________________
52 ।। ભક્તામર તુરૂં નમઃ ।।
ઉત્કૃષ્ટ ગુણાનુરાગ જ સ્વયં શુભ ફળદાયી હોય છે. ભગવત્ ભક્તિમાં લીન ભક્તને તેનું તત્કાલ અને પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થાય છે અને એ સમય દરમ્યાન કષાયો અત્યંત મંદ પડી જાય છે. આત્માના ઉન્માર્ગની શુભ પ્રવૃત્તિ થાય છે. અર્થાત્ એમાં ઉત્તમ પુણ્યબંધ બંધાય છે અને ભક્તની વિકારોથી મુક્તિ તથા આત્માની ઉન્નતિ થાય છે. કાલાન્તરે આ જ ભક્તિ મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે. આવી નિષ્કામ ભક્તિને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આચાર્ય કુંદકુંદે ‘ભાવપાહુડ'માં કહ્યું છે કે :
જિણવરચરણાંબુરુ ં, ણમંતિ જે પ૨મભક્તિરાએણ | તે જમ્મવેલિમૂલં, ખાંતિ વરભાવસત્થેણ ||
અર્થાત્ જે લોકો પરમ ભક્તિરૂપી અનુરાગપૂર્વક જિનેન્દ્ર ભગવાનનાં ચરણકમળોમાં નતમસ્તક રહે છે તે જન્મ-મરણરૂપી સંસારવેલીનું આ ઉત્કૃષ્ટ ભક્તિભાવરૂપ શસ્ત્ર દ્વારા સમૂલ ઉચ્છેદન કરી નાખે છે, સિદ્ધત્વ કે મોક્ષ પ્રાપ્ત કરી લે છે.’’
તાત્પર્ય કે જિન ભક્તિ તો નિષ્કામ ભક્તિ છે. કારણ કે ભક્ત એ જાણે છે કે, જિનેશ્વરદેવ શ્રી અરિહંત ભગવાન તો વીતરાગ હોય છે. તેઓ કોઈનું કંઈ પણ સારું-ખરાબ કરતા નથી કે કંઈ લેતા નથી અને દેતા પણ નથી. તેથી જ આચાર્ય કુંદકુંદે ઉપર્યુક્ત ભાવપાહુડ'ની ગાથામાં જિનેશ્વરદેવને નહીં પરંતુ ભક્તિને જ સંસારરૂપ વેલી અર્થાત્ સંસારના ભવભ્રમણનો નાશ કરનાર તરીકે વર્ણવી છે.
સ્તુતિવિદ્યાના પરમ જ્ઞાની સ્વામી સમન્તભદ્ર કે જેઓ સર્વોત્કૃષ્ટ કવિ અને ભક્ત જ નહીં પરંતુ ઉત્કૃષ્ટ તાર્કિક પણ હતા તેઓ જિનેશ્વરદેવના વીતરાગીપણા વિશે જણાવે છે કે :
ન પૂજાયાર્થસ્વયિ વીતરાગે, ન નન્દિયા નાથ ! વિવાન્ત વે૨ે । તથાપિ તે પુણ્ય-ગુણ-સ્મૃતિનંઃ પુનાતિ ચિતં દુરિતાજ્જનેભ્યઃ ॥
અર્થાત્ “હે નાથ ! ન આપને પૂજા-સ્થિતિથી કોઈ પ્રયોજન છે અને ન નિંદાથી. કારણ કે આપ તો બધા વૈર-વિરોધનો પરિત્યાગ કરીને પરમ વીતરાગ થઈ ગયા છો, તથાપિ આપનાં પુણ્ય ગુણોનું સ્મરણ અમારા ચિત્તને પાપ-મળોથી મુક્ત કરીને પવિત્ર કરી દે છે.''
ભક્તિ રાજ મહાકવિ ધનંજય પણ આ જ તથ્યનું સમર્થન કરતાં જણાવે છે કે -
“ઉપતિ ભક્ત્યા સુમુખઃ સુખાનિ, ત્વયિ સ્વભાવાદ્વિમુખથ દુઃખમ્ । સદાવદાત્ ધૃતિરેકરૂપસ્તયોત્સ્વમાદર્શ ઇવાવભાસિ ||''
અર્થાત્ “ભગવાન ! તમે તો નિર્મળ દર્પણની જેમ સર્વદા સ્વભાવતઃ સ્વચ્છ છો. જે વ્યક્તિ