________________
શ્રી ભક્તામર સ્તોત્ર
217
પર ચંદ્રની બીજી બાજુ પણ ઊપસી આવે છે. અહીં તેમણે પ્રભુના મુખને ચંદ્રની ઉપમા આપવા જતાં જગતના સૌથી સુંદર મુખને કેવો અન્યાય થાય તે તેમણે ચંદ્રની બીજી બાજુ દર્શાવીને વર્ણવ્યું છે. પ્રભુના મુખની તુલના ચંદ્રની સાથે ? આ કેવી રીતે શક્ય છે. કારણ ક્યાં પ્રભુનું મુખ અને ક્યાં ચંદ્રમા ? બંનેમાં તેમને એકાત્મતાની સાથે ઘણો વિરોધાભાસ પણ નજરે આવ્યો. પ્રથમ તુલના અને બાદમાં વિરોધાભાસને તેમણે આ શ્લોકમાં વર્ણવ્યો છે.
શ્રી જિનેશ્વરદેવનું મુખ નિયમિત-નિરંતર દર્શન કરવાયોગ્ય છે. તથા શીતળતા-પ્રસન્નતા અને શાંતરસથી ભરપૂર છે. એ હકીકત જણાવ્યા પછી સ્તોત્રકાર સૂરિજી પ્રભુના મુખનું વર્ણન કરે છે. આ મુખ કેવું છે તો કહે છે કે ઊર્ધ્વલોકમાં સુરેન્દ્ર, ઇન્દ્ર; મધ્યલોકમાં નરેન્દ્ર, ચક્રવર્તી અને અધોલોકમાં નાગેન્દ્ર (ધરણેન્દ્ર) જે પોતપોતાના લોકમાં ઉત્તમ અધિષ્ઠાતા પુરુષો છે. તેમને પ્રભુના મુખે મુગ્ધ કરી દીધા છે. જગતના કોઈ પણ પદાર્થ, જીવ કે અજીવમાં હવે તેમને અહોભાવ કે આદરભાવ રહ્યો નથી. તેમની નજર જગતમાં બીજે ક્યાંય ઠરતી નથી. ત્રણ જગતમાં એવો કોઈ પદાર્થ નથી જેની ઉપમા આપી ભગવાનના મુખારવિંદનું વર્ણન કરી શકે. અર્થાત્ ત્રણે લોકની સર્વોત્તમ ઉપમાઓને પણ પ્રભુનું મુખ જીતી લે છે. ત્રણ લોકમાંથી જે કાંઈ ઉત્તમ વસ્તુ ઉપમા આપવા માટે પ્રાપ્ત થઈ શકે તેમ છે તે તમામ ઉપમાઓને તો પ્રભુનું મુખ નિરસ્ત કરી દે છે.
આ શ્લોક પ્રભુના મુખની અનુપમ વિલક્ષણતાનું અનુપમ ઉદાહરણ છે. કવિઓએ મુખને માટે અનેક ઉપમાઓ આપી છે. મુખકમળ, મુખદર્પણ, મુખચંદ્ર, મુખેન્દુ. આચાર્ય મહાપ્રજ્ઞ આ ઉપમાઓને સમજાવતાં કહે છે કે, “કમળની ઉપમા એટલા માટે છે કે તે કોમળતા, નિર્લેપતા માટે પ્રસિદ્ધ છે. કમળની ઉપમા અનેક અવયવો માટે પ્રયોજાય છે. મુખકમળ, ચરણકમળ, નખકમળ વગેરે. માનતુંગ કહે છે કે મુખ માટે કમળની ઉપમા અપાય છે. પરંતુ આપના (પ્રભુના) મુખ માટે તે ઉપમા લાગુ પડતી નથી. ક્યાં આપના મુખની કોમળતા અને ક્યાં કમળની કોમળતા ! ક્યાં આપની નિર્લેપતા અને ક્યાં કમળની નિર્લેપતા. આપની કોમળતા અને નિર્લેપતાની સામે કમળની કોમળતા અને નિર્લેપતા ટકી જ ન શકે.' આગળ તેઓ કહે છે કે, 'મુખ એવું ચમકદાર દર્પણ જેવું છે કે તેમાં કોઈ પણ પોતાનું પ્રતિબિંબ જોઈ શકે ! માનતુંગ કહે છે કે ક્યાં આપની પારદર્શતા અને ક્યાં દર્પણ ! આપ જેટલા પારદર્શી છો એટલું પારદર્શી કોઈ દર્પણ નથી.’`
કમળની કોમળતા અને દર્પણની પા૨દર્શિતા બંને ઉપમાઓ પ્રભુના મુખ માટે અપૂરતી છે. વિવિધ ઉપમાઓ દ્વારા પ્રભુને ઉપમિત કરી વિભોર થતાં સૂરિજી પ્રભુના મુખને અન્ય કવિઓની જેમ તેને ચંદ્રથી ઉપમિત કરી એકાએક અટકી જાય છે. પ્રભુનું સુંદર ચિત્તાકર્ષક, દેહલાલિત્ય, સૌમ્ય, શીતલ, કોમળ, શક્તિપ્રેરક, શાંતરસથી ભરપૂર, મનોહારિ, નેત્રહારિ, મનભાવન, આહ્લાદક મુખની આભાથી સૂરિજી પ્રભાવિત થઈ ગયા. એમને થાય છે કે, ‘પ્રભુના મુખને હું ચંદ્ર સાથે કઈ રીતે મૂકી શકું ? ક્યાં પ્રભુનું મુખ અને ક્યાં ચંદ્રમા ?
પ્રભુના મુખનું વર્ણન કર્યા પછી સૂરિજીને લાગે છે કે સુંદ૨માં સુંદર મુખને ભલે ચંદ્રમા સાથે સરખાવવામાં આવે પણ એ સરખામણી અહીંયાં આગળ ક૨વી યથાર્થ નથી. કારણ કે ચંદ્રનું