________________
જિનભક્તિ જ 81 છે. જૈન શાસ્ત્રકારો, આચાર્યો, વિદ્વાનોએ તેથી જ કરીને તેને મંગલરૂપ માન્યો છે. તેની ભક્તિ કરવાથી સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે. જે મોક્ષ પ્રદાન કરવા અર્થે પૂર્ણરૂપથી સમર્થ છે.
મુનિભગવંતથી લઈને પૂર્વાચાર્યોએ નમસ્કાર-મંત્રની અપૂર્વ ભક્તિ કરી છે. તે દ્વારા સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ કરી છે.
પંચ પરમેષ્ઠીની ભક્તિ કર્યા સિવાય બીજી કોઈ આરાધના શક્ય નથી. તે સંદર્ભે શ્રી શિવાર્યકોટિ ભગવતી આરાધનામાં જણાવે છે કે, જે પુરષ પંચ-પરમેષ્ઠીની ભક્તિ નથી કરતો, એનો સંયમ ધારણ કરવો ઉજ્જડ ખેતરમાં બીજ વાવવા સમાન છે. પંચ-પરમેષ્ઠીની ભક્તિ વિના જો કોઈ પોતાની આરાધના કરવા માગે, તો તે એવું જ છે જેમ કે બીજ વગરની ધાન્યની ઇચ્છા કરવી અને વાદળા વગર પાણીની ઇચ્છા કરવી.”
અનેક આચાર્યોને તેની ભક્તિ કરવાની કહી છે કે જેના દ્વારા બ્રહ્મતત્વની પ્રાપ્તિ કરી શકાય છે, નિત્ય પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તેની ભક્તિ કરવાથી શાસનદેવને પ્રસન્ન થાય છે અને આત્માની ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે. આવી અલૌકિક, અદ્વિતીય શક્તિ નમસ્કાર મહામંત્ર નવકાર-મંત્રમાં રહેલી છે. તેથી તેની ભક્તિ કરી અનંત સુખના સ્વામી બનવાનો લહાવો દરેક સુજ્ઞ જીવાત્માએ લેવો જોઈએ. જેથી કરીને મોક્ષસુખની પ્રાપ્તિ કરી શકાય.
આ પ્રમાણે શાસ્ત્રકારોએ સ્પષ્ટ કર્યું છે કે શ્રુતજ્ઞાનની પૂજા-અર્ચના-વંદના-નમસ્કાર કરવાથી સર્વ પાપોનો ક્ષય થાય છે. બધાં દુઃખો દૂર થાય છે. તથા તે દ્વારા બોધિલાભની પ્રાપ્તિ થાય છે અને જિનગુણસંપત્તિના સ્વામી બનાય છે. ૭. શાંતિ ભક્તિ
શાંતિનો અર્થ છે નિરાકુળતા. જે વીતરાગતાથી ઉત્પન્ન થાય છે. આકુળતા રાગનું પરિણામ છે. કોઈ પણ વાતમાં લીન રહેવું રાગ છે. આને જ આસક્તિ કહેવાય છે અને આ જ આસક્તિ અશાંતિનું મૂળ કારણ છે. સાંસારિક દ્રવ્યોનો ઉપભોગ એ ખરાબ નથી. પરંતુ એમાં આસક્ત હોવું દુઃખદાયી છે. જેના દ્વારા કર્મનો બંધ થાય છે અને આ કર્મનો બંધ જ અશાંતિનું કારણ છે.
શાંતિ બે પ્રકારની હોય છે : (૧) ક્ષણિક, (૨) શાશ્વત,
ક્ષણિક શાંતિ સાંસારિક રાગાદિના ઉપશમથી અને શાશ્વત શાંતિ અષ્ટકર્મોના વિનાશથી ઉત્પન્ન થાય છે. મોક્ષપ્રાપ્તિ કરવી જ શાશ્વત શાંતિ છે.
શાંતિ ભક્તિની પરિભાષા : શાંતિ મેળવવા માટે કરવામાં આવતી ભક્તિ શાંતિ-ભક્તિ કહેવાય છે. શ્રી જિનેશ્વર ભગવાનની ભક્તિ કરવાથી ક્ષણિક અને શાશ્વત બંને પ્રકારની શાંતિની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનેશ્વર ભગવાને તો શાશ્વત શાંતિ મેળવી લીધી છે. તેઓ શાંતિના પ્રતીક માનવામાં આવે છે. તેમના મુખ પર શાંતિરસ પ્રસરેલો જોવા મળે છે. તેથી તે મેળવવા માટે