________________
450
।। ભક્તામર તુલ્યું નમઃ ।
તેમના નામસ્મરણના મહાત્મ્યથી ભય, ઉપદ્રવો આદિનું સ્વયં નિવારણ થઈ જાય છે. નામસ્મરણનું આટલું અપૂર્વ મહાત્મ્ય જણાવ્યું છે. બીજા અનેકોએ સ્તોત્રનું મહાત્મ્ય વર્ણવ્યું છે.
જર્મન વિદ્વાન હર્મન યકોબીએ ઈ. સ. ૧૮૭૬માં ભક્તામર અને કલ્યાણમંદિર સ્તોત્રનો જર્મન ભાષામાં અનુવાદ તેમજ સંપાદન કર્યું હતું તેમજ ઈ. સ. ૧૯૩૨માં પ્રો. હીરાલાલ કાપડિયા દ્વારા સંપાદિત આ સ્તોત્રયુગલના અંગ્રેજી સંસ્કરણની પ્રસ્તાવના પણ લખી હતી. હર્મન યકોબીનું કહેવું છે કે સ્તોત્રસાહિત્ય જૈન ભારતીનું અતિ વિસ્તૃત અંગ છે. વિભિન્ન ભાષાઓ અને વિવિધ શૈલીઓમાં રચાયેલાં અગણિત જૈન સ્તોત્રોમાં માનતુંગકૃત ભક્તામર સ્તોત્રે અનેક શતાબ્દીઓથી સર્વોપરિ સ્થાન પ્રાપ્ત કરેલું છે અને આ સંબંધમાં બધા જૈનો એકમત છે. વસ્તુતઃ પોતાની ભક્તિભાવપૂર્વકની પ્રવીણતા અને રંગ-સૌંદર્યના કારણે આ સ્તોત્ર એ મહાન લોકપ્રિયતાનો સંપૂર્ણ અધિકારી છે - જો કે માનતુંગે ક્લાસિકલ સંસ્કૃત કાવ્યથી અલંકૃત શૈલીમાં રચના કરી છે. તથા તેઓએ સ્વયંને એવી કાલ્પનિક ઉડાનો અને શાબ્દિક પ્રયોગોથી બચાવ્યા છે કે જેમાંથી કાવ્યનો ૨સ અલંકારોના જાળ નીચે દબાઈ જાય છે. અતઃ સંસ્કૃત કાવ્યના અભ્યાસી પાઠકોને માટે માનતુંગના પઘ સરળ અને સહેલાઈથી સમજાય તેવા છે. એક ઉત્તમ ભક્તિકાવ્ય હોવા ઉપરાંત, ભક્તામર સ્તોત્ર પ્રાર્થનાનું એક એવું સ્વરૂપ છે કે જેનો આશ્રય આવેલી મુશ્કેલી, ભયથી ત્રસ્ત માનવી પોતાની સહાયતાર્થે લે છે. સંભવતઃ આ વિશેષતાને કારણે જ ભક્તામર સ્તોત્ર વિશેષ રૂપથી ભક્તોનું આવું પ્રિય કંઠહાર બન્યું.
અન્ય એક વિદેશી વિદ્વાન પ્રો. વિન્ટરનિટ્સનું મંતવ્ય પણ કંઈક આવું જ છે. શ્રી જ્યોતિપ્રસાદ જૈન જણાવે છે કે, “પ્રો. વિન્ટરનિટ્સના અનુસાર ધાર્મિક ભક્તિ એવું માંત્રિક શક્તિ બંને દૃષ્ટિએથી માનતુંગકૃત ભક્તામર એક સર્વાધિક પ્રસિદ્ધ સ્તોત્ર છે. શ્વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયોમાં આની વિપુલ ખ્યાતિ છે. આ વિદ્વાને સ્તોત્રનાં ઘણાં પઘોનો સુંદર અંગ્રેજી પદ્યાનુવાદ કરીને એની કાવ્યસુષમા અને ભાવગાંભીર્યને ચરિતાર્થ કર્યા છે તથા બતાવ્યું છે કે ૧૪મી સદીમાં પણ લોકો આ સ્તોત્રનો માંત્રિક પ્રયોગ કરતા હતા, અને સ્તોત્રના અનુકરણ પર અન્ય અનેક સ્તોત્ર પણ રચાઈ ગયાં.’૩
ઉપર્યુક્ત વિદ્વાનોનાં મંતવ્યો તો ભકતામર સ્તોત્રનું મહાત્મ્ય વર્ણવે છે પરંતુ તે ઉપરાંત વૃત્તિઓ, ટીકાઓ, અવસૂરિઓ, ચૂર્ણિઓ, પાદપૂર્તિરૂપ (સમસ્યાપૂર્તિ) કાવ્યો, અનુકરણરૂપ રચાયેલાં કાવ્યો, પદ્યાનુવાદ, ગાથાર્થ, વિવેચન, મંત્ર-યંત્ર-તંત્ર, કથાઓ છેલ્લા એક હજાર વર્ષમાં એટલા વિશાળ પ્રમાણમાં ભક્તામર સ્તોત્રને લઈને રચવામાં આવ્યાં છે જેટલા અન્ય કોઈ સ્તોત્ર પર રચવામાં નથી આવ્યાં.
શ્રી રુદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે, “આચાર્ય માનતુંગસૂરિ મહાન માંત્રિક, જ્યોતિષાદિ અનેક વિદ્યાઓના જ્ઞાતા અને પરમ ઉપાસક હતા. આ વાત તેમનાં સ્તોત્રના આધારે નિતાંત સ્પષ્ટ થઈ જાય છે. ‘ભત્તિમ્બર સ્તોત્ર'માં તેમણે આવા અનેક ચમત્કારિક વિષયોનો સમાવેશ કર્યો છે અને તંત્ર સાહિત્યને લગતી ઘણી-ઘણી માહિતીઓ તેની ગાથાઓમાં રજૂ કરી છે, તેથી જ ભક્તામર