________________
476 । ભક્તામર તુલ્યું નમઃ ।।
તંત્ર
મંત્ર-યંત્રની સાથે ત્રીજો તંત્ર શબ્દ પણ જોડાયેલો જોવા મળે છે. ‘તંત્ર’ શબ્દનો એક વેદથી અને બીજો મંત્રથી એમ બે પ્રકારે ભેદ પાડવામાં આવે છે. તંત્ર માટે નિગમથી અલગ એવો આગમ શબ્દ વપરાય છે. આગમ એટલે સ્મૃતિ અને નિગમ એટલે શ્રુતિ એવો પણ એક અર્થ થાય છે.
ડૉ. રુદ્રદેવ ત્રિપાઠીના મતે તંત્રનો અર્થ “કામિક આગમમાં તંત્ર શબ્દનો અર્થ જણાવવા માટે તેની વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે તત્ત્વ અને મંત્ર સહિત વિપુલ અર્થોને વિસ્તારથી સમજાવે છે અને તે વડે સાધકનું રક્ષણ કરે છે. તેથી તે તંત્ર કહેવાય છે. કાલિકાવૃત્તિમાં તંત્ર શબ્દની વ્યુત્પત્તિ દર્શાવતાં કહ્યું છે કે તનુ વિસ્તારે ધાતુથી ‘ત્ર’ પ્રત્યય જોડવાથી આ શબ્દ બન્યો છે અને તેનો વિગ્રહ છે, તંથ વડે જ્ઞાનનો વિસ્તાર થાય છે. તેથી તેને તંત્ર કહેવાય છે. વ્યાકરણ ધાતુ પાઠમાં ૧૦મા ગણમાં તનુ શ્રદ્ધોયારને ધાતુ પણ આવે છે. તેનાથી પણ આ શબ્દની સિદ્ધિ સ્વીકારતાં તેનો વિગ્રહ ‘તાનયતિ શ્રદ્ધામેતિ ઉપરળપેન ચ સાધનાં વધયતીતિ - તંત્રમ્' થાય છે એટલે કે તંત્ર મનમાં શ્રદ્ધા જગાડે છે. એટલું જ નહિ, વિવિધ ઉપાસનારૂપ સાધનો વડે સિદ્ધિ સુધી પહોંચાડે છે. તેથી તે ‘તંત્ર’ કહેવાય છે.
૭
વેદમાં જે ક્રિયાઓ જણાવવામાં આવે છે તે સિવાયની પુરાણકાળમાં ઉત્પન્ન થયેલી ક્રિયા તો તાંત્રિક ક્રિયા કહેવાય છે તેમ પણ કહી શકાય કે તંત્ર એટલે ધર્મના રહસ્યભૂત મંત્રને ક્રિયા દ્વારા સિદ્ધ કરવાની રીતિ છે. મંત્રમાં જે ગૂઢાર્થ રહસ્ય ઘૂંટાયેલું હોય છે એને અનુભવમાં લેવા માટે તંત્રની યોજના છે.
અનેક તંત્રશાસ્ત્રમાં તંત્ર શબ્દના વિવિધ અર્થો જણાવવામાં આવ્યા છે. તેમાં તેના અર્થો સિદ્ધાંત, વેદની એક શાળા, શાસન, શિવશક્તિની પૂજા, આગમ, નિયમ, વ્યવહાર, કર્મકાંડ, પ્રબંધ, યુદ્ધાદિ વિશે વિવિધ ઉદ્દેશોનો પૂરક ઉપાય અથવા યુક્તિ વગેરેને જણાવ્યા છે. જૈન નિગ્રંથકારોએ યોગને તંત્રની સંજ્ઞા આપે છે.
પ્રો. સી. વી. રાવળ તંત્રનો અર્થ સમજાવતાં જણાવે છે કે “તંત્રનું મૂળ તન્ ધાતુમાં એટલે કે ‘પ્રસરવું’ના અર્થમાં છે, એમ ઘણા વિદ્વાનો માને છે. તેઓ એનો તાણાવાણાની ગૂંથણી (વણાટ) એવો અર્થ ઘટાવે છે. તંત્ર શબ્દનો અર્થ ‘ક્રિયાયોગ’ એવો થાય છે અને તે ઉ૫૨થી તેનું નિરૂપણ કરનારા ગ્રંથો પણ તંત્ર કહેવાય છે. વર્તમાન હિંદુ ધર્મમાં તંત્રોક્ત ઘણી ક્રિયાઓ ચાલે છે. તંત્ર તે ધર્મના રહસ્યભૂત મંત્રને ક્રિયા દ્વારા સિદ્ધ ક૨વાની ગતિ છે. મંત્રમાં જે મનનાર્થ ૨હસ્ય સમાયેલું હોય છે એને અનુભવમાં લેવા માટે તંત્રની યોજના છે.''
શાસ્ત્રકારોએ કહ્યું છે કે જેના વડે બધા મંત્રાર્થી, અનુષ્ઠાનોનો વિસ્તારપૂર્વક વિચાર જ્ઞાત થાય અને જેના આધારે કર્મ ક૨વાથી લોકોની ભયથી રક્ષા થાય તે તંત્ર છે, અર્થાત્ જેના આધારે