________________
420 ભક્તામર સુભ્ય નમઃ | એક એવો રસ છે કે જે લોઢા પર પડતાં સોનું થઈ જાય. કેશવ દોરડું બાંધી રસકૂપિકામાં ઊતર્યો. તુંબડી ભરી રસ લઈ આવ્યો, કાપાલિકે રસ લઈ લીધો અને દોરડું કાપી કેશવને કૂવામાં ધકેલી દીધો. કુવામાં પડ્યા પડ્યા તેણે શ્લોકો ૮-૯નું સ્મરણ કર્યું. સ્તોત્રના પ્રભાવથી શ્રી ચક્રેશ્વરી દેવી હાજર થયાં. કેશવને કૂવામાંથી બહાર કાઢ્યો અને નિર્ધનતા નિવારણાર્થે મહામૂલ્યવાન આઠ રત્નો આપ્યાં.
કેશવની લોભવૃત્તિ હજી નષ્ટ નહોતી પામી. તેણે આગળ મુસાફરી લંબાવી. રસ્તામાં સાર્થવાહનની વૃત્તિ કેશવ પાસેનાં રત્નો પડાવી લેવાની થઈ. તે કેશવને દુઃખ દેવા લાગ્યો. આવે વખતે કેશવે અનન્ય શ્રદ્ધાથી એકાસણા કરી શ્લોકોનો પાઠ કરવો શરૂ કર્યો. તેના પ્રભાવથી ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને પેલા ઠગ-સાર્થવાહનને પોતાના પ્રભાવ બતાવી ભગાડી મૂક્યા અને કેશવને વિપત્તિમાંથી છોડાવ્યો. આ વિપત્તિમાંથી મુક્ત થઈ કેશવ આગળ વધ્યો. વિષમ જંગલમાં મધ્યાહ્નકાળે સૂર્યનો તાપ સખત પડી રહ્યો હતો. કેશવને પાણીની તરસ લાગી. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેને લાગ્યું હવે થોડા જ સમયમાં તે મૃત્યુ પામશે. આથી શુદ્ધ અધ્યવસાયથી સ્તોત્રનો એક ચિત્તે પાઠ કરવા લાગ્યો. પ્રભુના ધ્યાનમાં એવો એકાકાર થઈ ગયો કે પોતાની તૃષા પણ ભૂલી ગયો. દેવી પ્રગટ થયાં. તેને પીવાને મીઠું પાણી આપ્યું. જંગલમાંથી ઉપાડી કેશવને વસંતપુર નજીક મૂક્યો.
કેશવે એક સુંદર જિનમંદિર બંધાવી લક્ષ્મીનો સચ્ચય કર્યો. યમ અને નિયમનું પાલન સંકલ્પબળ વધારે છે અને સાથે સાથે પ્રભુની આજ્ઞાના પાલનરૂપ હોય છે. તે પુણ્યાયમાં વૃદ્ધિ કરે છે. યમ અને નિયમ વિના કોઈ પણ મંત્ર ફળતો નથી. સ્તોત્રના દરેક આરાધકે પોતાના જીવનને નિયમવાળું બનાવવું જોઈએ. વિશેષ આરાધનાર્થે ઓછામાં ઓછું એકાસણ કરવું જોઈએ. લોભ-કષાયનો ત્યાગ કરવાથી ઘણી આપત્તિમાંથી મુક્તિ મેળવી શકાય છે તે આ કથાનો બોધપાઠ છે. પ્રભાવક કથા-૫ (શ્લોક ૧૦-૧૧)
શ્રી અણહિલપુર પાટણ નામના શહેરમાં કુમારપાલ નામનો રાજા રાજ્ય કરતો હતો. શ્રી હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી રાજા પરમ જેનધર્મી બન્યો હતો. તે જ નગરમાં કપર્દી નામનો એક ગરીબ વણિક રહેતો હતો. તે આચાર્યજીની પાસે ધર્મોપદેશ સાંભળવા આવ્યો હતો. તે દિવસે વ્યાખ્યાનમાં પ્રભુસ્તુતિનો મહિમા વર્ણવ્યો. કપર્દીએ આચાર્યજીને પૂછ્યું કે પ્રભુસ્તુતિ કેવી રીતે કરવી જોઈએ ?” તેના જવાબમાં આચાર્યજીએ કદÍને ભક્તામર સ્તોત્ર શીખવી અને વિધિપૂર્વક નિત્ય પાઠ કરવા કહ્યું.
કપર્દી પ્રભાતના સમયે એકાગ્ર ચિત્તે હંમેશા વર્ણમાત્રાની શુદ્ધિપૂર્વક ભક્તામર સ્તોત્રનો પાઠ કરવા લાગ્યો. એક દિવસ ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને કપર્દીને કામધેનુ ગાય આપી. આ ગાયનું દૂધ કોરા ઘડામાં દોહી લેવા જણાવ્યું અને તે સુવર્ણનું બની જશે એમ કહ્યું. કપર્દીએ ૩૧ કોરા ઘડા કામધેનુ ગાયના દૂધથી ભર્યા જે સુવર્ણના બની ગયા.