________________
508 *
॥ ભક્તામર તુર્થ્ય નમઃ II
આ કાવ્યના રચનાકારે અવતરણના દ્વિતીય શ્લોકમાં સૂચવ્યા મુજબ આ કાવ્યનું નામ નેમિસંબોધન' છે. પરંતુ જે ભક્તામર પાદપૂર્તિરૂપના કાવ્યમાં જે તીર્થંકરના ગુણગાન હોય તેનું નામ ભક્તામર સાથે જોડીને તેનું નામ ‘નેમિ-ભક્તામર' રાખવામાં આવ્યું છે.
આ સ્તોત્રનો પ્રારંભ શ્રી નેમિનાથ પ્રભુ રાજિમતી સાથે લગ્નગાંઠથી જોડાવાને માટે શ્રીકૃષ્ણ અને અનેક યાદવો સાથે વરઘોડો જોડીને આવે છે પરંતુ પશુઓનો પોકાર થતાં લગ્નમંડપ સુધી આવી તોરણેથી પોતાનો રથ પાછો ફેરવી લે છે, તે પ્રસંગથી થાય છે. તેમાં વિરહિણી રાજિમતી ઉદ્ગારો દર્શાવેલા છે. પછી પ્રભુના સર્વજ્ઞતાના પ્રભાવની વાત, રાજિમતીનું નેમિનાથ પાસે ગમન, રાજિમતીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને મુક્તિગમન એ આ કાવ્યનો મુખ્ય વિષય છે.
આ સમસ્ત કાવ્ય પણ શ્રી માનતુંગસૂરિ વિરચિત ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ હોવાથી તે વસંતતિલકા છંદમાં રચવામાં આવ્યું છે. પાદપૂર્તિરૂપ અલંકાર વડે આ કાવ્યને મૂળભૂત રીતે અલંકૃત કરવામાં આવ્યું છે. તેની સાથે બીજા અલંકારો પણ દૃષ્ટિગોચર થાય છે.
આ કાવ્યના રચનાકાર શ્રી ભાવપ્રભસૂરિએ અન્ય કૃતિઓ પણ રચી છે. જેમાં વિક્રમ સંવત ૧૭૯૧માં કલ્યાણમંદિર સ્તોત્રના ચતુર્થ ચરણને લઈને પાદપૂર્તિરૂપ કાવ્ય રચ્યું છે, જે અભિનવ કલ્યાણમંદિર સ્તોત્ર કે જૈનધર્મવર સ્તોત્ર તરીકે ઓળખાય છે. આ ઉપરાંત શ્રી પાર્શ્વચન્દ્ર રચિત મહાવીર સ્તોત્ર ઉપર વૃત્તિ રચેલી છે, તથા શ્રી યશોવિજયજીકૃત પ્રતિમાશતક અને નયોપદેશ પર પણ અવસૂરિ રચેલી છે. આના સિવાય હુતાશિની કથા વગેરેની પણ રચના કરેલી છે. (૩) શ્રી સરસ્વતી
ભક્તામર
શ્રી ખેમકર્ણમુનિના અંતેવાસી શ્રી ધર્મસિંહસૂરિએ ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે આ કાવ્યની રચના કરેલી છે. આ ધર્મસિંહસૂરિ કયા ? તેનો નિર્ણય થઈ શક્યો નથી. આ કાવ્યમાં સરસ્વતીની સ્તુતિ હોવાથી તે ‘શ્રી સરસ્વતી ભક્તામર' તરીકે ઓળખાયું છે. તેના પર સ્વોપશ ટીકા છે. અને તે ગુજરાતી ભાષાંતર સહિત કાવ્યસંગ્રહ ભાગ બીજામાં પ્રસિદ્ધ થયેલું છે. (૪) શ્રી શાન્તિ-ભક્તામર
શ્રી કીર્તિવિમલના શિષ્ય શ્રી લક્ષ્મીવિમલે ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે આ કાવ્ય બનાવેલું છે. તેમાં શ્રી શાન્તિનાથ ભગવાનનું ચરિત્ર હોવાથી તે ‘શ્રી શાન્તિ-ભક્તામર’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. આ લક્ષ્મીવિમલ મુનિ આચાર્યપદપ્રાપ્તિ પછી વિબુધવિમલસૂરિ તરીકે ઓળખાયેલ છે. તેમણે સમ્યક્ત્વ પરીક્ષા, ઉપદેશ શતક આદિ ગ્રંથોની રચના કરેલી છે. આ કાવ્ય ભક્તામર પાદપૂર્તિ કાવ્યસંગ્રહ' ભાગ બીજામાં ગુજરાતી ભાષાંતર સહિત પ્રકટ થયેલું છે.
(૫) શ્રી પાર્શ્વ.ભક્તામર
ખરતરગચ્છીય ઉપાધ્યાય શ્રી વિનયપ્રમોદના શિષ્ય શ્રી વિનયલાભગણિએ આ કાવ્ય રચ્યું છે. તેમાં ૪૪ શ્લોકો ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે છે અને ૪૫મો શ્લોક પ્રશસ્તિરૂપ છે.