________________
312 છે ! ભક્તામર તુલ્યું નમઃ | ભાવાર્થ :
હે ભગવન્! જેમાં મગરમચ્છોના સમૂહ તથા પાઠીન તથા પીઠ જાતિના મલ્યો ઊછળી રહેલાં છે તથા જે ભયાનક વડવાનલથી ક્ષભિત છે એવા સમુદ્રનાં ઊછળી રહેલાં મોજાંઓ ઉપર ડોલાયમાન થઈ રહેલાં વહાણોમાં બેઠેલાઓ જો આપનું સ્મરણ કરે તો તેઓ એવા અકસ્માતમાંથી ઊગરીને સહીસલામત પોતાના સ્થાનકે પહોંચી જાય છે. વિવેચનઃ ગાથા ૪૦
સમુદ્રની મધ્યમાં ભયંકર જળચર પ્રાણીઓની વચ્ચે ફસાયેલા પ્રવાસી દ્વારા આવા સમયે શ્રદ્ધાપૂર્વક શ્રી જિનેશ્વરદેવનું નામસ્મરણ કરવામાં આવે તો સમુદ્રભયનું નિવારણ થઈ જાય છે. તેવો પ્રભુનો અદ્ભુત મહિમા સૂરિજીએ આ શ્લોકમાં વર્ણવ્યો છે.
સમુદ્ર જ્યારે ક્ષોભ પામે છે ત્યારે તેમાં મોટાં મોટાં મોજાં ઊછળવા લાગે છે અને પાઠીન તથા પીઠ જાતિનાં ભયંકર જળચર પ્રાણીઓ ઉપર આવી જાય છે, એટલે તે ખૂબ જ ભયંકર બને છે. વળી જેને મહાસાગર કહેવામાં આવે છે, તેની અંદર વડવાગ્નિ ભડભડાટ બળતો હોય છે, એટલે કે તે અંદરથી પણ ભયંકર જ હોય છે. આવા વખતે તેની સપાટી પર જે વહાણો ચાલતાં હોય છે તે ડોલવા લાગે છે અને તેમાં બેઠેલા પ્રવાસીઓ ભયથી કંપી ઊઠે છે. કારણ કે તેમને પોતાનું મૃત્યુ સામે ઊભેલું દેખાય છે. પરંતુ આવા વખતે શ્રી જિનેશ્વરદેવનું સ્મરણ કરવામાં આવે તો દરિયો શાંત થઈ જાય છે. અને વહાણ ડૂબતું બચી જાય છે. એટલે તેમાં પ્રવાસ કરી રહેલા મનુષ્યો સહીસલામત પોતાના સ્થાને પહોંચી શકે છે.
સમુદ્ર પોતાનું રૌદ્રસ્વરૂપ ધારણ કરે છે જ્યારે મહાભયાનક મોટાં મોટાં મોજા ઊછળી રહ્યા હોય છે અને તેમાં ભયંકર મગર, જળઘોડા જેવા ક્રૂર જળચર પ્રાણીઓ, તેમજ મોટી મોટી સ્ટીમર પણ જેના મોઢામાં ચાલી જાય તેવી વહેલ જેવી મહાકાય માછલીઓ વગેરે ભયંકર જળચર પ્રાણીઓ સપાટી પર આવી જાય છે અને તેના ઊછાળાથી જે સુબ્ધ અને ડામાડોળ થઈ રહ્યો છે એવો સમુદ્ર. જેમાં વચ્ચે મોટો વડવાનલ ફાટી નીકળ્યો હોય, એવા સમુદ્રની વચ્ચે મોટા ઉછાળા મારતાં તોફાની મોજાં ઉપર ડગમગતું વહાણ અને તેમાં બેઠેલા મુસાફરો પણ હે જિનેશ્વર ! આપનું નામસ્મરણ કરે છે. ત્યારે તે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર સમુદ્રને પાર કરી જાય છે, વહાણ ડૂબતું બચી જાય છે. સમુદ્ર શાંત થઈ જાય છે. પ્રભુના નામસ્મરણથી તેમના ગુણોના ચિંતન વડે તો ભવસમુદ્રને પાર કરી જ શકાય છે. અર્થાત્ ભવભ્રમણની ભ્રમણામાંથી છૂટીને મોક્ષરૂપી શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકાય છે. તો સામાન્ય સમુદ્રને તો પાર કરી જ શકાય.
આ શ્લોકનો ગૂઢાર્થ સમજતાં વિશેષ સ્પષ્ટ થાય છે. સમુદ્ર એટલે સંસારસમુદ્ર. સંસારના ચોર્યાશી લાખ યોનિના પરિભ્રમણમાં ફસાયેલો જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં ભમ્યા જ કરે