________________
426*
// ભક્તામર તુભ્યે નમઃ ।
આ સાંભળી બ્રાહ્મણો હાંસી કરવા લાગ્યા. પરંતુ બીજે દિવસે પટ્ટરાણીએ ત્રણ નેત્રવાળા પુત્રને જન્મ આપ્યો. અને બારમા દિવસે પટ્ટ હસ્તિનું મરણ થયું. આમ ગુરુ મહારાજે કહેલાં વચનો સત્ય થયાં.
મહીપતિ રાજાએ ગુરુ મહારાજને બોલાવીને રાજ્ય સિંહાસન ઉપર બેસાડવા. જે બ્રાહ્મણો ગુરુના વચનની હાંસી કરતા હતા તેમના મુખ ઝાંખાં પડી ગયાં. તેઓ ગુરુદેવને વંદન કરવા લાગ્યા. ત્યારે પ્રસન્ન મુખે ગુરુ મહારાજ આશીર્વચન આપતાં બોલ્યા કે,
“જે ત્રણે લોકનો આધાર છે; જેનાથી સમુદ્ર, મેઘ, સૂર્ય અને ચંદ્ર નિયમ મુજબ ચાલે છે; જેની કૃપાથી સુર-અસુર મનુષ્યો અને રાજાઓ વડે તેને સંપદા ભોગાવવા દે; જેના આદેશ પ્રમાણે ચિંતામણિ રત્ન, કામધેનુ અને કલ્પવૃક્ષાદિ વર્તે છે તે શ્રી જિનેન્દ્ર કથિત ધર્મ તમોને શાશ્વત લક્ષ્મી આપો.'
આમ હંમેશાં સુખ આપનાર જૈન ધર્મના મહિમાનું શ્રવણ કરી રાજાએ અને બીજાઓએ જૈન ધર્મ સ્વીકાર્યો.
આ શ્લોક સૂરિમંત્ર છે.
પ્રભાવક કથા-૧૩ (શ્લોક ૨૧)
શ્રી વાયક નામના ગામની અંદર પરકાયાપ્રવેશ વિદ્યાના જાણકાર શ્રી જીવદેસૂરિએ ભક્તામર સ્તોત્રના ૨૧મા શ્લોકનો આમ્નાય સહિત જાપ કરીને ચક્રેશ્વરી દેવી પાસેથી સર્વ દેવોને પ્રગટ કરવાની શક્તિ પ્રાપ્ત કરી હતી.
શ્રી જીવદેવસૂરિ વિહાર કરતાં કરતાં સોરઠ દેશમાં શ્રી દેવપત્તનું (પ્રભાસ પાટણ) નગરમાં પધાર્યા. શ્રી સોમનાથ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ત્યાં આવેલું હતું.
પહેલાં આ ગામમાં જૈનોની ઘણી વસ્તી પણ હાલમાં એક પણ જૈન મંદિર નહિ જોવાથી સૂરિજીને ગામમાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે મુનિ મહારાજના વિહાર વિના અને ગામમાં બ્રાહ્મણોનું પ્રસિદ્ધ તીર્થસ્થાન હોવાને કારણે ઘણાં જૈનો બ્રાહ્મણધર્મી થઈ ગયા અને તેથી અત્યારે કોઈ જેન નાંમને પણ જાણતું નથી.
આ સાંભળી સૂરિજીને ખૂબ જ દુઃખ થયું અને જૈનોને ફરીથી જૈન બનાવવાનો વિચાર થયો. આથી તેઓ પોતાના શિષ્યો સાથે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ગયા. આ વાત લોકોમાં ફેલાઈ કે કોઈ જૈન સાધુ શિવ મંદિરમાં ગયા છે. તેથી લોકો એકત્રિત થવા લાગ્યા. સૂરિજીએ ચક્રેશ્વરી દેવી પાસેથી મેળવેલી વિદ્યાના પ્રભાવના આધારે સોમેશ્વરને બોલાવ્યા પછી બ્રહ્મા તથા વિષ્ણુને પ્રાસાદમાંથી આવતા બતાવ્યા. સૂર્ય, ગણેશ, સ્કન્ધ વગેરેને પણ બતાવ્યા. આમ બધા દેવોને એક સાથે પ્રગટ થયેલા જોઈ આશ્ચર્યમુગ્ધ બની ગયા. વળી શિવને ચંદ્રપ્રભુના જિન મંદિર તરફ જતા,