________________
108
।। ભક્તામર તુભ્ય નમઃ ।
જૈન ધર્મની દૃષ્ટિથી પ્રતિપાદિત કરે છે કે કોઈ પણ પ્રકારની હિંસા એ અધર્મ છે. શ્લોક ૧૩થી ૨૦માં માયાવાદ, સાંખ્ય, બૌદ્ધ ધર્મનાં સિદ્ધાંતોનું ખંડન કરી, શ્લોક ૨૧થી ૨૯માં જૈનદર્શનનું સમર્થન કરી સ્યાદ્વાદની સિદ્ધિ કરી છે. મહાવીરના અનેકાંતવાદથી જ જગતનો ઉદ્ધાર છે એ સ્તોત્રનો કેન્દ્રવર્તી વિચાર છે.
ઇદં તત્ત્વાતત્ત્વવ્યતિક૨ક૨લેડન્ધતમસે, જગન્માયાકારેરિવ હતપરેર્યાં વિનિહિતમ્ । તદુઘર્યું શકતો નિયતમવિસંવાદિવચત્ સ્ત્વમેવાત સ્નાતસ્ત્વયિ કૃતસપર્યા કૃતધિયાઃ ॥૩૨॥'
અર્થાત્ “હે રક્ષક ! જાદુગરોની જેમ અધમ એવા અન્ય દર્શનકારોએ આ જગતને તત્ત્વઅતત્ત્વના જ્ઞાનથી રહિત, ભયંકર અંધકારમાં ગરકાવ કરી નાખ્યું છે. તેમાંથી આ જગતનો ઉદ્ધાર ક૨વો, વિસંવાદથી રહિત એવું આપનું એક વચન (અનેકાંતવાદ) સમર્થ છે. આથી હે ભગવાન ! બુદ્ધિશાળી આપની સેવા-ઉપાસના કરે છે.’’
કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યે તેમને પ્રાપ્ત થયેલી સરસ્વતી, ધર્મ અને રાજનીતિરૂપ ત્રિવેણી સંગમ દ્વારા સાહિત્યનું બહોળું ખેડાણ કર્યું છે. તે દ્વારા જૈન સ્તોત્ર-સાહિત્યની ધરોહરને સમૃદ્ધ બનાવવામાં અનન્ય ફાળો અર્પિત કર્યો છે. ડૉ. જ્યોતિપ્રસાદ જૈન હેમચંદ્રાચાર્યનો સમય ઈ. સ. ૧૧૦૯થી ૧૧૭૨ જણાવે છે.
શ્રી મણિલાલ પ્રજાપતિ અને ડૉ. જ્યોતિપ્રસાદ જૈન બંને હેમચંદ્રાચાર્યનો સમય જુદો જુદો બતાવે છે પરંતુ એક વાત સામાન્ય છે કે તેમનો સમય ૧૨મી સદી રહ્યો છે. તેમના પછી થયેલા આચાર્યો તેમનાથી જ પ્રભાવિત થયેલા ન હતા પરંતુ આ આચાર્યોએ પોતાની સર્જનશક્તિનો ઉપયોગ ભાષ્ય અને વ્યાખ્યાનોમાં અધિક કર્યો હતો.
(૨૦) રામચંદ્રસૂરિ : સમય ૧૨મી સદી. રામચંદ્રસૂરિ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમની રચનાઓમાં ‘કુમારવિહારશતક', ‘યુગાદિદેવ દ્વાત્રિંશિકા', ‘પ્રાસાદ દ્વાત્રિંશિકા', ‘વ્યતિરેક દ્વાત્રિંશિકા’, આદિદેવસ્તવન', નેમિસ્તવ', ‘મુનિસુવ્રતદેવ સ્તવ', 'જિન સ્તોત્રો', ખોડશિકા સાધારણ જિન સ્તવનો'ની રચના કરી હતી.
શ્રી મણિભાઈ પ્રજાપતિ રામચંદ્રસૂરિ વિશે જણાવે છે કે, ‘હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્રસૂરિએ કવિત્વશક્તિના પ્રતાપે હેમચંદ્રાચાર્ય પાસેથી ‘કવિ કટાર મલ્લ'નું બિરુદ મળેલું, તેમણે અનેક સ્તોત્રો રચીને પોતાની અલંકારનિરૂપણ સમતાનું દર્શન કરાવ્યું. તેમણે અનેક દ્વાત્રિંશિકાઓ રચી. જેવી કે ‘વ્યતિરેક દ્વાત્રિંશિકા’, ‘યુગાદિદેવ દ્વાત્રિંશિકા' વગેરે. એક જ અલંકાર પ્રયોજી આખી બત્રીસીની રચના કરવી એ કવિની વિશેષતા છે. એક જ ઉદાહરણ જોઈએ. એમની ‘અપહત્તુતિદ્વાત્રિંશિકા’ના પ્રત્યેક શ્લોકમાં અપહ્ન્રુતિ અલંકાર પ્રયોજ્યો છે. કવિ વર્ણવે છે કે જિનેશ્વરના મસ્તકે ફણાધરની ફણા એ ફણા નથી પરંતુ ભુવનલક્ષ્મીએ ધારણ કરેલ છત્ર છે. “ઇદં ન મોલો ધરણો૨ગેશ્વરસ્ફુરતફણાલીફલકં જગત્પતે । તવાપિ તુ ધ્યાનસુધામ્બુપાયિતઃ કરાતપત્ર ભુવન શ્રિયાકૃતમ્ ॥૨૪॥’