________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 213 દીધો છે અથવા જેમની રાગની રુચિ શાંત થઈ ગઈ છે. રાગનું તાત્પર્ય રાગ-દ્વેષ બંને સાથે છે. મૂળવૃત્તિ રાગ છે. વેષ તો તેનો ઉપજીવી છે. રાગ છે તેથી જ ઠેષ થાય છે. રાગ હોય તો વેષ થશે જ નહિ. માનતુંગ કહે છે કે જે પરમાણુઓએ આપની રાગ-રુચિને શાંત કરી દીધીતે દુર્લભ છે. તેનો બીજો અર્થ એ છે કે એવું શરીર દુર્લભ છે જે શરીરમાંથી શાંતરસનાં કિરણો પ્રસરી રહ્યાં છે. ૧૨
શાસ્ત્રકારોએ રસને નવ પ્રકારના ગણાવ્યા છે અને તેમાં શાંતરસને મુખ્ય માનવામાં આવ્યો છે. વીતરાગી તે હોય છે જે સૌથી વધારે શાંત હોય છે. આવા વીતરાગી સ્વરૂપની મહત્ત્વપૂર્ણ શરત રાગને તોડવાની નથી. રાગની રુચિને સમાપ્ત કરવાની છે. શ્રી જિનેશ્વરદેવ તો આવા શાંતરસની મૂર્તિ હોય છે. અર્થાત્ તેમણે સંપૂર્ણપણે રાગ-દ્વેષનો ઘાત કર્યો હોય છે. અને તેથી તેઓ વીતરાગતાની સાક્ષાત્ મૂર્તિ સમાન હોય છે.
પ્રત્યેક જીવાત્માના દેહનું નિર્માણ તેણે કરેલાં કર્મો અનુસાર થાય છે. શ્રી જિનેશ્વરદેવ તીર્થકર ભવ પૂર્વેના ત્રીજા ભવમાં સવિ જીવ કરું શાસન રસી'ની ભાવના ભાવીને તીર્થકર નામકર્મનું નિકાચન કરે છે. તીર્થકર ભવમાં નામકર્મના ઉદયથી શાંતરસથી નિર્માયેલા ઉત્કૃષ્ટ દેહ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
પ્રભુના દેહની ઉત્તમતા બતાવવાની સાથે સૂરિજી આપણને એક સુંદર સિદ્ધાંતનું પણ જ્ઞાન આપે છે. જીવના ભાવ જેમ જેમ ઊર્ધ્વ કક્ષાના થતા જાય છે તેમ તેમ તે શુભ ભાવને લીધે શુભ પ્રકારના પરમાણુઓ જ તે જીવથી ગ્રહાય છે. જેટલા ભાવ ઉચ્ચ તેટલા ઉચ્ચ પ્રકારના પરમાણુ જીવ ગ્રહણ કરે, ત્યારે શ્રી તીર્થકર ભગવંતના ભાવો તો સર્વોત્તમ હોય છે. પૂર્વના ભવમાં જ્યારે ‘સર્વ જીવને શાસન રસી’ કરવાના ભાવો ઉત્કૃષ્ટપણે પ્રવર્તે છે, સ્વાર કલ્યાણની ભાવના ઉત્કૃષ્ટતાએ પહોંચે છે ત્યારે તો જીવ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે, અલબત્ત, આવા ભાવની ઉત્કૃષ્ટતાએ પહોંચતા જીવો અલ્પાતિઅલ્પ છે. તેથી જ સર્વજ્ઞપણું પ્રગટાવી તીર્થકર પદ શોભાવનાર આત્મા પણ અલ્પાતિઅલ્પ જ રહ્યા છે અને આવા ઉત્કૃષ્ટ ભાવ સેવનાર, એવો જ ઉત્કૃષ્ટ દેહ ધારણ કરે તેમાં નવાઈ પણ શી છે ? આથી તીર્થંકર પ્રભુને કેટલાક અતિશય જન્મથી જ પ્રગટે છે અને સમય જતાં તેમાં વૃદ્ધિ થતી જતી હોય છે. અન્ય જીવોને પણ ભાવની ઉત્કૃષ્ટતા સાથે દેહની ઉત્કૃષ્ટતા પ્રગટે છે અને સર્વજ્ઞ થયા પછી દેહ માત્ર શાતાવેદનીયનું નિમિત્ત જ રહે છે.
જેટલા મનના ભાવ ઉત્કૃષ્ટ હોય તેટલા ઉત્કૃષ્ટ સ્વરૂપના દેહની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય કે પ્રભુએ ઉત્કૃષ્ટ ભાવો જ ભાવ્યા હતા. એક પણ અશુભ ભાવને પોતાનામાં રહેવા દીધો ન હતો તેથી જ તેમના દેહમાં એક પણ અશુભ પરમાણુનું અસ્તિત્વ દૃષ્ટિગોચર થતું નથી અને તેમનો દેહ ઉત્કૃષ્ટ, અલૌકિક, સૌમ્ય, શાંતરસવાળો હોય છે. સર્વોત્તમ પ્રકારના પરમાણુઓ દ્વારા