________________
પ્રભાવક કથાઓ 433 તેને દર્શન થયાં. આચાર્યશ્રીનો ધર્મોપદેશ સાંભળી જૈન ધર્મનો સ્વીકાર કર્યો. અને તેમણે સોમરાજને શ્રી ભક્તામર સ્તોત્ર તથા શ્રી નવકારમંત્રના આમ્નાયો વિધિપૂર્વક બતાવ્યા, જેનું તે નિત્ય પઠન કરવા લાગ્યો. અનુક્રમે ફરતાં ફરતાં તે હસ્તિનાપુર નગરે આવી પહોંચ્યો. ત્યાંની રાજકુમારી મનોરમા પર મદોન્મત્ત હાથીનો ઉપસર્ગ થયો. આવી પડેલા ઉપસર્ગ વખતે સોમરાજે ૩૪મી ગાથાનું સ્મરણ કર્યું અને શ્રી ચકેશ્વરી દેવીના સાંનિધ્યથી હાથીને વશમાં લઈને રાજકુમારીને છોડાવી. રાજાએ ઇનામમાં સારું દ્રવ્ય આપી વિદાય કર્યો. સોમરાજે બીજી વખત રાજકુમારીને વ્યાધિમાંથી મુક્ત કરી જેના હૃદય સિંહાસન પર સોમરાજ બિરાજતો હતો. રાજાએ પોતાના ઢંઢેરા પ્રમાણે પોતાની પુત્રી મનોરમાને સોમરાજ સાથે પરણાવી અને રાજ્યનો ચોથો ભાગ આપ્યો. આમ સોમરાજ રાજ્ય તેમજ રાજકન્યાનો ભોક્તા થયો.
ભયનિવારણના વર્ણનવાળી આ ગાથાના મંત્રો અંગે શ્રી ગુણાકરસૂરીશ્વરજી મહારાજ સ્પષ્ટ જણાવે છે કે
“एषु वृतेषु वक्ष्यमाणा: तत् तत् भाहरवृतवणा एव मंत्रा पुन: पुन: स्मर्तव्या: अतो नापर मंत्र નિમ્ II”
શ્રી ગુણાકરસૂરીશ્વરજીના ઉપરોક્ત ઉલ્લેખનો સ્પષ્ટ અર્થ થાય છે કે શ્લોક ૩૪થી શ્લોક ૪૨ સુધીના શ્લોકમાં અનુક્રમે -
(૧) હાથીનો ભય દૂર કરનાર (૨) સિંહનો ભય દૂર કરનાર (૩) અગ્નિનો ભય દૂર કરનાર (૪) સર્પનો ભય દૂર કરનાર ૫) યુદ્ધનો ભય દૂર કરનાર (૬) જલનો ભય દૂર કરનાર (૭) વ્યાધિ રોગનો ભય દૂર કરનાર (૮) બંધનનો ભય દૂર કરનાર
શબ્દોનો ઉલ્લેખ છે. આ શબ્દો – આ વર્ણ – આ અક્ષરો જ મંત્ર છે. માટે બીજા કોઈ મંત્રોની આ શ્લોકના આરાધ્ય મંત્ર રૂપે જરૂર નથી. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે પોતાની ટીકામાં અન્ય મંત્રો આ શ્લોક માટે સંબંધિત બતાવ્યા છે.
શ્રી ભક્તામર સ્તોત્રના શ્લોકોના પ્રભાવો વાંચવામાં આવે છે. આ શ્લોકોનો પ્રભાવ શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબને થયો હતો. તેમણે પોતાના ભક્તામર દર્શન' પુસ્તકમાં એ પ્રસંગ વર્ણવતા જણાવ્યું છે કે, “ઉટીના હાથીના વિકરાળ જંગલમાં મેં આ ગાથાના ચમત્કારોનો પણ અનુભવ કરેલો છે. અમારી તથા મુનિરાજ નંદિયશવિજયની પાછળ હાથી દોડીને આવ્યો હતો. હાથીની ભયંકર દોડથી અમને આશ્ચર્ય થયું હતું. આખરે અંતિમ સમય સમજી રસ્તાની એક બાજુમાં ગયા. ત્યાં નવકારમંત્ર અમારો ઇષ્ટ મંત્ર અને આ ભક્તામરની ગાથાન પાઠ કરતાં જ હાથી શાંત થઈ ગયો હતો. તેણે અમારા ચરણોનો સૂંઢથી બે-ત્રણ વાર સ્પર્શ કર્યો હતો. અને ખૂબ જ આનંદપૂર્વકની ગર્જના કરી હાથી પસાર થઈ ગયો હતો.'