________________
318 ભાવાર્થ :
।। ભક્તામર તુર્થ્ય નમઃ II
જેમના પગેથી માંડીને ગળા સુધીનાં અંગો મોટી સાંકળો વડે મજબૂત રીતે બંધાયેલાં છે અને જેમની જંઘાઓ મોટી બેડીઓના છેડાઓથી અત્યંત ઘસાઈ રહી છે એવા મનુષ્યો પણ જો નિરંતર આના નામરૂપી મંત્રનું સ્મરણ કરે તો પોતાની મેળાએ જ તત્કાળ બંધનના ભયથી મુક્ત થાય છે.
વિવેચન : ગાથા ૪૨
આ શ્લોકમાં પગથી માથા સુધી લોખંડની બેડીથી બંધાયેલા શરીરની વાતમાં પંડિતો અને રાજદરબારીઓની કાનભંભેરણીથી ઉશ્કેરાઈ જઈ રાજા ભોજે સ્તોત્રકાર માનતુંગસૂરિજીને બેડીથી બાંધી જેલમાં પૂર્યા હતા તેનો અણસાર છે. આ શ્લોકમાં ઉપસર્ગમાંથી મુક્ત થયા તેમજ કારાવાસ દરમ્યાન “ભક્તામર સ્તોત્ર''ની રચના થયાનો અણસાર પણ મળે છે.
સાત પ્રકારના ભયોનો ઉલ્લેખ આગળના સાત શ્લોકમાં આવી ગયો. હવે આઠમા બંધન ભયસંબંધી સ્તોત્રકાર સૂરિજી કહે છે કે, એક માણસને ગમે તે ગુના માટે અથવા રાજાની અવકૃપા ઊતરવાથી બંદીખાને પૂર્યો હોય અને તેના હાથે પગે લોખંડની મોટી બેડીઓ નાખી હોય તથા તેના આખા શરીરને લોખંડની જંજીરોથી જકડી લીધું હોય, પણ તે મનુષ્ય જો જિનેશ્વરના નામરૂપી મંત્રનો સતત જાપ કર્યા કરે તો જલદી બંધનમાંથી મુક્ત થાય છે.
સૂરિજી દ્વારા આઠમા બંધન ભયને આ શ્લોકમાં વર્ણવવામાં આવ્યો છે. અહીં સૂરિજીએ પોતાની જ અવસ્થા વર્ણવી હોય તેવો અણસાર આવે છે. ભોજ રાજાએ દ્વેષયુક્ત પંડિતોની કાનભંભેરણીથી તેમને પગથી માથા સુધી લોખંડની બેડીથી બાંધી બંદીખાને પૂરી દીધા હતા અને શરીર અકડાઈ જાય તથા બેડીઓના અગ્રભાગથી જેની જંઘાઓ ઘસાઈ રહી છે, એવી દુઃખદ પરિસ્થિતિમાં આવી પડચા હતા.. આવી કઠોર અવસ્થાને વિસ્તૃત કરીને તેઓ તો પ્રભુના નામસ્મરણમાં ધ્યાનસ્થ બનીને તેના ગુણોના કીર્તનમાં લીન બની ગયા હતા. આ સ્તોત્ર દ્વારા જ એ સાબિત થઈ જાય છે કે તેઓ પ્રભુસ્મરણમાં અને પ્રભુના ગુણગાન કરવામાં એટલા તલ્લીન થઈ ગયા હતા કે તેમનાં લોખંડનાં મજબૂત બંધનો એક પછી એક આપોઆપ તૂટવા લાગ્યાં અને સ્તોત્ર પૂર્ણ થતાં તેઓ સંપૂર્ણ બંધનોથી મુક્ત થઈ ગયા. સ્વયં રાજા, દ્વેષયુક્ત પંડિતો અને દરબારીઓ બધા જ આ અલૌકિક, અદ્ભુત અને ચમત્કારિક ઘટનાના સાક્ષીદાર બન્યા હતા. અર્થાત્ લોખંડની બેડીનાં મજબૂત બંધનોથી બંધાયેલો મનુષ્ય જો પ્રભુના નામરૂપી મંત્રનું સતત ચિંતન-મનન કર્યા કરે તો તે અવશ્ય ટૂંક સમયમાં બંધનોમાંથી મુક્ત થાય છે. આવો અપૂર્વ મહિમા પ્રભુના નામસ્મરણનો છે.
આ શ્લોકમાં જે રૂપક છે તેને તત્ત્વાર્થ દૃષ્ટિએ સમજી શકાય કે, જેલમાં પૂર્યાની વાતમાં' આ સંસાર એક જેલ છે તેવો અર્થ થાય છે. તે પછી પગથી તે માથા સુધી બેડીનાં બંધનોથી બંધાયેલું શરીર અને આ બેડીના અગ્રભાગથી જેની જંધા ઘસાઈ રહી છે એવો મનુષ્ય અર્થાત્