનો આશ્ચર્ય પામ્યા. રાજાએ હેમ શ્રેષ્ઠીની ક્ષમા માંગી અને ભક્તામર પ્રત્યે શ્રદ્ધા, ભક્તિભાવ અને પૂજ્યભાવ ઊપજ્યો. રાજા જૈનધર્મી થયો અને સર્વત્ર જૈન ધર્મનો પ્રભાવ વિસ્તર્યો,
પ્રભાવક કથા-૨ (શ્લોક ૩-૪)
ઉજ્જયિની નામની નગરીમાં સુરભિ નામનો નિર્ધન જૈન વણિક રહેતો હતો. જૈન મુનિરાજનો ઉપદેશ શ્રવણ કરી તેમને વંદન કર્યા અને કહ્યું કે, 'હે મહાત્મન ! મને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી દરિદ્રતારૂપી પાપિણી મારો કેડો છોડે.' મુનિરાજે સુમતિને ભક્તામરનો ત્રીજો અને ચોથો શ્લોક આપ્યો. એક વખત સુમતિ કોઈક વણિક પુત્રની સાથે વહાણમાં બેસી ધન-ઉપાજનાર્થે ૫૨દેશ જવા નીકળ્યો. અચાનક દરિયો તોફાને ચઢ્યો. જોતજોતામાં વહાણ ભાંગી પડ્યું. સુમતિ ત્રીજાચોથા શ્લોકનું સ્મરણ કરવા લાગ્યો. થોડી વારમાં ચક્રેશ્વરી દેવી મોકલાવેલ દેવીએ સુમતિને મધદરિયેથી ઉપાડી સમુદ્રકિનારે મૂક્યો અને તેને કીમતી રત્નો અને વસ્ત્રાલંકારો અર્પણ કર્યાં.