________________
252 ભક્તામર તુલ્યું નમઃ | શબ્દાર્થ
સ્ત્રીનાં શતાનિ – ક્રોડો સ્ત્રીઓ શતશ. – સેંકડો પુત્રીન: – પુત્રોને નનયત્તિ – જન્મ આપે છે કન્યા – બીજી કોઈ નનની – માતા દુપમ – આપના સમાન સુત” – પુત્રને ન પ્રસૂતા – જન્મ આપેલ નથી સર્વાહિશ: – સર્વે દિશાઓ માનિ – નક્ષત્રોને પતિ – ધારણ કરે છે પ્રવિણવ તિર્ – પૂર્વ દિશા જ, માત્ર પૂર્વ દિશા શુળીનમ્ – દેદીપ્યમાન કિરણોના સમૂહથી યુક્ત નિયતિ – જન્મ આપે છે સહસ્ત્રન્િ – સૂર્યને. ભાવાર્થ :
“હે નાથ ! આ જગતમાં ક્રોડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે, પરંતુ આપની માતા સિવાય કોઈ પણ બીજી સ્ત્રીએ આપના સમાન પુત્રને જન્મ આપ્યો નથી. ખરેખર ! અન્ય સઘળી દિશાઓ નક્ષત્રો-તારાઓને ધારણ કરે છે, પણ પૂર્વ દિશા જ એક એવી દિશા છે કે જે દેદીપ્યમાન કિરણોના સમૂહવાળા સૂર્યને જન્મ આપે છે.' વિવેચન : ગાથા ૨૨
સ્તોત્રકાર સૂરિજીએ આગળ શ્લોક ૧૧માં પ્રભુને અનિમેષ નયને અપલક જોવાની અને ઉદાહરણ તરીકે ક્ષીરસમુદ્રના સફેદ દૂધ જેવા અને સ્વાદમાં મીઠા જળની ઉપમા લઈ શ્રી જિનેશ્વરદેવના જન્મકલ્યાણક તરફ નિર્દેશ કર્યો હતો. શ્લોક ૧૫માં નીલાંજના જેવી દેવાંગનાઓએ પણ પ્રભુના મનને ચલાયમાન ન કર્યું, એ વાત દ્વારા પ્રભુના દીક્ષા કલ્યાણક તરફ નિર્દેશ કરેલો. ત્યારબાદ શ્લોક ૧૬માં વિશ્વમાં રહેલા અણુ-પરમાણુઓના દ્રવ્ય સ્વભાવ તેમજ પર્યાય સ્વભાવને જાણનારા, સ્વયંભૂ દીપક કહી પ્રભુના જ્ઞાનકલ્યાણક તરફ નિર્દેશ કરેલો અને હવે આ શ્લોકમાં પ્રભુની માતાની અદ્વિતીયતા તેમજ તેમના અહોભાગ્યની વાત સૂરિજી કરે છે.
સ્તોત્રકાર સૂરિજી સ્તુતિક્રમમાં આગળ વધતાં શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે, “હે પ્રભો ! તમારી માતા મરુદેવાને ધન્ય છે કે જેણે તમને જન્મ આપ્યો. પ્રભુ જેવા મહાસમર્થ બાળકો બહુ ઓછાં જન્મે છે. આ જગતમાં અનેક સ્ત્રીઓ મળીને સેંકડો પુત્રોને જન્મ આપે છે. પરંતુ હે પ્રભુ ! તમારા જેવા પુત્રરત્નને જન્મ આપનારી માતા તો ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય બાળકોને જન્મ સમયે મતિ અને શ્રુતિ એ બે જ્ઞાન હોય છે. ત્યારે તીર્થકરો જન્મ સમયે મતિ, શ્રુતિ અને અવધિજ્ઞાનથી યુક્ત તેમજ જન્મથી ચાર વિશિષ્ટ અતિશયવાળા હોય છે. આવા બાળકને બીજી કઈ માતા જન્મ આપી શકે ?
તીર્થકરો જન્મથી જ નીચે પ્રમાણેના ચાર વિશિષ્ટ અતિશયવાળા હોય છે : (૧) લોકોત્તર સ્વરૂપવાન દેહ (૨) સુગંધિત શ્વાસોચ્છવાસ