________________
। ભક્તામર તુલ્યું નમઃ II
90
૧૨. સમાધિ ભક્તિઃ
શ્રી પતંજલિએ યોગસૂત્રમાં જણાવ્યા અનુસાર, “સમાધીયતે કૃતિ સમાધિઃ' સમાધીયતે'નો અર્થ છે, સમ્યાધીયતે પ્રજાપ્રીયિને વિક્ષેપાન્ પરિત્ય મની યંત્ર સ સમાધિ: ||૧૩
અર્થાત્ વિક્ષેપોને છોડીને મન જ્યાં એકાગ્ર થાય છે, તે સમાધિ કહેવાય છે.
આચાર્ય બુદ્ધઘોષના વિશુદ્ધિમગ્ગમાં સમાધાનને જ સમાધિ માની છે અને સમાધાનનો અર્થ કર્યો છે કે, “એક આલંબનમાં ચિત્ત અને ચિત્તની વૃત્તિઓને સમાન અને સમ્યક્ આધન કરવું જ સમાધાન છે.”
સમ્યાધીયતે અને સમ્યાધાનમાં પ્રયોગની ભિન્નતાના સિવાય કોઈ તફાવત નથી. બંને એક જ ધાતુથી બન્યા છે અને બંનેનો એક જ અર્થ છે. મનનું એક આલંબન અથવા ધ્યેયમાં સમ્યક્ પ્રકારથી સ્થિર થવું જ બંનેમાં છે.
સમાધિના ભેદ : સમાધિ બે પ્રકારની હોય છે : એક સવિકલ્પક; બીજી નિર્વિકલ્પક,
સવિકલ્પકમાં મનને પંચપરમેષ્ઠી અરિહંત અને ઓમકારાદિ મંત્રમાં સ્થિર કરવાનું હોય છે. આ સમાધિ અવલમ્બન હોય છે.
‘નિર્વિકલ્પક'માં કલ્પાતીત અર્થાત્ સિદ્ધ અથવા શુદ્ધ આત્મા પર કેન્દ્રિત કરવું પડે છે. આ
સમાધિ નિરાવલમ્બ હોય છે.
સમાધિ ભક્તિની પરિભાષા : સમાધિ ધારણ કરીને મોક્ષ પ્રાપ્ત કરેલાઓથી, સમાધિ-મરણની યાચના કરવી એને સમાધિ-ભક્તિ કહેવાય છે. સમાધિપૂર્વક પ્રાણનો ત્યાગ કરવો એ સમાધિમરણ છે. આચાર્ય સમન્તભદ્રનું કહેવું છે કે, ‘તપનું ફળ અંત-ક્રિયાના આધાર પર અવલંબિત છે. અતઃ પોતાનામાં સામર્થ્ય હોય તે પ્રમાણે સમાધિ-મરણમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ.'
અંત સમયમાં મનને પંચપરમેષ્ઠી, અરિહંત, ઓમકાર, નવકારમંત્ર કે શુદ્ધ સિદ્ધ આત્મામાં કેન્દ્રિત કરવો આસાન નથી. એ ત્યારે જ થઈ શકે છે જ્યારે સમાધિષ્ઠોની કૃપા પ્રાપ્ત હોય. આવી કૃપા બે રીતે પ્રાપ્ત કરી શકાય છે – એક તો સ્તુતિ-સ્તોત્ર દ્વારા પ્રભુનું સ્તવન કરીને, અને બીજું સમાધિસ્થળોની પ્રત્યે આદરસન્માન દેખાડવાથી. આ જ સમાધિ-ભક્તિ છે.
સમાધિ-મરણની યાચના : સમાધિ-મરણની યાચના કરતાં આચાર્ય પૂજ્યપાદ શ્રી જિનેશ્વરદેવને પ્રાર્થના કરે છે કે, “હે જિનેન્દ્રદેવ ! બાલ્યકાળથી આજ સુધી, મારો સમય આપના ચરણોની સેવામાં અને વિનયમાં જ વ્યતીત થયો છે. એના ઉપલક્ષ્યમાં એ જ વરદાન માગું છું કે આજે, જ્યારે, અમારા પ્રાણો-પ્રયાણની ક્ષણ ઉપસ્થિત થઈ છે, મારો કંઠ આપના નામની સ્તુતિના ઉચ્ચારણમાંથી વંચિત ન રહે. હે જિનેન્દ્ર ! જ્યાં સુધી હું નિર્વાણ પ્રાપ્ત કરું, ત્યાં સુધી આપના ચરણયુગલ મારા હૃદયમાં અને મારું હૃદય આપના બંને ચરણોમાં લીન રહે.''