________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 249 અને તમારાં દર્શનથી મને જે એક મોટો લાભ થયો, તે પણ જણાવું. હવે પૃથ્વીના સમસ્ત પટ પર આ ભવમાં કે પરભવમાં અન્ય કોઈ પણ દેવ મારા મનનું હરણ કરી શકશે નહિ, અર્થાત્ ભવોભવ તમારા ચરણોની સેવા અને તમારું જ દર્શન મને પ્યારું લાગશે.
અહીં સૂરિજીએ લૌકિક દેવો હરિહર જોયાની વાત કરી છે. એ તો એનો શબ્દાર્થ થયો, પણ તેનું તાત્પર્યાર્થ અલગ થાય છે. કારણ કે સ્તોત્રકાર સૂરિજી આ પંક્તિઓમાં દર્શાવે છે કે કૃષ્ણ અને સૂરિજીના સમયકાળમાં હજારો વર્ષોનો તફાવત છે. તેવી જ રીતે શંકરને સૂરિજીએ જોયા નથી. શંકર અત્યંત પ્રાચીન જ્યારે સૂરિજી તો થોડા સૈકાઓ પૂર્વે થઈ ગયા છે. બ્રહ્માને જોવાની વાત પણ કંઈક આવી જ છે. સૂરિજીએ જે હરિહરને જોયા છે તેનો તાત્પર્યાર્થ સમજાવતાં આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, “માનતુંગે કહ્યું કે મેં હરિ, હર વગેરેને જોઈ લીધા, તેનું તાત્પર્ય એ છે કે મેં તેમના વિચારોનો અભ્યાસ કરી લીધો.”
સૂરિજી કહે છે કે, “હે પ્રભો ! આ હરિહરાદિને મેં જોયા તે ઘણું સારું કર્યું. તે બધાને જોયા બાદ હવે મારું મન-હૃદય આપના સ્વરૂપદર્શનમાં એવા પરમ સંતોષને પ્રાપ્ત થયેલ છે કે આ ભવમાં કે ભવોભવમાં એટલે કે મારા સંસાર-ભવભ્રમણનો જેટલો કાળ બાકી છે તે દરમ્યાન મારા ચિત્તને કોઈ હરણ કરી શકશે નહિ. એટલે કે અન્ય કોઈ દેવો મારા મનમાં અહોભાવ કે આશ્ચર્ય ઉપજાવી શકશે નહિ.”
આચાર્ય મહાપ્રજ્ઞ પણ કંઈક આવું જ કહે છે કે, “મેં (સૂરિજીએ આપના અનેકાન્ત દર્શનનો અભ્યાસ કર્યો ત્યારે મને ખૂબ સંતોષ પ્રાપ્ત થયો. હવે એવી સ્થિતિ થઈ ગઈ છે કે કોઈ પણ અન્ય દર્શન મારા ચિત્તનું હરણ કરી શકતું નથી કે કોઈ પણ અન્ય દર્શનમાં મને સંતોષ મળતો
નથી.” ૨૫
બોધિ અને સમાધિની પ્રાપ્તિ એ શ્રી માનતુંગસૂરિની આ અમર રચના ભક્તામર સ્તોત્રનું હાર્દ છે. આવી જ ભક્તિભાવપૂર્વકની પ્રધાન ગાથા લોગસ્સ સૂત્રમાં પણ કરેલ છે :
કિરિય વંદિય મહિયા જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા !
આરૂષ્મ બોરિલાભ સમાવિરમુત્તમ દિંતુ III અર્થાત્ દિનરાત હું જેમની પ્રશંસા કરું છું, જેમને વંદન કરું છું, જેમનું રટણ કરું છું અને જેમનો મહિમા ગાયા કરું છું. એવા હે સિદ્ધ ભગવંતો! મને આરોગ્ય, બોધિલાભ અને સમાધિમરણ બસ એટલું આપો... તેનો અર્થ અને આરોગ્ય, બોધિલાભ અને સમાધિમરણની પ્રાપ્તિ થાઓ એમ જાણવું એટલે કે આપનાં કીર્તિનાદિથી બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવાની મને ઇચ્છા નથી.
સૂરિજીના હૃદયમાં જિનભક્તિનો જ્વલંત પ્રભાવ પ્રવાહિત થઈ રહ્યો છે, તેવા સમયે ભક્તિભાવથી કૃતકૃત્યતાપૂર્વક હૃદયના ઊંડાણમાં રહેલા ભાવો સૂરિજી દ્વારા વ્યક્ત થઈ રહ્યા છે. તેઓ કહે છે કે, હે પ્રભુ! આ ભવમાં કે ભવોભવમાં પણ આપના પ્રરૂપેલ મોક્ષમાર્ગને અનુસરીને મોક્ષ સુખને પ્રાપ્ત કરે તે સિવાયની અન્ય કોઈ લૌકિક ઇચ્છા મારા હૃદયમાં રહી નથી.”