________________
જિનભક્તિ
75
તાત્પર્ય કે ચારિત્ર ધારણ કરનાર મુનિઓને નમસ્કાર કર્યા છે. કારણ કે આ ચારિત્રધારી મુનિઓ ભવિષ્યમાં મોક્ષસુખને પ્રાપ્ત કરવાવાળા બને છે. તેથી તેમને નમસ્કાર કરી તેમના માર્ગનું અનુસ૨ણ ક૨ી મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકાય છે. ચારિત્રનો મહિમા અપરંપાર છે. જ્ઞાનદર્શનના સમન્વયથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે અને આ ચારિત્ર શાશ્વત સુખના સ્વામી પણ બનાવે છે. ૪. યોગ ભક્તિ
‘યોગી'ની વ્યાખ્યા કરતાં પંડિત આશાધર જણાવે છે કે, “ોળી ધ્યાનસામગ્રી અદાઙાનિ વિદ્યનો યસ્ય સ યોશી” અર્થાત્ અષ્ટાંગ યોગને ધારણ કરવાવાળા યોગી કહેવાય છે.
શ્રી ધનંજયે, ધનંજયનામમાલા'માં યોગ શબ્દની વ્યુત્પત્તિ આપતાં જણાવ્યું છે કે ‘યોગ શબ્દ ‘યુજ' ધાતુથી બન્યો છે અને યુજ' ધાતુ સમાધિના અર્થમાં આવે છે.’’
પંડિત આશાધર સમાધિ કોને કહેવાય તે સમજાવતાં જણાવે છે કે, “આત્મરૂપે સ્થાયતે ખતમૃતપવત્ નિશ્ચતેન સૂયતે સ_સમાધિઃ ।'' અર્થાત્ જળભરેલા ઘડાની સમાન નિશ્ચિત થઈને, આત્મસ્વરૂપમાં એકાગ્ર થવાને સમાધિ કહે છે.'
સામ્ય, સમાધિ, સ્વાસ્થ્ય, ચિત્ત-વિરોધ અને શુદ્ધોપયોગ આ બધા યોગના સમાનાર્થી શબ્દો છે. આનો અર્થ એવો થાય છે કે આત્મસ્વરૂપમાં એકાગ્ર હોવું તે જ યોગ છે.
પતંજલિના યોગસૂત્રમાં યોગ વિષે જણાવે છે કે, “યો ચિત્તવૃત્તિનિરોધઃ ।''
તેમણે પણ ‘યોગ' શબ્દ 'યુજ' ધાતુથી બન્યો છે અને ત્યાં મસ્તિષ્કને સૂક્ષ્મ બ્રહ્મમાં એકાગ્ર કરી દેવાને જ યોગ માનવામાં આવ્યો છે.
યોગમાં ધ્યાનપૂર્વકની એકાગ્રતાની જ પ્રધાનતા છે. પછી તે કોઈ પણ સ્વરૂપમાં હોય. અર્થાત્ સૂક્ષ્મ બ્રહ્મ સ્વરૂપમાં હોય કે શુદ્ધ આત્મ સ્વરૂપમાં હોય; સમાધિ અને ધ્યાનની એકાત્મતાનું સમર્થન થઈ ચૂક્યું છે. તેથી યોગીને ધ્યાની પણ કહી શકાય.
ધ્યાની, મુનિ, ઋષિ, યતિ, તાપસ, ભિક્ષુ, તપસ્વી, સંયમી સાધુ પણ યોગીના પર્યાયવાચી શબ્દો જ છે.
યોગી-ભક્તિ : આચાર્ય કુંદકુંદે પ્રાકૃતમાં રચેલ યોગી-ભક્તિ'માં યોગીઓના મહિમાનું વિશદ વર્ણન કર્યું છે. તેઓ જણાવે છે કે,
“ણાણોદયાહિસિત્તે સોલગુણવિસિયે તવસુગન્ધે ।
વવગયરાયસુદઢે સિવગઇપહણાયગે વન્દે ||''
અર્થાત્ ‘જ્ઞાનોદકથી નિષિક્ત, શીલગુણથી વિભૂષિત, તપ સુગંધથી સુગંધિત, રાગ-દ્વેષથી રહિત અને શિવપથના નાયક એવા યોગીઓને નમસ્કાર કર્યા છે.'