________________
310
।। ભક્તામર તુલ્યું નમઃ II
તેની ભક્તિમાં લીન બની ધ્યાન વડે સત્તામાં રહેલાં કર્મોની નિર્જરા કરી, કાળક્રમે તેનો સંપૂર્ણ નાશ થતાં મોક્ષરૂપી વિજયને પ્રાપ્ત કરી શકાય છે. પ્રભુનું શરણ સ્વીકારવાથી સંપૂર્ણ ઘાતીકર્મોનો નાશ થાય છે, અને આત્મા અજરામર મોક્ષપદને પામે છે. અહીં સૂરિજીએ મોક્ષ મેળવવાનો માર્ગ પણ બતાવ્યો છે.
આત્માના સર્વજ્ઞપદનો જ અને જિનપદનો જ આ મહિમા છે. આપના સર્વજ્ઞપદનો અચિંત્ય મહિમા જેના અંતરમાં વસી ગયો તેને હવે નિર્ભયપણે મોહશત્રુને જીતતાં કોઈ રોકી શકે નહિ.
પ્રભુ મોક્ષપદને પામેલા છે અને સર્વજ્ઞપદને પામેલા છે તેનો મહિમા જેના હૃદયમાં વસી ગયો છે તે આત્મા કોઈ પણ સ્થળે હોય તે નિર્ભય પણે પ્રભુના નામનું સ્મરણ કરે તો તેને કોઈ પણ શત્રુ હરાવી શકતો નથી. ભલે પછી તે મોહરૂપી કષાયશત્રુ કેમ ન હોય ? જીત અવશ્ય પ્રભુના ભક્તની જ હોય છે.
જે અવસ્થામાંથી સૂરિજી પસાર થતાં હતા તે પરિસ્થિતિને લક્ષમાં લઈને પરમાર્થ દૃષ્ટિએ જોઈએ તો - ‘કુન્નાગ્ર ભિન્ન' એટલે લોખંડની બેડીઓથી બંધાયેલો, ‘ગજ' એટલે સૂરિજી પોતે, ‘શોણિત વારિવાહ’ એટલે અવિશ્વાસરૂપ પ્રવાહમાં, ‘વેગાવતાર તરણાતુર' એટલે જલદીથી ઊતરીને તરવા માટે તત્પર, યોધ' એટલે દરબારીઓ, ‘દુર્જેય’ એટલે રાજા.
લોખંડની બેડીઓથી બંધાયેલા સૂરિજી, રાજા અને દરબારીઓ, અવિશ્વાસરૂપ પ્રવાહમાં સંગ્રામના યોદ્ધાઓની જેમ જલદીથી તરવા માટે તત્પર બન્યા છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પ્રભુના ચરણકમળરૂપી નામ-સ્મરણનો આશ્રય લેવામાં આવે તો ચમત્કાર થઈ શકે છે. લોખંડની બેડીઓમાંથી મુક્ત થઈ શકાય છે અને રાજા અને દરબારીઓ જે શત્રુપક્ષ છે તેના પર અવશ્ય વિજય પ્રાપ્ત કરી શકાય છે. અર્થાત્ તેમનો વિશ્વાસ સંપાદન કરી શકાય છે. અન્ય ધર્મોની જેમ જૈન ધર્મનો પણ જયજયકાર થઈ શકે છે; જૈનમ્ જયિત શાસન'નો ગુંજારવ થઈ શકે છે.
આવી જ રીતે કોઈ પણ મનુષ્ય સંકટમાં સપડાય ત્યારે પ્રભુનું નામસ્મરણ ગ્રહણ કરે તો તેની મુક્તિ અવશ્ય થાય છે.
સૂરિજીએ આ શ્લોકમાં યુદ્ધનું વર્ણન કર્યું છે. યુદ્ધમાં શસ્ત્રાદિનો ઉપયોગ આવશ્યક હોય છે. આવી યુદ્ધની પરિસ્થિતિમાં હાથમાં શસ્ત્ર હોય અને સાધક વિચારે કે હું શ્રી આદિનાથ પ્રભુનું સ્તવન કરીશ તો સૌ કોઈને મારી શકીશ અને યુદ્ધમાં વિજયી બનીશ. આવો અર્થ અહીંયાં નિરર્થક સાબિત થાય છે. જેન ધર્મનું સ્પષ્ટ તથ્ય છે કે જૈન તીર્થંકરો અહિંસાના પ્રતીક છે. શંકર, બ્રહ્મા, વિષ્ણુ વગેરે ઘણા દેવો એવા છે કે જેમના હાથમાં શસ્ત્ર જોવા મળે છે. જ્યારે જૈન તીર્થંકરો હંમેશાં શસ્ત્રોથી વિમુક્ત રહ્યા છે. તેમના હાથમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું શસ્ત્ર હોતું નથી. તેઓ સંપૂર્ણ નિઃશસ્ત્ર રહ્યા છે. જયણા અને અહિંસા' એ જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો છે. આ શ્લોકમાં શ્રી માનતુંગસૂરિએ એક ગંભીર પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. જૈન તીર્થંકર અહિંસક છે અને