________________
મહાન પ્રભાવિક સ્તોત્ર : 465 જાય છે. જો અશ્રાવ્ય ધ્વનિ વડે હીરો તૂટી શકે તો, અશ્રાવ્ય શક્તિ વડે લોખંડની બેડી કેમ ના તૂટી શકે ? Ultrasound Technologyનો આ સિદ્ધાંત વિજ્ઞાનના ક્ષેત્રમાં આશીર્વાદ સમાન છે. રોગીને બેહોશ કર્યા વગર Lithotripter પણ શક્તિસંપન્ન ધ્વનિસંકેતો દ્વા૨ા પથરી (Stone) તોડવાનું કામ કરે છે. રોગીને સીધો સુવડાવીને તેની કમર નીચે રાખેલી Hydrolic Tankમાં ગુદા ઉપર સીધો પ્રવાહ થાય છે. તેમાં ન તો દર્દીને કોઈ પીડા થાય છે અને ન તો કિરણોત્સર્ગનો કોઈ ભય રહે. એટલું જ નહિ, પથરી તોડવાની આ પ્રક્રિયા Lithotripter Monitoring Unitમાં પડદા ઉપર જોઈ શકાય છે.
તેથી વૈજ્ઞાનિક દૃષ્ટિએ એમ માની શકાય કે સૂરિજીના આવા અપૂર્વ સર્જન વડે તેમની લોખંડની બેડીઓનાં બંધનો તૂટી ગયાં. પરમાત્મા સાથે ભક્તિપૂર્વક એકાગ્રતામાં તેમનું નિજાત્મસ્વરૂપ પ્રગટ થયું હતું. પરિણામે લોખંડની બેડીઓની સાથે ૫૨માર્થમાં અવરોધક એવી કર્મોની બેડીઓ પણ તૂટતી જતી હતી.
ધ્વનિ નાદની આવી અપાર શક્તિ છે કે જેના દ્વારા લોખંડની બેડીઓ પણ તુટી જાય છે. આ એક અદ્ભુત ચમત્કાર છે જેને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ સાબિત કરી શકાયો છે.
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ ભક્તામર સ્તોત્ર આપણામાં પરિવર્તન લાવી શકે છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ભક્તામરને Healing Process Therapyની માન્યતા આપી શકાય. Healing Therapyનું વિજ્ઞાન એક એવી ચિકિત્સા આપે છે કે જ્યાં આપણા પ્રાણ, પ્રવાહ રુદ્રઅવરુદ્ધ બની ગયા હોય તેના દ્વારા પ્રાણઊર્જા આંદોલિત કરવામાં આવે છે. આ પ્રાણઊર્જા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દસ વિભાગમાં વિભક્ત છે. મનની શક્તિ દ્વારા એ પ્રાણઊર્જા એ દશેય વિભાગોમાં નિરંતર રચનાત્મક કાર્ય કરે છે. સ્તોત્રની વર્ણમાળા હકારાત્મક તેમજ રચનાત્મક આંદોલનો જગાવે છે. આ કારણે આ માનસિક અથવા શારીરિક કોઈ પણ રોગ અથવા પ્રતિક્રિયાથી મુક્તિ અપાવે છે. ભક્તામર સ્તોત્રમાં ભક્તિ દ્વારા ઊર્જાન્વિત સાધકની પિચ્યુટરી ગ્રંથિમાંથી A.C.T.H. નામના હોર્મોન્સ નીકળવાના શરૂ થાય છે. પરિણામે તેની પ્રાણઊર્જામાં આલ્ફા તરંગો આંદોલિત થાય છે અને તેને કારણે તે સઘળી માનસિક પીડાઓથી મુક્ત થઈ જાય છે. સ્વયં આનંદથી ભરપૂર બની જાય છે અને તેના ઓરા પણ એટલા જ પ્રભાવશાળી બની જાય છે કે તેની પાસે જે આવે છે તે પ્રસન્ન થઈ જાય છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ આ સ્તોત્રમાં વિશિષ્ટતા રહેલી ણાય છે. દરેક વ્યક્તિ માનસિક રીતે અશાંત હોય છે ત્યારે પ્રભુના ચરણ-યુગલમાં શરણાગતિ સ્વીકારે છે અને જ્યારે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા પછી ચિત્તમાં એકાગ્રતા આવે છે. ત્યારે પ્રભુ સાથે તાદાત્મ્ય સંધાય છે. તે સમયે માનસિક તાણ, અશાંતતા આપોઆપ દૂર થઈ જાય છે. આમ, આ સ્તોત્રમાં મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ રહેલો છે.