________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 297 એ સમયે પર્વતનું કાર્ય કરી સિંહને આગળ વધતો અટકાવે છે. આવો અપરંપાર મહિમા પ્રભુના નામસ્મરણનો અને શરણનો છે.
ડૉ. સરયૂ મહેતા પરમાર્થ દૃષ્ટિએ આ વસ્તુ સમજાવતાં કહે છે કે, “આચાર્યજી વિના કારણ કૂપિત રાજાની હડફેટમાં આવી ગયા હતા, કે જે રાજા મૃગપતિ જેવો બળવાન હતો. તેઓ પોતાના કોઈ અકાર્યથી ઉન્માદી રાજાની હડફેટમાં આવ્યા ન હતા. પણ કોઈ વિપરીત સંજોગોના ઉદયથી રાજાના હાથમાં તેઓ ફેંકાઈ ગયા હતાઆચાર્યજીને એ આશ્વાસન છે કે તેમને પ્રભુના ચરણરૂપી પર્વતનો આશ્રય છે. જેથી કૂપિત રાજા તેમને જરાપણ નુકસાન કરી શકે નહિ જંગલના રાજા સિંહની પકડમાંથી છૂટવા જેમ પર્વત સહાયરૂપ થાય છે તેમ પ્રભુના ચરણરૂપી પર્વત અહીં સહાયકારી બને છે.”૪૬
મૃગપતિ એટલે ઉપસર્ગ કરવા માટે પ્રવૃત્ત થયેલો રાજા, સિંહ જેવો ક્રોધિત હોય છે તેવો અહીં રાજાને કોપાયમાન, ક્રોધિત સમજી શકાય. સિંહના વર્ણન પરથી રાજા કેવો પરાક્રમી અને બળવાન હશે તેનો ખ્યાલ સૂરિજી અહીં આપે છે. સિંહે જેમ મદોન્મત્ત મહારથી હાથીને પરાસ્ત કર્યો છે તેમ અહીં રાજાએ પણ મોટા મોટા મહારથીનો પરાભવ કર્યો હશે, તે સમજી શકાય તેમ છે. અહીં રક્તરંગી, શ્વેત મોતીઓથી જણે પૃથ્વીના ભાગને વિભૂષિત કરી છે એવો રાજા અહીં વર્ણવાયો છે. અહીં શ્વેત મોતી એ રાજાની સિદ્ધિ સમાન છે. આવી સિદ્ધિ પ્રાપ્ત મહાન રાજા જે વિજયના ઉન્માદમાં ચકચૂર બનેલો છે, તેની સામે જે કોઈ જીવ આવે તેનું બચવું અસંભવિત જ ગણાય. સૂરિજી પોતે જ આવા રાજાના ઉપસર્ગોના ભોગ બન્યા છે. અને આ અવસ્થામાં તેમણે શ્રી આદિનાથ ભગવાનનું નામસ્મરણ અને શરણ સ્વીકારી લીધું છે, તેથી કરીને કોપાયમાન રાજા તેમને જરા પણ નુકસાન પહોંચાડી નહિ શકે. તેવો સંપૂર્ણ વિશ્વાસ સૂરિજીને છે.
તત્ત્વાર્થ દૃષ્ટિએ આ શ્લોકમાં સિંહના ઉપસર્ગમાં જીવન અંતરંગ શત્રુ, ક્રોધ-કષાયની વાત છે. એટલે કે કષાયોમાં ક્રોધને સિંહની ઉપમા આપવામાં આવી છે. સિંહની ગણના શાંત સૌમ્ય પ્રાણીઓમાં કરવામાં આવી નથી. તેને ક્રૂર અને ઘાતકી પ્રાણી માનવામાં આવે છે. ક્રોધિત વ્યક્તિની આકૃતિ પણ પ્રકૃતિ પ્રમાણે ઉત્તેજિત, ઉગ્ર અને ક્રૂર સિંહ જેવી જ બની જાય છે. ચાર કષાયોમાં ક્રોધનું સ્થાન પ્રથમ છે. વળી સિંહને મોહનું પણ પ્રતીક માનવામાં આવે છે.
આ સંદર્ભે ડૉ. સાધ્વી દિવ્યપ્રભાશ્રીજી જણાવે છે કે “હે પરમાત્મા! બદ્ધક્રમ એટલે છલાંગ મારવા માટે તૈયાર એવો મોહના પ્રતીકરૂપ સિંહ જે કામ અને માનના પ્રતીક સમાન હાથી ઉપર પોતાનું નેતૃત્વ કરે છે. એવો આ મોહરૂપી સિંહ પણ આપના આશ્રિત ભક્ત ઉપર આક્રમણ કરતો નથી. જેમ સિંહ છલાંગ મારે છે તેવી જ રીતે આપના અનાશ્રિત એવા મારા ઉપર આ મોહકર્મ શાંતિમાં છલાંગ મારીને મને હતપ્રત કરતાં રહ્યાં છે."
ઘાતી કર્મમાં મોહનીય કર્મ એ મુખ્ય છે. જો તેનો નાશ થાય તો આત્માના ગુણો અનાવરિત