________________
300 * || ભક્તામર તુર્થ્ય નમઃ ।।
સૂરિજીએ ‘કલ્પાન્તકાલ’ શબ્દ પ્રયોજ્યો છે. દાવાનલના અગ્નિને ‘કલ્પાન્તકાલ'ના અગ્નિ જેવો કહ્યો છે. આગમ સાહિત્યમાં કલ્પાન્તકાલના અગ્નિનું વર્ણન મળે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે છઠ્ઠા આરામાં અગ્નિની વર્ષા થશે. કલ્પાંતકાળનો અગ્નિ મહાભયાનક હોય છે. કલ્પાન્તકાલ એટલે પ્રલયકાળ. અવસર્પિણી કાળના અંતમાં પ્રલયકાળ શરૂ થશે. પ્રચંડ વાવાઝોડાથી ભભૂકી ઊઠેલી, ભયંકર દાવાનલની ધગધગતી અગ્નિની જ્વાળાઓ સર્વ વિનાશનું સર્જન ક૨શે. ત્યારે આ શ્લોકનું સ્મરણ કરવાથી આ ઉપસર્ગ આરાધક જીવને અડકી શકશે નહિ. આમ સૂરિજીએ અત્યારથી દાવાનલના નિવારણનો ઉપાય બતાવ્યો છે.
સૂરિજીએ છઠ્ઠા આરામાં દાવાનલ જેવા અગ્નિ સામે રક્ષા મેળવવા માટે પોતાના સમયમાં જ તેના નિવારણ માટેનો ઉપાય ગોતી કાઢ્યો. સૂરિજીની અગમ દૃષ્ટિ કેટલી અલૌકિક છે.
પરમાર્થની દૃષ્ટિએ આ શ્લોકને સમજાવતાં ડૉ. સરયૂ મહેતા જણાવે છે કે, “રાજા પ્રલયકાળના ઉદ્ધત દાવાનલ જેવો છે. આ અગ્નિને પ્રલયકાળનો પવન વિશેષ ઉદ્દીપ્ત કરે છે. તેમ રાજાને અન્ય દરબારીઓ વિશેષ કુપિત કરે છે અને એ ક્રોધની નિશાનીઓ ચારે બાજુએ પ્રગટવા લાગે છે. આવો કાળઝાળ થતો રાજા સર્વનાશ કરવાની ઇચ્છા સાથે ઉપસર્ગ કરવા આવે તો પણ પ્રભુના નામસ્મરણરૂપી જળ ભક્તને કશું પણ નુકસાન પહોંચવા દેતું નથી. એટલે કે દાવાનલને જેમ પાણી શાંત કરે છે તેમ કુપિત રાજાને પ્રભુના સ્મરણરૂપી જળ શાંત કરે છે અર્થાત્ અગ્નિ બુઝાવે છે.'''
અહીં સૂરિજીની પ્રભુ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા વ્યક્ત થાય છે. પોતે પ્રભુભક્તિમાં લીન બની ગયા છે. ક્રોધિત રાજાએ તેમને જંજીરોથી જકડીને કેદખાનામાં પૂર્યા છે. તેનો તેમને જરાપણ રંજ નથી. તેમને પ્રભુ પ્રત્યે અડગ વિશ્વાસ છે કે તેમના નામસ્મરણના પ્રભાવથી ક્રોધાયમાન રાજા શાંત થશે, અને પોતાને થયેલા ઉપસર્ગો શાંત થશે. તેથી તેઓ નિશ્ચિતભાવે પ્રભુભક્તિમાં લીન થઈ ગયા છે.
તત્ત્વાર્થ દૃષ્ટિએ જોઈએ તો દાવાનલના મહાભયંકર રૂપને પ્રતીક બનાવીને અહીં માયાને દર્શાવવામાં આવી છે. સમસ્ત સંસારને પોતાની લપેટમાં લઈને માયા એ સર્વનાશનું દ્યોતક છે. માયા સમસ્ત કષાયોની સાથે રહે છે. એટલે કષાયને અગ્નિની ઉપમા આપવામાં આવી છે અને તે શાસ્ત્રોચિત છે. કષાયોગ્નિ ચારિત્રસ્વરૂપ વીતરાગતાનો ઘોત કરે છે. આ કષાયોગ્નિને ઠારવાનો બુઝાવવાનો એકમાત્ર ઉપાય સમભાવ વીતરાગતારૂપ શ્રી જિનેશ્વરદેવનું નામસ્મરણરૂપી જળના સિંચન જેવું છે.
કષાય એટલે કષ + આય = કષાય. કષ એટલે સંસાર અને આય એટલે પ્રાપ્તિ. જેનાથી સંસારની પ્રાપ્તિ થાય તેનું નામ કષાય છે. ચારિત્ર-મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન આત્માના સહજ, પરમ નિરાકુળતા સ્વરૂપ સુખનો ઘાત કરનાર, મહાઆકુળતા સ્વરૂપ દુઃખનું કારણ તેમજ જીવનો પરદ્રવ્યમાં રાગદ્વેષરૂપ ભાવ તેનું નામ કષાય છે. આ કષાય ચાર પ્રકારે છે : ક્રોધ, માન,