________________
જિનભક્તિ 85 તે નન્દીશ્વર સમુદ્રથી ઘેરાયેલો છે.'
તિલોયપણતિમાં શ્રી યતિવૃષભે નંદીશ્વર દ્વીપનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે તેનો સારાંશ કંઈક આવો છે : “તેની ચારે દિશાઓમાં કાળા વર્ણવાળા ચાર અંજનગિરિ છે. જેમાંથી દરેક ૮૪000 યોજન ઊંચા છે. તેની ચારે તરફ ચાર-ચાર જલવાપિકાઓ છે. જે એક લાખ યોજન લાંબી-પહોળી છે. સોળ વાપિકાઓના મધ્યમાં સફેદ રંગના દધિમુખ પર્વત છે, જે દશ-દશ સહસ્ત્ર યોજન ઊંચા છે. પ્રત્યેક જલવાપિકાના બહારના ખૂણામાં લાલ વર્ણના બે-બે રતિકર પર્વત છે, તે એક એક સહસ્ર યોજન ઊંચા છે."
આ પ્રકારે ચાર અંજનગિરિ, સોળ દધિમુખ અને બત્રીસ રતિકર પર્વતોનો યોગ એમ કુલ બાવન થાય છે. આમાં દરેક પર એક-એક વિશાળ જિનમંદિર છે, બધાં જ કુદરતી છે, અને અનાદિકાળથી ચાલ્યાં આવે છે. દરેક જિનમંદિર ૭૨ યોજન ઊંચાં છે. તેમાં પાંચસો ધનુષ ઊંચી જિન-પ્રતિમાઓ બિરાજમાન છે.
નંદીશ્વર દ્વીપની પરિભાષા : નંદીશ્વર દ્વીપનાં કુદરતી જિન-મંદિરોમાં અને તેમાં બિરાજમાન જિન-પ્રતિમાઓની પૂજા-અર્ચના કરવી નંદીશ્વર ભક્તિ કહેવાય છે.
આચાર્ય પૂજ્યપાદ નંદીશ્વર ભક્તિ વિશે જણાવતાં લખે છે કે, “કાર્તિક, ફાગણ અને અષાઢ મહિનાના અંતિમ આઠ દિવસોમાં સૌધર્મ પ્રમુખ વિવુધપતિ નંદીશ્વર દ્વીપ જાય છે અને દિવ્ય અક્ષત, ગંધ, પુષ્પ અને ધૂપ આદિ દ્રવ્યથી તે અપ્રતિમ પ્રતિમાઓની પૂજા કરે છે."
દેવલોકના દેવો આદિ નંદીશ્વર દ્વીપ જઈને આઠ દિવસ સુધી ઉત્સવ મનાવે છે. મધ્યલોકનો સામાન્ય જીવ કે અન્ય કોઈ પણ લોકનો જીવાત્મા નંદીશ્વર દીપ જઈ નથી શકતો. તે પોતાના જિનાલયોમાં નંદીશ્વર દ્વીપનું ચિત્ર બનાવીને અને અપ્રત્યક્ષ રૂપથી જિન પ્રતિમાઓની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરે છે. આ રીતે કરવામાં આવતી દ્રવ્યપૂજા કે ભાવપૂજા જ નંદીશ્વર ભક્તિ છે.
સૌધર્મેન્દ્ર અને દેવો દ્વારા મનાવવામાં આવતો આ મહોત્સવ અષ્ટાનિકા મહોત્સવ કહેવામાં આવે છે. જેમાં જિનાલયમાં બિરાજમાન જિન પ્રતિમાઓને અભિષેક સ્વર્ગના ઇન્દ્ર સૌધર્મેન્દ્ર કરે છે અને અન્ય ઇન્દ્રો પણ આ મહોત્સવમાં પૂજા-અર્ચનમાં ભાગ લે છે. મહાદેવીઓ અને અન્ય દેવીઓ પણ અષ્ટ-મંગલ દ્રવ્ય ધારણ કરીને ઊભી રહે છે અને દેવલોકની સુંદર અપ્સરાઓ નૃત્ય કરે છે. આ અષ્ટાનિકા મહોત્સવનું વર્ણન સ્વયં બૃહસ્પતિ માટે પણ અશક્ય છે.
તાત્પર્ય કે નંદીશ્વર દ્વીપ પર ઊજવવામાં આવતો અષ્ટાનિકા મહોત્સવ સૌધર્મેન્દ્ર આદિ દેવો એવો અદ્ભુત રીતે ઊજવે છે કે તેનું વર્ણન કરવું બૃહસ્પતિ જેવા દેવને માટે પણ અશક્ય છે, પછી સામાન્ય જીવને માટે તેનું વર્ણન કરવું ખરેખર દુષ્કર કાર્ય છે અને તે પણ નજર સમક્ષ જોયા વિના વર્ણન કરવું અતિ કઠિન કાર્ય છે.
નંદીશ્વર દ્વીપની સ્તુતિ નંદીશ્વર દ્વીપના આવા અદ્ભુત. મનોહારી, અલૌકિક, કુદરતી જિન