________________
ભક્તામર સ્તોત્રનો રચના સમય અને સર્જનકથા - 155 શતાબ્દીના હોવા જોઈએ તેવું તારણ કરવામાં આવે છે. પણ બાણ’ અને મયૂર સાથે પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની સમકાલીનતા માનવી એ જરૂરી નથી. પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામણિ જેવા અને તેના આધાર પર ચાલેલ પૂ. ગુણાકરસૂરિ મ.સા.ની ટીકાના ઉલ્લેખને બીજી રીતે પણ સમજી શકાય છે. આ ત્રણેય મહાકવિઓ ચમત્કારિક સ્તોત્રો સર્જવાની શક્તિ ધરાવતા હતા અને ત્રણેય મહાકવિઓએ મહાન સ્તોત્રો બનાવ્યાં છે, એટલી જ વાત આ દષ્ટાંતથી સમજવી જોઈએ પણ ત્રણેયની સમકાલીનતા માનવી જરૂરી નથી. એ પણ શક્યતા છે કે લઘુશાંતિના કર્તા પૂ. માનદેવસૂરિ મ. સા. લઘુશાંતિ નામના પ્રભાવક સ્તોત્રની રચના કરી શાકંભરીમાં શાંતિ કરી તો તેમના જ “માન' એવા આદિ શબ્દથી શરૂ થતાં નામવાળા શિષ્ય; માનતુંગસૂરિજીએ પણ સંસ્કૃત ભાષામાં ચમત્કારિક એવા ભક્તામર સ્તોત્રની રચના કરી હોય તે એકદમ સંગત લાગે છે.
બીજું વિદેશી વિદ્વાન જ્વકનબોઝ તો પૂ માનતુંગસૂરિજી મ.સા.ને ત્રીજી શતાબ્દીના જ માને છે અને હર્મન યાકોબી પણ પૂ. માનતુંગસૂરિ મ.સા.ને ત્રીજી શતાબ્દીના હોવાની શક્યતાને નકારી શકતા નથી. માત્ર એમની માંગ એટલી જ છે કે કોઈ પ્રાચીન ટીકા કે ચૂર્ણિમાં કે નિયુક્તિમાં ભક્તામરના શ્લોકનો ઉલ્લેખ મળી જાય તો પૂ. માનતુંગસૂરિ મ.સા.ને ત્રીજી શતાબ્દીના માની શકાય. આમ તેઓ પણ પૂ. માનતુંગસૂરિ મ.સા.નો સમય ત્રીજી શતાબ્દી હોય તો નકારી શકતા નથી. તેઓ આગળ જણાવે છે કે જ્યાં સુધી કાળ નિર્ણય માટે બલિષ્ઠ હેતુ ન મળે ત્યાં સુધી પૂ. માનતુંગસૂરીશ્વરજીને ત્રીજી શતાબ્દીમાં જ થયેલા માનવા તેવો અમારો અભિગમ છે અને એ રીતે સહુ વિચારે એવો નમ્ર અનુરોધ છે.”
વિદ્વાનોના મતે અને પ્રાચીન ગ્રંથોમાં દર્શાવેલ સમય, રાજા કે સમકાલીન કવિઓના વિષયમાં મતમતાંતરો પ્રવર્તે છે. પ્રભાચન્દ્રચાર્ય રચિત પ્રભાવક ચરિત' જે સૌથી પ્રાચીન લગભગ ઈ. સ. ૧૨૭૭ની રચના છે તેમાં જણાવ્યા પ્રમાણે રાજાનું નામ હર્ષદેવ સમકાલીન કવિઓ બાણ, મયૂર અને જ્યાં આ ઘટના બની છે તે ઘટના સ્થળ તરીકે વારાણસી અને તાળાબંધ ઓરડાઓનો ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે મેરૂતુંગાચાર્યત ઈ. સ. ૧૩૦૫માં રચાયેલ પ્રબંધ ચિંતામણિમાં રાજા પરમારરાજ ભોજ, સમકાલીન કવિઓ બાણ, મયૂર ઉપરાંત કવિ માઘનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જ્યારે ઘટનાસ્થળ ધારાનગરી અને તાળાબંધ ઓરડાનો ઉલ્લેખ છે. ગુણાકરસૂરિકૃત સૌથી પ્રાચીન ટીકા ઈ. સ. ૧૩૭૦માં લખાયેલ “ભક્તામર સ્તોત્રવૃત્તિમાં રાજા વૃદ્ધભોજરાજ, ઉજ્જયિની નગરીના આદિનાથ મંદિરની પાછળ આ ઘટના બની હતી અને તેમના સમકાલીન કવિઓ બાણ અને મયૂરને દર્શાવવામાં આવ્યા છે. ૧૫મી સદીના પુરાતન પ્રબંધ સંગ્રહમાં રાજા તરીકે હર્ષને દર્શાવવામાં આવ્યા છે. ઘટનાસ્થળ તરીકે વારાણસી અને તાળાબંધ ઓરડાઓનો ઉલ્લેખ મળે છે. જ્યારે સમકાલીન કવિઓનાં નામ આપવામાં આવ્યાં નથી. દિગમ્બર સંપ્રદાયના બ્રહ્મરાયમલ્લની ઈ. સ. ૧૬૧૦માં રચાયેલી “ભક્તામરવૃત્તિમાં રાજા તરીકે ભોજનું નામ છે. સમકાલીન કવિઓ કાલિદાસ, ભારવિ અને માઘને જણાવ્યા છે. ઘટનાસ્થળ તરીકે માલવ દેશમાં ધારાનગરી જણાવવામાં આવે છે. ઈ. સ. ૧૬૬૫માં થયેલા ભટ્ટારક વિશ્વભૂષણકૃત “ભક્તામર