________________
188 છે ભક્તામર સુભ્ય નમઃ || રહેલો મગરમચ્છ વગેરેનો સમૂહ ઉપર આવીને ઊછળવા માંડે છે અને પ્રલય થાય છે.
ગમ્યુનિધિમ – સમુદ્રને, નવું – જલ, તેનો નિધિમ્ – ભંડાર અર્થાત્ સમુદ્રસાગર. મુનાભ્યામ્ – ભુજાઓ વડે, બે હાથ વડે, રીતુમ – તરવાને – કોણ મનુષ્ય મતમ્ – સમર્થ છે ? ભાવાર્થ :
હે ગુણસમુદ્રપ્રભો! તમારા ચંદ્રના જેવા ઉજ્વલ ગુણોને કહેવા માટે બૃહસ્પતિ જેવો મનુષ્ય પણ ક્યાં સમર્થ છે ? એવા તો પ્રલયકાળના પવનથી જેમાં મગરમચ્છ વગેરે ભયંકર જળચર પ્રાણીઓ ઊછળી રહેલાં છે, એવા સમુદ્રને પોતાની ભુજાઓ વડે તરવાને કયો મનુષ્ય શક્તિમાન છે ?'' વિવેચન : ગાથા - ૪
સ્તોત્રની રચના કરી સૂરિજી પોતે ઉપાડેલું જિનગુણ-સ્તુતિ રચવાનું કાર્ય કેટલું ગંભીર અને કઠિન છે તેનું વર્ણન કરે છે. આ સમયે તેમના મનમાં એક અંતર્લ ચાલી રહ્યું છે. જ્યારે કોઈ મોટો પ્રશ્ન સામે આવે છે ત્યારે માનવીના મનમાં એક અંતર્ધ શરૂ થઈ જાય છે. આવા સમયે મનની સ્થિતિ બહુ ચિત્રવિચિત્ર થઈ જાય છે. આવી ક્ષણોમાં જ પ્રભુ સાથે, દેવાધિદેવ, સર્વજ્ઞ સાથે, પોતાના આત્માની સાથે સીધો સંબંધ સ્થપાઈ જાય છે. આવા સમયે સૂરિજી પ્રભુને કહે છે કે, “હે પ્રભુ ! તમે તો ગુણોના મહાસાગર જેવા છો. એટલે કે તમે અનંત ગુણોથી ભરેલા છો. અને તેથી સોળે કળાએ ખીલેલા ચંદ્રમાની જેમ શોભાયમાન અને આદરણીય છો. તમારો દરેક ગુણ ચંદ્રમાની જેવો ઉજ્જવલ છે. તમારામાં એટલા બધા ગુણો ભરેલા છે કે બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન તમારા આ બધા ગુણોની યથાર્થ સ્તુતિ કરી શકતા નથી. તો મારા જેવા અલ્પબુદ્ધિવાળો તમારા અનંતગુણ સમુદ્રનું વર્ણન શી રીતે કરી શકે ?”
સૂરિજી સર્વજ્ઞની અલૌકિક સ્તુતિ કરતા જાય છે અને સાથે સાથે નમ્રતા પણ પ્રગટ કરતા જાય છે. આપના ગુણો તો દરિયા જેટલા ને મારી બુદ્ધિ અલ્પ ! હે દેવ ! ઉપશમ રસથી ઊછળતા આપના કેવળજ્ઞાનાદિ અનંત ગુણસમુદ્રનું વર્ણન કોણ કરી શકે ? અરે બૃહસ્પતિ જેવા એટલે કે દેવોમાં ગુરુ સમાન, બાર અંગધારક તેઓ પણ અસંખ્ય વર્ષો સુધી હજારો જીભે આપના ગુણગાન ગાય તો પણ આપના ગુણોનું વર્ણન કરી શકતા નથી. એનો પાર તો અનુભવથી જ પમાય છે. વચનથી કે વિકલ્પોથી પાર નહિ પમાય. એમ લક્ષમાં રાખીને આપના પરની પરમ પ્રીતિને લીધે હું આપના ગુણોનું સ્તવન કરું છું.
અહીં સૂરિજીએ મનોમન વિચાર્યું છે કે પોતાનામાં જેટલી ક્ષમતા છે તેનો ઉપયોગ કરવો છે. આ સંકલ્પની સાથે અંતર્ધદ્ધ સમાપ્ત થઈ ગયું અને સ્તુતિનો પ્રવાહ અવિરત બની ગયો. ભગવાનના ગુણની સ્તુતિ ભાવની વિશુદ્ધિ માટે છે. તે વિશુદ્ધિથી સંવર નિર્જરા પણ થાય છે. અને ભવનો નિસ્વાર થાય છે.