________________
68 | ભક્તામર તુન્યું નમઃ |
પૂજાસ્તુતિ-સ્તોત્રની જેમ મંગલના પણ ઉપરોક્ત પ્રકારો જણાવ્યા છે. “મંગલ' કરવાનું કારણ સર્વ વિઘ્નો દૂર થાય છે. આ વિબ્દો એવી રીતે દૂર થાય છે – જેમ સૂર્યથી અંધકારનો નાશ થાય છે, તેમ આ વિઘ્નો દૂર થાય છે. આચાર્ય યતિવૃષભ મંગલ' કરવાના કારણ વિષે જણાવે છે કે, “શાસ્ત્રની શરૂઆતમાં મંગલના વાંચનથી, શિષ્ય શાસ્ત્રોમાં પારંગત થાય છે, મધ્યમાં મંગલના ઉચ્ચારણથી વિદ્યાની નિર્વિઘ્ન પ્રાપ્તિ થાય છે અને અંતમાં મંગલ વાંચવાથી વિદ્યાનું ફળ મળે છે.”
કવિ ધનંજય મંગલના પર્યાયવાચી શબ્દોમાં ક્ષેમ, કલ્યાણ, શ્રેયસ, ભદ્ર, ભાવુક, ભવિક, ભવ્ય અને શિવને ગણાવ્યાં છે. “
નમસ્કાર મહામંત્ર એ સૌથી પ્રાચીનતમ મંગલાચરણ છે. વિદ્યાનુવાદ નામના પૂર્વનો પ્રારંભ આ જ મંગલાચરણથી થયો હતો. ઉપલબ્ધ સાહિત્યમાં ભગવંત પુષ્પદંત ભૂતબલિના પખંડાગમનો પ્રારંભ આ જ મંગલાચરણથી થયો છે.
મંગલાચરણનું માહાત્ય સવિશેષ રૂપમાં જોવા મળે છે. કોઈ પણ શુભકાર્યની શરૂઆત મંગલાચરણથી કરવામાં આવે છે અને તે થકી વિવિધ પ્રકારનાં ફળની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પંચપરમેષ્ઠીના નામસ્મરણથી મંગલાચરણ થાય છે. પણ સાથે સાથે પાંચમાંથી કોઈ એકને લઈને પણ મંગલાચરણની શરૂઆત થાય છે. વંદિત્ત સૂત્રમાં સિદ્ધિની સ્તુતિ છે અને આચાર્ય કુંદકુંદ સમયસારનો પ્રારંભ વંદિત્તાની પ્રથમ ગાથાથી કર્યો છે. ૭. મહોત્સવ
જૈન ભક્તિનું સાતમું અંગ મહોત્સવ માનવામાં આવ્યું છે. ભક્તના ભાવોની અભિવ્યક્તિ વિવિધ પ્રકારે થતી હોય છે. જિનેશ્વરદેવના વિવિધ પ્રસંગોએ આ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને તે દ્વારા ભક્તના ભાવો વ્યક્ત થાય છે.
તીર્થકર ભગવાનના જન્મ સમયે જન્મોત્સવ મનાવવાનો રિવાજ પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાનના સમયથી ચાલ્યો આવે છે. ઉપલબ્ધ સાહિત્યમાં શ્રી વિમલસૂરિ વિરચિત પમિચરિય” સૌથી પ્રાચીન ગ્રંથ છે જેમાં તીર્થકરના જન્મોત્સવનું વર્ણન છે.
આ પછીના અનેક શાસ્ત્રકારોએ ભગવાનના જન્મોત્સવનું વિશદ રૂપે વર્ણન કર્યું છે. જન્મોત્સવ વખતે ઇન્દ્ર-ઇન્દ્રાણી અને અને અન્ય દેવતાગણ દેવલોકથી આવીને, ત્યારે જ જન્મેલા બાળસ્વરૂપ ભગવાનને જન્માભિષેકને માટે પાંડુક શિલા પર લઈ જાય છે. ત્યારપછી તેઓ આત્માના ઉલ્લાસે નૃત્ય કરે છે.
જન્મ મહોત્સવની જેમ અન્ય ચાર ગર્ભધારણ (ચ્યવન-કલ્યાણ), દીક્ષા-કલ્યાણક. કેવળજ્ઞાનકલ્યાણક અને નિર્વાણ-કલ્યાણક) સમયે પણ દેવો મહોત્સવનું આયોજન કરે છે.
જિનેશ્વર પ્રભુનાં કલ્યાણકો સિવાય રથયાત્રા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.