________________
258 | ભક્તામર તુલ્યુ નમઃ | વિવેચન : ગાથા ૨૪
શ્લોક ૨૩માં સૂરિજીએ પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું છે. પ્રભુના સ્વરૂપને જાણીને જગતના જીવો જન્મ-મરણની ભવભ્રમણામાંથી મુક્તિ મેળવી અક્ષયપદ એવા નિરાબાધ સુખસ્વરૂપ મોક્ષરૂપી શાશ્વત સુખને પામે છે. આ શિવપદને પામવાનો એક જ કલ્યાણકારી માર્ગ છે, બીજો કોઈ ઉત્તમ ઉપાય નથી, તેમજ આમાં જ દરેક જીવાત્માનું કલ્યાણકારી શ્રેય રહેલું છે. સૂરિજી આ વાત કર્યા બાદ હવે સ્તુતિમાં આગળ વધતાં પ્રભુના ગુણવાચક નામોમાંથી કેટલાંક ગુણોનાં ભાવવાચક નામો લઈ પ્રભુના સ્વરૂપને દર્શાવે છે.
હે જિનેશ્વરદેવ ! સંત પુરુષો આપને અનેક નામો વડે સંબોધે છે. શાસ્ત્રકારોએ પ્રભુનાં ૧૦૦૮ ગુણવાચક નામો જણાવ્યાં છે. જો આ નામોનો અર્થ વિચારીએ તો પ્રભુના સ્વરૂપ પર ઘણો પ્રકાશ પડે છે. પ્રભુનાં આવાં અનેક નામોમાંથી કેટલાંક નામો દૃષ્ટાંત તરીકે સૂરિજીએ લીધાં છે.
(૧) અવ્યય : પ્રભુને અવ્યય કહેવામાં આવ્યા છે. કારણ કે તમારામાં ચય-અપચયની ક્રિયા થતી નથી, એટલે કે તમે આત્માનો જે પૂર્ણ વિકાસ કરેલો છે, તે એવો ને એવો રહે છે.
સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા અવ્યય વિશે જણાવે છે કે, “તમે શાશ્વત છો, નિત્ય છો, ધ્રુવ છો, અક્ષય છો, અવિનાશી છો; પૂર્ણ આત્મસ્વરૂપને આપ પ્રાપ્ત કરી ચૂક્યા છો. આપની સર્વોપરિ વિશેષતા છે કે આપ અવ્યયની સ્થિતિને પ્રાપ્ત કરી ચૂક્યા છો. અને આપ જ અવ્યયની સ્થિતિને પ્રાપ્ત કરાવી શકો છો.૨૮
શ્રી રાજ્યશસૂરિ મ. સા. અવયની વ્યાખ્યા કરતાં જણાવે છે કે, “પ્રભુ અનંતકાળ સુધી તારી આત્મશક્તિને જરાય ઘસારો નથી પહોંચવાનો તે જોઈ તને અવ્યય કહે છે.”
ભગવાન સયોગી કેવળી નામના ૧૩મા ગુણસ્થાને અનંત ચતુષ્ટાની પ્રગટતા સહિત બિરાજમાન છે. આ અનંત ચતુષ્ટા એટલે (૧) અનંતજ્ઞાન, (૨) અનંતદર્શન (૩) અનંતસુખ (૪) અનંતવીર્ય ઉત્સાહસ્વરૂપ પર્યાય જે પ્રગટ થાય તેનો વ્યય થતો નથી એ અપેક્ષાએ અવ્યય કહ્યાં છે.
(૨) વિભુ : હે પ્રભુ ! આપને વિભુ પણ કહેવામાં આવે છે. તમારું જ્ઞાન જગતના તમામ પદાર્થોમાં ફેલાયેલું છે માટે તમને વિભુ કહે છે. કંઈક આવા જ વ્યાપકતાના અર્થમાં જ્ઞાન સાથે દર્શનને લઈને સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા જણાવે છે કે, વિભુ એટલે વ્યાપક. આપ આપનાં અનંત જ્ઞાન અને દર્શન દ્વારા આ સૃષ્ટિલોકમાં વ્યાપ્ત છો. જ્યારે આચાર્ય મહાપ્રજ્ઞ વિભુના બે અર્થ કરે છે. આપ વિભુ છો. વિભુના બે અર્થ કરી શકાય. એક અર્થ છે સમર્થ. આપ સમર્થ છો. જે ઇચ્છો તે કરી શકો છો. વિભુનો અર્થ છે વ્યાપક.'
પ્રભુને વિભુ પણ કહેવામાં આવે છે કારણ કે તમે પરમ એશ્વર્યથી શોભો છો. વિમતિ પરમૈન શોમત તિ વિમુ. . અથવા તો તમે સર્વે કર્મોનું ઉમૂલન કરવામાં સમર્થ છો. તેથી વિભુ નામને સાર્થક કરો છો.