________________
328 ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
પરમાત્માનું સ્વરૂપ બની જાય છે. જિનશાસનમાં જિન બનવું એ કોઈની એકહથ્થુ સત્તા નથી. બધા જ આત્મા-પરમાત્મા બની શકે છે. જિન ધર્મ એટલે કે પરમ આત્માને પરમાત્મા બનાવવાનો માર્ગ છે. એટલે કે જે આત્મા પોતાનાં ઘાતી-અઘાતી કર્મોનો નાશ કરે છે તે દરેક આત્માને પરમાત્મા બનવાનો અધિકાર છે. અહીં કોઈનો એકાધિકાર નથી. જૈનશાસન તો ગુણાધિકાર પર રચાયેલું છે. તેમાં ફક્ત શ્રી આદિનાથ ભગવાન તીર્થંકર પદને પામી શકે છે એવું નથી. પણ બીજા ત્રેવીસ દિવ્યાત્માઓ પણ તીર્થંકર પદને પામી શક્યા છે.
તીર્થંકર પરમાત્માના ગુણોનું જે કોઈ આત્મા સમ્યક્ ભાવે સ્તવન કરે છે તે દરેકને પરમાત્મા પદ મેળવવાનો અધિકાર છે. તેથી જ શ્રી માનતુંગસૂરિએ રચેલ ભક્તામર સ્તોત્ર તેમને જ માનતુંગ બનાવે તેવો એકાધિકાર નથી. કોઈ પણ પામર આત્મા પરમાત્માના ગુણોની સ્તવના કરે છે તે દરેક ‘માનતુંગ' બની શકે છે. એટલે કે શ્રી માનતુંગસૂરિજીની રુચિ૨વર્ણના સંયોજનવાળી, વિવિધ પ્રકારનાં પુષ્પોવાળી માળા જે કોઈ પોતાના કંઠમાં ધારણ કરે છે તે બધા ‘માનતુંગ’ બની શકે છે. આપણા ધર્મ પ્રત્યે ‘માન’ શ્રદ્ધા જ આપણને ‘તુંગ’ એટલે ઉચ્ચ બનાવે છે. આવી ઉચ્ચ શ્રદ્ધા જ આપણને માનતુંગ બનાવીને મોક્ષરૂપી લક્ષ્મી પામવામાં સહાયભૂત થાય છે.
આ સ્તોત્રમાં ‘જિનેન્દ્ર’ શબ્દોનું સંબોધન શ્લોક ૨, ૩૬ અને ૩૭મા કરવામાં આવ્યું છે. શ્લોક બીજામાં સંબંધ જોડીને, શ્લોક ૩૬માં ચરણકમળના વર્ણનમાં અને શ્લોક ૩૭માં ૫રમાત્માના બાહ્ય વૈભવની પૂર્ણાહુતિમાં ‘જિનેન્દ્ર'નું સંબોધન કરવામાં આવ્યું છે.
જિનેન્દ્ર જેવો બીજો શબ્દ છે ‘મયા'.
શ્લોક ૨માં ‘મા” શબ્દ અહમ્ સાથે જોડાયેલો છે. શરૂઆતમાં જે અહમ્નું પ્રતીક હતું તે શ્લોક ૮માં ‘મા’ મારા વડે બની ગયું. તે જ મયા’ આ અંતિમ શ્લોકમાં દર્શાવાયું છે કે હું કરતો નથી. પરંતુ આપની પરમભક્તિથી આ મારા દ્વારા થઈ જાય છે.
‘T’ ‘F’ શબ્દપ્રયોગ પણ આ સ્તોત્રમાં બે વાર કરવામાં આવ્યો છે. શ્લોક ૧૦માં મૂર્ત્યાશ્રિત ય ફદ નાભસમં ોતિ। શું મારો આદિનાથ પ્રભુ આશ્રિતોને પોતાના જેવો નથી બનાવતો ? તેવી જ રીતે આ અંતિમ શ્લોકમાં પણ પત્તે નનો ય ફદ તાતા મનસ્ત્રમાં કર્યો છે.
જેમ દરેક રચનાનો હેતુ હોય છે, હાર્દ હોય છે અને તેના દ્વારા શું ફળ મળે છે તે દર્શાવાયેલું હોય છે. તેમ ‘ભક્તામર’ સ્તોત્રના આ શ્લોકમાં પણ સ્તોત્રકારે આ સ્તોત્રની ફળશ્રુતિ મૂકી છે. આ સ્તોત્રનું પઠન કરવાથી કોઈ પણ પ્રકારની બંધન અવસ્થા પછી તે શારીરિક બંધન અવસ્થા હોય કે આત્માની બંધન અવસ્થા હોય એ દરેક બંધનમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આવું સુંદર ફળ પ્રાપ્ત થાય છે, તે સૂરિજીએ પોતાના બંધનગ્રસ્ત અવસ્થામાંથી મુક્તિના સ્વ ઉદાહરણ દ્વારા બતાવ્યું છે. આ સ્વ ઉદાહરણ જ ભક્તામર સ્તોત્રને અત્યંત પ્રભાવિક બનાવે છે.