________________
212 *
ભાવાર્થ :
|| ભક્તામર તુર્થ્ય નમઃ ।।
ત્રણ ભુવનના અદ્વિતીય અલંકારરૂપ હે પ્રભો ! શાંતરસની કાંતિવાળા જે પરમાણુઓ વડે આપનું શરીર નિર્માયેલું છે, તે પરમાણુઓ આ વિશ્વમાં તેટલા જ છે, કારણ કે આપના જેવું અન્ય રૂપ આ પૃથ્વીમાં કોઈ પણ સ્થળે હસ્તિ ધરાવતું નથી.
પ્રભુના શુભ દર્શનથી સ્તોત્રરચનામાં આગળ વધી રહેલા સૂરિજીનું ધ્યાન પ્રભુની પવિત્રતાથી ભરેલી દેહસૃષ્ટિ ઉપર પડ્યું. આ દેહના પુદ્ગલો-પરમાણુઓ પુનિત-પાવન તો હતા, પણ સાથે સાથે પરમ ઔદારિક હોવાથી અત્યંત પવિત્રતાથી ભરપૂર પણ હતા. પ્રભુનું રૂપ સૂરિજીને અનન્ય લાગતું હતું. કારણ કે તે દેહનું નિર્માણ એવું તો અદ્ભુત હતું કે તેનું રૂપ અનુપમ, અદ્વિતીય અને અતુલનીય હતું. આવા નિર્માણ થયેલા દેહનું એવું કયું રહસ્ય છે જે બીજા અનેક જીવોને પ્રાપ્ત થઈ શકતું નથી ? આ રહસ્યને સૂરિજી હવે આ શ્લોક દ્વારા સમજાવે છે.
પ્રભુનું રૂપ અનન્ય છે તે સમજાવવા માટે એક તાર્કિક કારણ સૂરિજી આપે છે. ત્રણ ભુવનના અદ્વિતીય શણગારરૂપ હે પ્રભો ! તમારા અંતરમાં શમરસ પ્રગટેલો છે અને તેનો ભાવ તમારા મુખમંડલ પર બરાબર તરવરે છે, તેથી તમે શાંતરસની સાક્ષાત મૂર્તિ હો, તેવા જણાઓ છો. તમારા જેવો શાંતરસ અન્ય કોઈ વ્યક્તિના મુખ પર જોવામાં આવતો નથી. તેથી મને એમ લાગે છે કે આ જગતમાં શાંતરસના જેટલા પરમાણુ હશે તે બધા તમારું નિર્માણ કરવામાં વપરાઈ ગયા હશે. જો એમાંના પરમાણુ શેષ રહ્યા હોત તો તમારા જેવી અન્ય શાંત મૂર્તિ અવશ્ય નિર્માણ થઈ હોત. પરંતુ એવી શાંત મૂર્તિ અન્ય કોઈ નિર્માણ થઈ નથી. એટલે મારું એ મંતવ્ય યથાર્થ છે. તાત્પર્ય કે તમારું રૂપ એક અનોખું છે કે જેની સરખામણી આ જગતની અન્ય કોઈ વસ્તુથી
થઈ શકે તેમ નથી.
સ્તોત્રકાર સૂરિજી કહે છે કે ત્રણ લોકના તિલકસ્વરૂપ હે પ્રભુ ! જગતમાં જેટલા ઉત્તમ હે શાંતરસ પરમાણુઓ કહેવાતા સૌમ્ય-તેજસ્વી-કાંતિમય પરમાણુઓ હતા તે બધા વડે આપના દેહનું નિર્માણ થયેલ, આ પરમાણુ તેટલા જ હોવા જોઈએ. કારણ બાકી રહેલા ઊતરતી કક્ષાના પરમાણુઓ વડે જગતના અન્ય જીવોના દેહનું નિર્માણ થયેલ હોવાથી આપના અદ્વિતીય સૌંદર્યવાન દેહના સમાન બીજા કોઈ જીવના દેહનું રૂપ હોતું નથી. પ્રભુ ! કેવો પવિત્ર છે આપનો દેહપર્યાય !. આપમાંથી નીકળતાં કિરણો સમગ્ર વાતાવરણને પ્રભાવિત કરી રહ્યાં છે અને તેમાંથી પ્રસરતી ઊર્જા સહજ-શાંત છે. આપનું અલૌકિક દેહસૌંદર્ય, નિર્વિકાર વિલક્ષણતા સમગ્ર સજીવોના આકર્ષણનું સુંદર કારણ બન્યું છે. આપ વીતરાગી છો તેથી જે કોઈ પ્રાણી આપના સાન્નિધ્યમાં આવે છે તે પણ આપના જેવા સહજ શાંત, નિર્વિકારી થઈ જાય છે. આપના દેહનું નિર્માણ જ એવા પરમાણુઓ દ્વારા થયું છે જેમાં રાગ-રુચિ જ સમાપ્ત થઈ ચૂકી હોય છે.
આચાર્ય મહાપ્રજ્ઞ આ સંદર્ભમાં નિરૂપે છે કે, “આપના પરમાણુઓ શાંત, રાગ-રુચિવાળા છે.'' શાંત-રાગ-રુચિ આ પદના બે અર્થ થઈ શકે છે. એક અર્થ એ કે જેમણે રાગને શાંત કરી