________________
૧૪
ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ
‘ભક્તામર સ્તોત્ર’ નિગ્રંથકારો, કવિઓ ભક્તો અને સમાલોચક ટીકાકારોને સમાન રૂપે વહાલું તથા ભિન્ન ભિન્ન રીતે પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલું છે. શ્વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી, તેરાપંથી જેવા જેન ધર્મના અનુયાયીઓ જ આ સ્તોત્રનો પાઠ કરતા હોય તેમ નથી, પરંતુ જૈનેતરો પણ આ સ્તોત્રપાઠમાં રસ લેતા જોવા મળે છે. શ્રી હર્મન યકોબી, શ્રી વિન્ટરનિટસ, કીથ જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ આ સ્તોત્ર પર ટીકા-ટિપ્પણ કરી છે. અનેક ભાષાઓમાં તેનો તરજુમો થયેલો પણ જોવા મળે છે. તાત્પર્ય કે ભક્તામર સ્તોત્ર ભક્તિભાવનાને પુષ્ટ કરવામાં પૂર્ણતયા સમર્થ છે, એવું કથન સર્વથા યથાયોગ્ય છે.
શ્રી માનતુંગસૂરિકૃત મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્ર'ને લગતું સાહિત્ય વિશાળ પ્રમાણમાં મળી આવે છે. આ સાહિત્ય મુખ્યત્વે બે પ્રકારનું છે : (૧) વૃત્તિરૂપ (૨) પાદપૂર્તિરૂપ
વૃત્તિરૂપ
સૌ પ્રથમ ભક્તામર સ્તોત્ર પર રચાયેલું વૃત્તિરૂપ સાહિત્ય વિશે જોઈએ તો આ વૃત્તિઓ સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. ભક્તામર સ્તોત્રના ભક્તગણોને તેનો અર્થાવબોધ કરાવવા માટે શ્વેતામ્બર સંપ્રદાય અને દિગમ્બર સંપ્રદાયના વિદ્વાન નિગ્રંથકારો, કવિવરોએ તેના પર અવસૂરિઓ, બાલાવબોધો, ચૂર્ણિઓ, વૃત્તિરૂપ ટીકાઓ આદિ વિશાળ પ્રમાણમાં રચાયેલી મળી આવે છે. આવા વૃત્તિરૂપ સાહિત્યનો પ્રારંભ ઈ. સ. ૧૩૭૦ અર્થાત્ વિ. સં. ૧૪૨૬માં રુદ્રપલ્લીય ગચ્છના