________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 193 અને આત્માનું નિર્વિકાર સ્વરૂપ પ્રગટે છે. વર્ષોલ્લાસ પ્રગટ થાય છે અને આત્મા પરમાત્માને પોતાની ભક્તિના બંધનમાં બાંધવાનો પ્રયત્ન કરે છે. તાત્પર્ય કે ભક્તિ અને પ્રીતિના કારણે શક્તિહીન ગભરુ હરણી જો સિંહનો સામનો કરી શકતી હોય તો ભક્ત પોતે અલ્પજ્ઞતાના કારણે પ્રભુના ગુણગાન કરવાનું ઉત્તમ કાર્ય શા માટે છોડી દે? અહીં સૂરિજીના આત્મામાં દઢતારૂપી પ્રકાશપૂંજો ઝળકી ઊઠે છે અને તેઓ પ્રભુ પ્રત્યેની પ્રીતિ અને ભક્તિથી સ્તુતિ-સ્તવના કરવા દઢ સંકલ્પી બને છે. જ્યાં બુદ્ધિપૂર્વકની ગણતરી હોતી નથી. તેમાં તો માત્ર ભાવના અને ઊર્મિને સ્થાન હોય છે અને આ કારણે જ આવી વિશિષ્ટ કાર્યરચના સંભવે છે.
સ્તોત્રકાર સૂરિજીએ અહીં જે મૃગી-મૃગેન્દ્રનું દૃષ્ટાંત આપેલ છે. તેને ગૂઢાર્થમાં સમજીએ તો મૃગી અટલે સંસારરૂપી મોહમાયાના ઉપવનમાં રહેલો ભક્ત અને વિષય-કષાયરૂપ મૃગેન્દ્ર અર્થાત્ સિંહ. ભક્તને કષાયોએ ભીંસમાં લીધો છે. તેને તે ચારે બાજુથી ઘેરી વળ્યો છે અને તેનાથી છૂટવા મૃગીરૂપ ભક્ત પ્રયત્ન કરે છે.
તેથી જ “હે પરમાત્મા ! અનાદિકાળથી વિષય કષાયના સિંહ મારી ઉપર (આત્મા પર) આક્રમણ કરી રહ્યાં છે. એવી અવસ્થામાં છે વિશ્વના તારણહાર ! તું શું ચૂપચાપ જોયા કરીશ અને તારો ભક્ત આત્મા શું લાચાર, વિવશ અને મજબૂર રહીને વિષય-કષાયનો શિકાર થતો રહેશે ? પરિભ્રમણ કરતો રહેશે ? એમ થઈ શકે નહિ. તું તારા બાળકને શીઘ્રતાથી આ શિકાર પાસેથી છોડાવી પરિભ્રમણથી સર્વથા મુક્ત કર. તારા સ્વરૂપમાં સ્થિર કર.”
ભક્ત પોતે સંસારની ભવભ્રમણામાં વિષય-કષાયોનાં બંધનોથી મુક્તિ પામવા ઇચ્છે અને તે ત્યારે જ શક્ય બને જ્યારે પ્રભુ પ્રત્યે અનુરાગ પ્રગટે જેમ હરણી સિંહનો સામનો કરવા તૈયાર થઈ જાય છે તેમ અહીં સૂરિજી શક્તિહીન, સામર્થ્યહીન હોવા છતાં પ્રભુના ગુણગાન ગાવા માટે તત્પર થયાં છે. અને એ દ્વારા સંસારમાંથી મુક્તિ મેળવવાનું તેમનું ધ્યેય છે. શ્લોક ૬ઠ્ઠો
अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद्भक्तिरेवमुखरीकुरुते बलान्माम् । यत् कोकिलः किल मधौ मधुरं विरौति तच्चारूचूतकलिकानिकरैकहेतुः ||६|| જોકે હું છું મતિહીન ખરે લાગું છું પંડિતોને, તો યે ભક્તિવશ થકી પ્રભુ હું સ્તવું છું તમોને; કોકિલાઓ ટુહુ કુહુ કરે ચૈત્રમાંહિ જ કેમ ? માનું આવે પ્રતિદિન અહા આમ્રનો મોર જેમ. (૬)