________________
330 | ભક્તામર તુલ્યુ નમઃ | આકાશમાં સાડાબાર કરોડ દેવો વાજિંત્રોને એકસાથે અદ્ભુત સ્પષ્ટતા અને લયબદ્ધતાપૂર્વક વગાડે છે. એકસાથે નીકળતો ધ્વનિ સ્પષ્ટ શબ્દો સહિત સાંભળવો પ્રિય લાગે તેવો, ઉપરાંત તેનો નાદ અતિ ગંભીર હોય છે. તે ત્રણેય લોકના જીવોને આવા અપૂર્વ અવસરની પ્રાપ્તિની જાણ કરે છે અને પ્રભુની ધર્મદેશના સાંભળવાનો લાભ લેવા નિમંત્રણ આપે છે.
શ્રી કાનજીસ્વામી આ શ્લોકની પંક્તિઓને સમજાવતાં જણાવે છે કે, “દેવોના એ દિવ્ય વાજાં અત્યંત ગંભીર, મધુર અને સ્પષ્ટ અવાજે દશે દિશામાં ઘોષણા કરે છે કે તે ત્રણ લોકના જીવો ! ધર્મરાજા, સર્વજ્ઞ પરમેશ્વર અહીં બિરાજે છે તેમનાં દર્શન કરવા અહીં આવો, બીજાં લાખ કામ છોડીને આત્માનો અચિંત્ય વૈભવ લેવા આ પ્રભુ પાસે આવો. અહા, જાણે સમવસરણના એ દિવ્ય નગારાના નાદ અત્યારે અહીં સંભળાતા હોય ! એવા ભાવથી સ્તુતિકાર કહે છે કે અહો, દેવ ! એ દુંદુભિના નાદ સત્ ધર્મનો તેમજ ધર્મસામ્રાજ્યના નાયક એવા આપનો જયજયકાર કરી રહ્યા છે ને આપનાં યશગાન સાંભળાવી રહ્યા છે. ભવ્ય જીવોને સાદ પાડી રહ્યા છે કે જીવો ! ધર્મ પામવા માટે અહીં આવો ને મોક્ષના સાથીદાર આ ભગવાનને સેવો. ધર્મની પ્રાપ્તિનો ઉત્તમ અવસર મળ્યો છે માટે પ્રભુના ધર્મદરબારમાં ધર્મનું શ્રવણ કરવા આવો.”**
મોક્ષમાર્ગના રચનાકાર તેનું વિધાન કરનાર પાપસૃષ્ટિના લાયક, ત્રણ જગતના નાથ શ્રી જિનેશ્વરદેવ થોડી વારમાં ભવોભવની ભ્રમણાનો નાશ કરનાર મોક્ષમાર્ગની વિધિ બતાવનાર છે. એવા ધર્મરાજ્યની સ્થાપનાની ઘોષણા કરનાર અને તેમાં ભાગ લેવા નિમંત્રણ આપનાર આ દેવદુંદુભિઓ આકાશમાં નાદ કરી રહી છે. આ નાદથી અનાદિકાળના મિથ્યાત્વનો નાશ થાય છે અને વિષય-કષાય-કર્મોનો ક્ષય થાય છે. શ્લોક રજો
મન્દીર-સુન્દર-નમેરુ-સુપરિનાતसन्तानकादि-कुसुमोत्कर-वृष्टिरुद्धा गन्धोदबिन्दु-शुभमन्दमरुत्प्रपाता,
દિવ્યાવિવ: પતતિ તે વરસાં તતિ ||૨|| (દિગમ્બર અને સ્થાનકવાસી સંપ્રદાયમાં ભક્તામર સ્તોત્રમાં આ શ્લોક ૩૩મો છે)
મંદારાદિ સુરતરૂતણા પુષ્પ સુપારિજાત, વૃષ્ટિ તેની પ્રભુ પર થતાં, દિવ્ય ધારા થતી જે, એ ધારામાં શીતળ જળનો, વાયુ સુગંધી આપે, જાણે લાગે જિનવચનની, રમ્ય માળા પડે છે. (૨)