________________
મહાન પ્રભાવિક સ્તોત્ર - 467 કરવા લાગ્યું. મને લાગે કે કોઈ અગોચર શક્તિ આવીને સહાય કરે છે. મને મારો માર્ગ મળી જતો. ત્યાંથી હું હોલેન્ડ ગઈ અને પછી લંડન ગઈ. બધે જ એકલી હોવા છતાં એટલો બધો બધાનો પ્રેમ-ઉમળકાભર્યો આવકાર પ્રાપ્ત થયો કે ક્યારેક તો હર્ષાશ્રુ આવી જતાં.
લંડનમાં લેસ્ટરના દેરાસરમાં એક બહેનશ્રી મળ્યાં જેઓ ત્યાંની કાઉન્સિલના અધિકારી છે. તેમણે મને પૂછ્યું કે અહીં કયાં પ્રયોજનસર આવવાનું થયું ? મેં કારણ જણાવ્યું કે હું ભક્તામર સ્તોત્ર પર સંશોધનકાર્ય કરી રહી છું અને અહીં આવી છું. તેથી દેરાસરના ગ્રંથાલય અને ડી. મોન્ટફર્ડ યુનિવર્સિટીની મુલાકાતે આવી છે. ડી-મોન્ટફર્ડ યુનિવર્સિટીમાં જેનિઝમનો કોર્સ વર્ષોથી ચાલે છે. તો તેઓ પૂછ્યું આ સિવાયની તમારી ઇત્તર પ્રવૃત્તિ વિષે જણાવો. મેં કહ્યું, મારી અન્ય પ્રવૃત્તિ છે એક્યુપ્રેશર થેરાપી. આ સાંભળીને તેઓએ તરત જ મને કહ્યું, હું તમારું પ્રેશર થેરાપી વિષે વ્યાખ્યાન બે દિવસ પછી યોજવા માગું છું. તમારો અનુભવ જણાવો. પછી તો ૧૦ મિનિટમાં મુલાકાત લીધી, બીજી ૧૫ મિનિટમાં આમંત્રણ પત્રકો કોમ્યુટરમાં છપાઈ ગયાં. ત્યાંના બેલગ્રેવ નેબરહુડ સેન્ટરમાં સાંજના ૭થી ૯ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ બે કલાકને બદલે સાડા ત્રણ કલાક ચાલ્યો. આવા તો કંઈક નાના-મોટા અનુભવો પ્રવાસ દરમ્યાન થયાં.
દરરોજ ભક્તામર સ્તોત્રનો પાઠ કરવાનો નિયમ. તેમાં પણ છેલ્લાં ત્રણેક વર્ષથી મનમાં સતત કોઈક ને કોઈક શ્લોકનું સ્મરણ ચાલુ જ હોય. સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભાજીને ઍક્યુપ્રેશરની સારવાર તેમના બોરીવલીના ચાતુર્માસ દરમ્યાન આપતી હતી. તેઓ ઘણીવાર કહેતાં, રેખાબહેન, તમે જ્યારે મને સ્પર્શ કરી સારવાર આપો છો ત્યારે મારામાંથી સતત ભક્તામર ઊભરાય છે.' અને અમે સમગ્ર સારવાર દરમ્યાન ભક્તામર સ્તોત્ર વિષે જ વાત કરતાં રહેતાં.
એક દિવસ સવારથી જ મારા મનમાં ભક્તામર સ્તોત્રનો ૩૯મો શ્લોક “જ્ઞામિન નશોગિતવારિવા'નો જાપ ચાલુ હતો. અવિરતપણે આના સિવાય અન્ય શ્લોક મનમાં કે મોઢામાં આવતો ન હતો. તે દિવસે બપોરે ગ્રાંટરોડ (મુંબઈ)થી બોરીવલી આવવા માટે એક નંબરના પ્લેટફોર્મ પરથી દોડીને ટ્રેન પકડી, બોરીવલી જવાની ખૂબ ઉતાવળ હતી. તેથી ટ્રેન ચાલુ થયે ત્રણ નંબરના ઇન્ડિકેટર પર નજર કરી બરાબર બે મિનિટ પછી વિરાર તરફની ફાસ્ટ ટ્રેન હતી. તેથી મુંબઈ સેન્ટ્રલ આવતાં જ ઝડપભેર ટ્રેનમાંથી ઊતરી આજુબાજુ જોયા વિના બે નંબરના પ્લેટફોર્મ પરથી નીચે કૂદકો માર્યો. ત્યાં તો ગાડીનું હોર્ન વાગ્યું, ગાડી જોરદાર બ્રેક મારતાંની સાથે ઊભી રહી ગઈ. તે ગાડી મારાથી માત્ર ત્રણથી ચાર ફૂટ દૂર ઊભી હતી. પરંતુ આ બધું જ મને મોટરમેન અને પ્રવાસ કરતાં પ્રવાસીઓને બૂમાબૂમ કરતાં ખબર પડી. ત્યાં સુધી મને કંઈ જ ખબર ન હતી. ત્યારે લોકોને આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે બન્યું ? પરંતુ મને તો તે જ ઘડીએ જાણ થઈ ગઈ કે આ તો સતત ચાલતાં ભક્તામર સ્તોત્રના શ્લોકનો જ પ્રભાવ છે.
તાત્પર્ય કે જેના અક્ષરે અક્ષરમાં ગૂઢાર્થ અને પરમાર્થ સ્વરૂ૫ રહસ્ય ભરેલું છે, જે તેનું પ્રગટ અને અપ્રગટ રૂપ છે. તેનું જેટલું મહાભ્ય અનુભવમાં લાવીએ તેટલું ઓછું છે. તેના દ્વારા થયેલ ચમત્કારપૂર્ણ પ્રસંગોના માધ્યમથી મૂલ્યાંકન ક્યારેય થઈ શકે નહીં. અહીં તો એક જ વાત