________________
10 - // ભક્તામર સુભ્ય નમઃ |
“આરાધના' એ વસ્તુપાલની છેલ્લી રચના છે. જેના દશ શ્લોકમાં સંસારની ક્ષણભંગુરતા અને ધર્મની કલ્યાણમયીતા વર્ણવી છે. પ્રબંધ ચિંતામણિમાં કહ્યું છે કે શત્રુંજયની યાત્રાએ જતાં માર્ગમાં મરણાસન્ન વસ્તુપાલે જ તે સુવૃત વિચિત' એ શ્લોક ઉચ્ચારીને “આરાધનાની રચના કરી અને અંતપર્યતારાધના કરી હતી. ઉદયપ્રભસૂરિએ ‘વસ્તુપાલ સ્તુતિમાં વસ્તુપાલની સૂક્તિઓને અમૃતથી પણ અદકેરી કહી છે.
વસ્તુપાલ રાજપુરુષ હતા સાથે સાથે તેમને ધર્મ-સરસ્વતી-લક્ષ્મી આ બધાનો સમન્વય થયો હતો. આજે પણ આબુના દેરાસરો બેનમૂન માનવામાં આવે છે. તે સમયમાં પણ હિંદુ અને જૈન ધર્મ એકબીજાના દેવસમૂહ વડે જોડાયેલા હતા તેનું ઉદાહરણ વસ્તુપાળે રચેલ ‘અમ્બિકા સ્તોત્ર' છે અને તેમની રચનાઓ મધુર અને મનોરમ્ય છે એવો વિદ્વાનોનો મત છે.
(૨૩) ચંદ્રસૂરિ : ૧૩મી શતાબ્દીમાં થયેલા ચંદ્રસૂરિએ સર્વજિનસ્તવ’ અને ‘સાધારણ જિનસ્તવ' વગેરેની રચના કરી છે. તેઓ વસ્તુપાલના સમકાલીન હતા.
સાધારણ જિનસ્તવના આઠેય શ્લોકો કચ-ટ-ત-પ એ પાંચે વર્ગના વર્ષોથી રહિત છે. એ સ્તોત્રની વિશેષતા કવિની કુશળતા છે. આરંભિક શ્લોકમાં કવિ જિનેશ્વરનો જ આશરો લે છે.
संसारसारं शैव श्री सरसीसरसीरुहम ।
__ ऋषीश्वरं वृषावासं श्रेयसां संश्रयंश्रये ।। આમાં એક પણ વર્ણ પંચવર્ગ પૈકીનો નથી.
બીજી સદીમાં થયેલા સમન્તભદ્રના અનુકરણરૂપ પાછળથી જૈન કવિઓએ વિશાળ માત્રામાં ચિત્રબંધથી સંપન્ન કાવ્યોની રચના કરી છે. તેમના એક પ્રધાન રચનાકાર છે જિનપ્રભસૂરિ.
(૨૪) જિનપ્રભસૂરિ : વિક્રમ સંવત ૧૩૬૫માં થયેલા જિનપ્રભસૂરિએ વિવિધરંગી ચિત્રબંધોમાં કાવ્યની રચના કરી હતી. તેમણે શ્રી સોમતિલકસૂરિને એકસાથે ૭૦૦ સ્તોત્ર રચી ભેટ આપ્યાં હતાં. સાહિત્ય કલારત્ન આચાર્ય વિજય શ્રી યશોદેવસૂરિ જિનપ્રભસૂરિ વિશે જણાવતાં લખે છે કે, “જિનપ્રભસૂરિએ રચનામાં એક ભવ્યાતિભવ્ય મોટો કીર્તિમાન સ્થાપિત કર્યો. એમના માટે પ્રસિદ્ધ છે કે શ્રી પદ્માવતી દેવીની કૃપાથી તેમને પ્રખર વિદૂષકતા મળી હતી અને તેમને એ પણ અભિગ્રહ હતો કે પ્રતિદિન એક નવીન સ્તોત્રની રચના કરીને જ આહાર ગ્રહણ કરવો. આ જ કારણ હતું કે સૂરિજીએ વિવિધ ચિત્ર, યમક, શ્લેષાદિ અલંકાર તથા છંદોના વિભિન્ન પ્રયોગથી યુક્ત ૭૦૦ સ્તોત્રની રચના કરી."
જિનપ્રભસૂરિના “વીરસ્તવનમાં તો શબ્દ, વર્ણ, ચમત્કારસંપન્ન ચિત્રકાવ્યના અનેક પ્રકારો પ્રાપ્ત થાય છે. જેમકે મુરજબંધ (શ્લોક-૬), ગોમૂત્રિકા બંધ (શ્લોક ૭), સર્વતોભદ્ર (શ્લોક ૮), એકાક્ષર (શ્લોક ૨૨), ષોડશદલકમલબંધ (શ્લોક ૨૩), હારબંધ (શ્લોક ૨૫), ચામરબંધ (શ્લોક ૨૭) વગેરે. કવિનામ ગુપ્ત ચિત્રનું ઉદાહરણ પણ (શ્લોક ૨૬માં) છે. તેમાં પ્રયોજાયેલ વર્ણોમાંથી જિનપ્રભસૂરિ એવું નામ મળે છે.