________________
|| ભક્તામર તુર્થ્ય નમઃ ।।
‘સ્તુતિવિઘા અને જૈન સ્તુતિશતક'માં કવિનું કાવ્ય કૌશલ્ય પ્રગટ થયું છે. શ્લેષ અને યમકની શાબ્દિક ક્રીડાઓમાંથી ચિત્રકાવ્યનો જન્મ થયો. તે અતિ દુષ્કર કાવ્યનો પ્રકાર છે. અનુલોક-પનિલોક પ્રકારની ચિત્રબંધતામાં સમન્તભદ્રે પોતાનું સાહિત્યજ્ઞાન પ્રગટ કર્યું છે. એક શ્લોકના અક્ષરોના સંયોજનથી દ્વિતીય શ્લોક બનાવવાનું સાહિત્યિક ચાતુર્ય સ્તોત્રમાં પ્રગટ થયું છે. આવા પ્રકારનાં સ્તોત્રો પૂર્વકાલીન શાબ્દિક ક્રિયાપ્રધાન જૈન સ્તોત્રપરંપરાનો નિર્દેશ કરે છે.
98
આ પરથી એમ કહી શકાય કે જો સમન્તભદ્ર વિક્રમની બીજી સદીમાં થયાનું માનવામાં આવે તો જૈન સંસ્કૃત સ્તોત્રસાહિત્યમાં ચિત્રકાવ્યના તેઓ આદ્ય પ્રણેતા હોય તેમ માની શકાય. (૩) ભદ્રબાહુ સ્વામી : વિક્રમની બીજી સદીમાં થયા. જૈન પરંપરામાં પ્રાચીન સ્તોત્રકારો તરીકે ભદ્રબાહુ સ્વામીનું નામ જાણીતું છે.
મુનિશ્રી પુણ્યવિજયજીના મતે સૂત્રો ૫૨ નિર્યુક્તિઓ રચનાર આ ભદ્રબાહુસ્વામી જ છેદસૂત્રોના કર્તા ભદ્રબાહુથી ભિન્ન છે. તેમણે પ્રાકૃતની પાંચ ગાથાઓમાં ‘ઉવસગ્ગહરસ્તોત્ર’ પણ રચ્યું છે. સ્તોત્રના આરંભે કવિ કર્મ બંધનમુક્ત મંગલકલ્યાણ આવાસરૂપ અને વિષધર, વિવિનાશ સ્વરૂપ પાર્શ્વનાથને વંદન કરે છે.
ઉવસગ્ગહરં સ્તોત્રની પ્રથમ ગાથા આ પ્રમાણે છે :
ઉવસગ્ગહરંપાર્સ, પાસ વંદામિ કમ્મદ્દણમુક્યું। વિસહરવિસનિન્નાસ, મંગલકલ્લાણ આવાસ ||૧||’
અર્થાત્, “જેમની સમીપમાં રહેલા દેવો પાર્શ્વ યક્ષ, ધરણેન્દ્ર, પદ્માવતી આદિ ભક્તજનોના સર્વ ઉપસર્ગોને દૂર કરે છે, જેઓ ઘાતીકર્મથી મુકાયેલા હોઈ સર્વજ્ઞ અને સર્વદર્શીપણું પામેલા છે. જેમનું નામસ્મરણ ભયંકર સાપના ઝેરનો નાશ કરનારું છે. તથા જેઓ મંગલ અને કલ્યાણના પરમ ધામ હોઈ સર્વેને એકસરખા પૂજ્ય છે તે પાર્શ્વનાથ ભગવાનને હું મન-વચન કાયાથી શુદ્ધિપૂર્વક વંદન કરું છું.' સ્તોત્રની અંતિમ ગાથા આ પ્રમાણે છે :
“ઇઅ સંઘુઓ મહાયસ, ભત્તિભર નિબ્બરેણ હિયએણ । તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ ! ॥૫॥’'
અર્થાત્ “હે પ્રભો ! મેં આપને અત્યંત ભક્તિથી આ પ્રકારે સ્તવ્યા છે, તેના ફળ રૂપે મને ભવોભવમાં તમારું બોધિબીજ આપો.”
અહીં પંડિત સુખલાલ સંઘવીનું એક વિધાન નોંધપાત્ર છે. તેઓ જણાવે છે કે, “બોદ્ધ પ્રાચીન ત્રિપિટકોમાં અને જૈન આગમોમાં સ્તોત્રો સંસ્કૃતનો ત્યાગ કરી પ્રાકૃત ભાષાને સ્વીકારે છે અને સાથે જ કાલ્પનિક તેમજ પૌરાણિક દેવતાઓનો વિષય છોડી ઐતિહાસિક વ્યક્તિનો વિષય સ્વીકારે છે. એ હિંદુ સ્તોત્રો કરતાં જૈન-બૌદ્ધ સ્તોત્રોની વિલક્ષણતા છે.''
ભદ્રબાહુ સ્વામીએ રચેલા અન્ય મુખ્ય ગ્રંથો બૃહત્ સંહિતા', ‘હોરા શાસ્ત્ર', ‘લઘુ જાતક પંચસિદ્ધાન્તિકા અને ગ્રહશાંતિ', ‘લઘુ સહસ્રનામ સ્તોત્ર' છે.