________________
151
ભક્તામરસ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા દ્વાત્રિશિંકાઓ સિવાય સિદ્ધસેનના કલ્યાણમંદિર સ્તોત્રનું પરાવર્તન ભક્તામર સ્તોત્રમાં હોય
એવું જણાય છે.
ભક્તામર સ્તોત્રનો નવમો શ્લોક જોઈએ તો,
स्तवनमस्तसमस्तदोषं,
‘બાસ્તાં तव त्वत्सङ्कथाऽपि जगतां दुरितानि हन्ति दूरे सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासभाञ्जि
"ד
('ભક્તામર સ્તોત્ર', ૯)
અર્થાત્ સૂર્ય ઘણો દૂર હોવા છતાં તેની પ્રભા - તેનો પ્રકાશ જ સરોવરના કમળોને વિકસ્વર કરે છે. તેવી જ રીતે હે નાથ ! સર્વ દોષોથી રહિત એવું આપનું સ્તવન સ્તોત્ર તો દૂર રહો. પણ આપના વિશે કોઈ સાર્તા કરવામાં આવે કે આપના નામનું કંઈ પણ કથન ક૨વામાં આવે તો તે પણ પ્રાણીઓનાં સઘળાં પાપોને દૂર કરે છે.
કલ્યાણમંદિર સ્તોત્રમાં પણ ઉપરોક્ત કલ્પના જ જોવા મળે છે. કલ્યાણમંદિરનો સાતમો શ્લોક આ પ્રકારનો જ છે :
आस्तामचिन्त्य महिमा जिन ! संस्तवस्ते, नामापि पाति भवतो भवतो जगन्ति I तीव्रातपोपहतपान्थ जनान्निदाधे प्रीणाति पद्मसरसः सरसोऽनिलोऽपि || ('કલ્યાણમંદિર', ૭)
અર્થાત્ હે જિનેશ્વરદેવ ! આપના અચિંત્ય મહિમા યુક્ત સ્તુતિનું મહત્ત્વ તો દૂર રહો પરંતુ આપનું નામસ્મરણ પણ ત્રિલોકના જીવને ભવભ્રમણમાંથી રક્ષવાને સમર્થ છે. ગ્રીષ્મકાળના પ્રચંડ તાપથી સંતપ્ત થયેલા પથિકોને આનંદ આપનાર પદ્મ સરોવર તો દૂર રહો પરંતુ તેની શીતળ લહરી પણ પ્રાણીઓને સંતુષ્ટ કરે છે.
‘ભક્તામર સ્તોત્ર’ અને ‘કલ્યાણમંદિર સ્તોત્ર’માં શ્રી જિનેશ્વરદેવના ગુણ-ગાનનું વર્ણન કરવામાં આવ્યું છે. બંને સ્તોત્રમાં નામનું મહત્ત્વ જ બતાવવામાં આવ્યું છે. આથી બંને એકબીજાથી પ્રભાવિત સ્તોત્ર છે. અથવા બંને સ્તોત્રના રચનાકારોએ કોઈક બીજા પ્રાચીન સ્તોત્રમાંથી આ કલ્પનાનો સ્વીકાર કર્યો હશે. મૂળભૂત શ્રીમદ્ ભાગવતમાંથી નામનું મહાત્મ્ય સ્તોત્ર-સાહિત્યમાં સ્થાનાન્તરિત થયું હશે. ભક્તામર સ્તોત્ર અને કલ્યાણમંદિર સ્તોત્રની તુલના કરવા બીજો એક એક શ્લોક જોઈએ.