________________
ભક્તામર સ્તોત્રમાં મંત્ર-યંત્ર – તંત્ર અને અષ્ટકો જ 471 શબ્દસમૂહમાં નિશ્ચિત આવર્તનથી જીવ, બ્રહ્મ અને બ્રહ્માંડનું એક્ય જાણવાની શક્તિ મંત્ર વડે મળે છે. જેના મનનથી સંસારના પાશબંધનથી પ્રાપ્ત થનારી જીવદશાની મુક્તિ સાધ્ય બને છે તે મંત્ર' છે અને જેના જયથી ધર્મ, અર્થ, કામ તથા મોક્ષાદિ ચતુર્વર્ગની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે પણ મંત્ર છે."
માનવીનું મન અતિશય ચંચળ છે તેની વૃત્તિઓને કાબૂમાં લઈ એકાગ્ર કરવાનું કામ મંત્ર કરે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સાથે મંત્રશક્તિનો સીધો સંબંધ છે. ગુપ્તપણે કહેવાય છે તે મંત્ર છે. ડૉ. શિવશંકર અવસ્થી લખી છે કે “ચિત્ત જ્યારે બાહ્યસમૂહને ઉપસંહ્નત કરીને, અન્તર્મુખ થઈને ચિદ્રુપતા સાથે અભેદ વિમર્શ પ્રાપ્ત કરે છે, તે જ તેની ગુપ્ત મંત્રણા છે, જેને કારણે તેને મંત્રની અભિધા મળે છે તેથી મંત્રદેવતાના વિમર્શમાં તત્પર તથા દેવતા સાથે જેણે સામંજસ્ય પ્રાપ્ત કરી લીધું છે. એવા આરાધકનું ચિત્ત જ મંત્ર છે. માત્ર વિચિત્ર “વર્ણ સંઘટના
જ નથી."
મંત્રોની રચના કેવી રીતે થાય છે? એના ઉત્તરમાં એમ માનવામાં આવે છે કે દરેક અક્ષર એ મંત્ર સમાન છે. દરેક અક્ષરમાં મંત્રબીજ છુપાયેલો હોય છે. શ્રી સારાભાઈ નવાબ જણાવે છે કે “મંત્ર એટલે અમુક પ્રકારના અક્ષરોની સંકલના. જેમ આકર્ષણશીલ વિદ્યુતના સમાગમથી તણખો ઉત્પન્ન થાય છે તેમ જુદા જુદા સ્વભાવવાળા અક્ષરોની યથાયોગ્ય રીતે સંકલના-ગૂંથણી કરવાથી કોઈ અપૂર્વ શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે.”
અર્થાત્ મંત્ર એવું વિજ્ઞાન છે, જેનાથી શક્તિનો ઉદ્ભવ થાય છે. જેનાથી મનમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે. મંત્ર એવી મનોભૂમિ તૈયાર કરે છે જેમાં ભગવાનની સત્તા કેન્દ્રીભૂત થાય છે અને આ મંત્રશક્તિ દ્વારા ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. અર્થાત્ મંત્રમાં એટલી દિવ્યશક્તિ રહેલી છે કે ભક્તને ભગવાન સાથે તદાભ્યતા સાધવામાં અને તેમાં એકાકાર થવામાં મદદ કરે છે.
મંત્ર હંમેશાં ગુરુ પાસેથી ગ્રહણ કરવામાં આવે છે. મંત્ર ગ્રહણ કરવા માટે સાધકની કેટલી તીવ્ર ઇચ્છા કે ભક્તિ છે તે પરથી મંત્રનું ફળ મળે છે. જે મંત્ર ગ્રહણ કરવામાં સાધકની પ્રબળ ઇચ્છા અને દૃઢ ભક્તિ હોય તે મંત્ર સાધકને માટે ઉત્તમ છે... પછી સિદ્ધાદિચક્રનું શોધન કરતાં ભલે તે અરિના–શત્રુના કોઠાને પ્રાપ્ત થયેલો હોય, મંત્ર, તીર્થ, બ્રાહ્મણ, દેવ, જ્યોતિષી, ઓષધ અને ગુરુની બાબતમાં જેની જે પ્રકારની ભાવના હોય તેને તે પ્રકારની સિદ્ધિ થાય છે.
મંત્રને મનના ભાવ સાથે સંપૂર્ણ સંબંધ ગ્રાહ્ય છે. જેવા મનના ભાવ હોય છે તેવો મંત્રનો પ્રભાવ જોવા મળે છે. અથવા તો મનના જેવા ભાવ હોય, જે પ્રમાણે મંત્રનું મનન-જાપ જે ભાવથી કરવામાં આવે તે પ્રમાણનું મંત્રફળ પ્રાપ્ત થાય છે. જો મંત્રનું વિશુદ્ધ ભાવપૂર્વક આરાધન કરવામાં આવે તો તે ચોક્કસ ફળે છે. જે સૂત્રનું વારંવાર મનન કરવામાં આવે છે તેને મંત્ર કહેવાય છે. અને આવા મંત્રનું વારંવાર મનન ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તેની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લેવામાં આવે છે. સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વકની શરણાગતિ સ્વીકારી લેવાનું મુખ્ય કારણ એ છે કે પહેલાંના