________________
398 || ભક્તામર તુલ્ય નમઃ || તેથી કોઈ પ્રાંતીય અર્થને લઈ કોઈ શબ્દવિશેષમાં અશ્લીલતાનો આરોપ કરવો ઉચિત નથી."
ઉપર્યુક્ત અર્થ પરથી ફલિત થાય છે કે “ચૂત' શબ્દનો પ્રયોગ ‘સામ્રના અર્થમાં કર્યો છે. આથી તેનો અર્થ આંબાનું વૃક્ષ જ થાય છે તેથી આવું પાઠાંતર થવું ન જોઈએ. ‘ચકાર'ના પ્રાસને છોડીને “રાષ્ટ્ર' જેવા ક્લિષ્ટ શબ્દનો પ્રયોગ કરવો કોઈ પણ રીતે યોગ્ય નથી.
શ્રી કટારિયાજી જેવું જ અવલોકન શ્રી રમણલાલ શાહનું રહ્યું છે. તેઓ જણાવે છે કે, આ બંને પાઠમાં ફક્ત એક શબ્દ પૂરતો જ ફરક છે. “વૃત'ને બદલે “બામ્ર' શબ્દ કેટલાક બોલે છે. ચૂત શબ્દનો અર્થ આંબો થાય છે. ‘મા’ શબ્દનો અર્થ પણ આંબો થાય છે. પરંતુ કવિએ પ્રયોજેલો મૂળ શબ્દ તો “ચૂત' જ છે. બધી પ્રાચીન હસ્તપ્રતોમાં એ જ પ્રમાણે છે. સંસ્કૃતમાં “ચૂત' શબ્દ ઘણો પ્રચલિત છે. આંબાના અર્થમાં તે ઘણો વપરાયેલો છે અને સારી રીતે રૂઢ થયેલો છે. છેલ્લા એક-દોઢ સૈકાથી ચૂત' શબ્દ ગુજરાતી, હિંદી, મરાઠી વગેરે ભાષાઓમાં સ્ત્રીલિંગદર્શક શબ્દ તરીકે પ્રચલિત બની ગયો છે. એટલે વ્યવહારમાં, બોલવામાં અશિષ્ટ અને નિષિદ્ધ મનાય છે. એટલે એ શબ્દ કેટલાકને અશ્લીલ કે બીભત્સ લાગે એવો સંભવ છે. આથી કોઈક પંડિતે પોતાની મરજીથી “વૃત'ને બદલે તેના પર્યાયરૂપ ‘બાઝ' શબ્દ મૂકી દીધો છે. જે છંદની દૃષ્ટિએ પણ બંધબેસતો આવ્યો છે. પાઠશાળાઓમાં બાળકોને માટે પણ તે કેટલાકને ઉપયોગી લાગ્યો છે. પરંતુ આ એક અધિકાર ચેષ્ટા છે. કવિએ જે શબ્દ પ્રયોજ્યો છે તે શબ્દમાં પોતાની મરજી મુજબ લોકાચારને લક્ષમાં રાખી ફેરફાર કરવાનો અધિકાર કોઈને નથી. એવો ફેરફાર કવિને અભિપ્રેત પણ ન હોય. આરાધકોએ તો કવિના મૂળ શબ્દને જ વળગી રહેવું જોઈએ. વ્યવહારિક સૂગથી જે લોકો પર ન થઈ શકે તેમની આરાધના તેટલી કાચી સમજવી. વળી કવિનો શબ્દ મનીષીનો શબ્દ છે. આર્ષદ્રષ્ટાનો શબ્દ છે. કવિને “સામ્ર' શબ્દ નહોતો આવડતો માટે “નૂત' શબ્દ પ્રયોજ્યો એવું નથી. પરંતુ કવિની વાણીમાં જે શબ્દ અનાયાસે સરી પડ્યો છે. ને તેમના આત્માના અતલ ઊંડાણમાંથી આવેલો છે. માટે સાચા આરાધકોએ મૂળ શબ્દને જ વફાદારીપૂર્વક વળગી રહેવું જોઈએ. અને શાબ્દિક સૂગમાંથી ચિત્તને નિવૃત્ત કરી ઉત્તમ અધ્યવસાયમાં રમવું જોઈએ. હિંદુઓના ગાયત્રી મંત્રમાં પણ “પ્રયોદયાત' એવો એક શબ્દ આવે છે કે જે છેલ્લા કેટલાક સૈકાઓથી અશ્લીલ કે બીભત્સ શબ્દ તરીકે પણ વપરાય છે, તેમ છતાં એ મંત્રમાં હજુ સુધી કોઈ પંડિતોએ ફેરફાર કર્યો નથી. એવી અનાધિકાર ચેષ્ટા કોઈ કરે તો તે ચલાવી લેવાય નહીં.
કાલિદાસ જેવા મહાન કવિવરે અનેક સ્થાનો પર “ચૂત' શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમના ત્રણ મહાન ગ્રંથ “માલવિકાગ્નિમિત્ર', “અભિજ્ઞાન શાકુંતલ' અને “કુમારસંભવમાંથી આવાં ઉદાહરણો મળી આવે છે. શ્રી રેવાપ્રસાદ દ્વિવેદી દ્વારા સંકલિત “કાલિદાસ ગ્રંથાવલિમાં તે નીચે મુજબ ઉલ્લેખિત કરવામાં આવ્યા છે. मधुरवा परभृतिका भ्रमरी च विषुद्धचूतसंगिन्यौ ।
(માલવિકાગ્નિમિત્ર, ૪.૨)