________________
266 * ।। ભક્તામર તુલ્યું નમઃ II
પી ગયા અને દેવોને અમૃત વહેંચ્યું. જે પણ ભક્ત ૫૨માત્માનું સ્મરણ કરે છે એના અમંગળનો નાશ થઈ જાય છે.
અહીં પ્રભુને સર્વ અમંગળનો નાશ કરનાર જણાવ્યા છે. સંસારનાં સઘળાં દુઃખોનો નાશ કરી, મંગળ-આનંદ પ્રવર્તાવનાર તરીકે વર્ણવ્યા છે. ડૉ. સરયૂ મહેતા પ્રભુને શંકર તરીકે આલેખતા લખે છે કે, “પ્રભુ ! તમે જ ખરા શંકર છો, કારણ કે જગતનું સાચા અર્થમાં રક્ષણ તો તમે જ કરી શકો છો. સર્વ કર્મનો નાશ કરવાનો માર્ગ આપના સિવાય પ્રાપ્ત થતો નથી. વળી પ્રત્યેક જીવોને કર્મથી—અશુભ છોડાવવાનું કાર્ય તમે કરો છો, અને એ દ્વારા આત્માના ઉજ્વલ ગુણોનું ૨ક્ષણ કરી સુખ અને શાંતિના સામ્રાજ્યમાં તેને સ્થાપો છો. વળી કોઈને લેશ પણ દુઃખ પહોંચાડવા જેવા કાર્યથી દૂર રહો છો. શંકર તો બાહ્ય અપેક્ષાએ રક્ષણ કરે છે ત્યારે તમે તો બાહ્યા તેમજ આંતર એમ બંને અપેક્ષાથી ત્રણે જગતનું રક્ષણ કરો છો. વળી શંકર તો બાહ્ય અનિષ્ટો દૂર કરે છે, તમે બાહ્યાંતર બંનેને દૂર કરવા સમર્થ છો, અને એ જ તમારું સાચું શંક૨૫ણું છે.’૩૫
અર્થાત્ શંક૨ એ સર્વ અમંગળનો નાશ કરનાર છે. ‘શમ્ řોતિ કૃતિ શંર:' – શંકર એટલે સુખકર, જીવોને સુખી કરે છે તે શંકર. શંકરનું કાર્ય સર્વ અશુભ-અમંગળનો નાશ કરવાનું છે. શંકર એ બાહ્ય દુઃખ, સંકટ આદિનો નાશ કરે છે, પરંતુ તીર્થંકર ભગવાન શાન-દર્શન-ચારિત્રરૂપ આરાધનાનો બાહ્ય ભાગ બતાવીને આત્માને લાગેલાં સર્વ ઘાતી-અઘાતી કર્મો કષાયોનો આંતરિક રીતે સર્વથા લોપ કરે છે. અર્થાત્ મોક્ષરૂપી શાશ્વત સુખ, શાંતિ, પરમ આનંદ મેળવવાનો રત્નત્રયીરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રનો માર્ગ બતાવીને સંકટોથી ભરેલા સંસારની ભવભ્રમણાનો ક્ષય કરીને શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવનાર શંકર, પ્રભુ તમે જ છો. આમ આપણો પ્રભુ શંકરરૂપ પણ છે જે બાહ્ય અને આંતરિક બંને પ્રકારનાં સંકટોનો નાશ કરીને આત્માને તેના નિજ રૂપે પ્રગટ કરી શાશ્વત સુખનો સ્વામી બનાવે છે, અને આ સઘળું હે પ્રભુ ! આપના ઉપદેશનું જ ફળ હોવાથી આપ જ સુખકર શંકર છો.
ત્રીજી પંક્તિમાં સૂરિજીએ શ્રી આદિનાથ ભગવાનને બહ્મા કહ્યાં છે. બ્રહ્મા એટલે ધાતા-વિધાતા. મોક્ષમાર્ગની વિધિનું વિધાન કરનાર વિધાતા છે. અને આ વિધાન શ્રી જિનેશ્વરદેવે કરેલું છે. માટે તેઓ બ્રહ્મા પણ છે. ધાતામાં ‘ધૃ’ ધાતુ છે. ‘ધૃ ધારયતિ તિ ધર્મઃ' અને સંસારસમુદ્રમાં ડૂબાડૂબ અને ઉપર આવવા તરફડતા જીવોને ઉદ્ધારી પાર ઉતારવામાં સહાયભૂત થાય તેનું નામ ધર્મ. સૂરિજી કહે છે કે હે પ્રભુ ! ધર્મ-અર્થ-કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થને બતાવનાર તેમજ દુઃખરૂપી મહાસાગરમાં ડૂબતા જીવોને આલંબન સ્વરૂપ આપ જ વિધાતા—બ્રહ્મા છો. આપે રાજ્યકારોબાર દરમ્યાન પ્રજાજનોને અર્થ અને કામના પુરુષાર્થનો ઉપદેશ આપી જીવનનિર્વાહનો માર્ગ બતાવ્યો અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ સમવસરણમાં બેસી જગતના જીવોને ધર્મ તેમજ મોક્ષના પુરુષાર્થનો ઉપદેશ તેમજ માર્ગદર્શન આપે જ કરેલ હોવાથી આપ જ વિધાતા એટલે કે બ્રહ્મા છો. વિધાતા