________________
શ્રી ભક્તામર સ્તોત્ર = 291 જ્યાં પ્રભુની ધર્મદેશના નિમિત્તે સમવસરણ રચાય છે તેની આસપાસના વિસ્તારમાં બધા ઉપદ્રવો શાંત થઈ જાય છે. અન્ય ધર્મપ્રવર્તકની દેશના વખતે આ પ્રકારનું સમવસરણ કે આ પ્રકારનું અદ્ભુત, અલૌકિક અને મૈત્રીપૂર્ણ વાતાવરણ જોવામાં આવતું નથી. દિગમ્બરાચાર્ય શ્રી સમન્તભદ્ર અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે :
देवागमनभोयानचामरादि विभूतयः ।
माया विश्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान ।। હે ભગવન્! દેવોનું આગમન, વિમાન, ચામર આદિ વિભૂતિઓ તો માયાવી પુરુષોમાં પણ દેખાય છે. તેથી આ બધી સામગ્રીઓથી અમે તેમને મહાન માનતા નથી. તમારી મહાનતા તો તમારી વીતરાગ અવસ્થામાં જ રહેલી છે.)
પરંતુ મહોપાધ્યાય મેઘવિજયજીએ “ભક્તામર વૃત્તિમાં કહ્યું છે કે ગમે તેવો માયાવી પુરુષ પણ આ સમવસરણની કે તીર્થંકર પરમાત્માના રૂપની તુલના લાખમા કે ક્રોડમા ભાગે પણ કરી શકતો નથી. તાત્પર્ય કે દેશના સમયની શ્રી જિનેશ્વરદેવની વિભૂતિ અપૂર્વ, અજોડ હોય છે.
આ શ્લોકમાં સ્તોત્રકાર સૂરિજી પણ જણાવે છે કે જે સમવસરણમાં બિરાજીને પ્રભુ ધર્મોપદેશના કરી રહ્યા છે તે સમવસરણમાં તમારી જે વિભૂતિ હોય છે તે વિભૂતિ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. આ સંદર્ભમાં પરનો અર્થ ખૂબ ગંભીર છે. આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, પર'નો અર્થ છે અવીતરાગ અવતરાગમાં આવી વિભૂતિ નથી હોતી. સાધકની બે શ્રેણીઓ બની જાય છે. વીતરાગ કક્ષાનો સાધક અને અવીતરાગ કક્ષાનો સાધક જે વિભૂતિ વીતરાગીમાં પ્રગટ થાય છે તે અવીતરાગમાં પ્રગટ થતી નથી. પ્રભુ આપની જે વિભૂતિ પ્રગટ થઈ છે તે વીતરાગતાને કારણે થઈ છે. કર્મક્ષયને કારણે થઈ છે. તેથી આપની જે ધર્મોપદેશનાની વિધિ છે તે વિભૂતિ સંપન્ન છે.”
સૂરિજી આના સંદર્ભમાં સૂર્ય અને તારાગણ અને નક્ષત્રોના ઉદાહરણ દ્વારા પોતાની વાત સ્પષ્ટ રૂપે સમજાવે છે. સૂર્યના પ્રકાશથી અંધકારનો નાશ થાય છે. રાત્રીએ આકાશમાં સ્થિત અસંખ્ય તારાગણ તેમજ નક્ષત્રોથી તેમ બની શકતું નથી. આવું જ પ્રભુ અને અન્ય જીવો સંબંધી છે. પ્રભુ એ આખા જગતના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા છે. તેથી જ પ્રભુને સૂર્ય સમાન તેજ તથા વૈભવ મળ્યાં છે. ધર્મદેશના સમયે અશોકવૃક્ષ, સિંહાસન, છત્ર, ચામર વગેરે વિભૂતિઓ તેમના વૈભવનાં પ્રતીકો છે. છતાં પણ પ્રભુની મહાનતા તો તેમની વીતરાગ અવસ્થામાં જ રહેલી છે. પર' અવીતરાગતાએ ગ્રહ અને નક્ષત્રો જેવા છે. જે અંધકારને દૂર કરી શકતા નથી. ધર્મદેશના સમયની પ્રભુની દિવ્યવાણી જે અંધકારરૂપી અજ્ઞાનનો નાશ કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે. શ્લોક ૩૪મો
थ्योतन्मदाविलविलोलकपोलमूलमत्तभ्रमभ्रमरनादविवृद्धकोपम् । ऐरावताभमिभमुद्धतमापतन्तं दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ।।३४ ।।