________________
38 ક || ભક્તામર તુન્યું નમઃ | ગદ્યશૈલીનું હોય છે. જ્યારે ઉભયાત્મક સ્તોત્રમાં ઉપરના બંનેનો સમન્વય થયેલો હોય છે.
ત્યારબાદ તેમણે ભાષાત્મક સ્તોત્ર જણાવ્યાં છે, અર્થાત્ સ્તોત્ર કઈ ભાષામાં લખાયેલું છે તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે સંસ્કૃત ભાષામાં લખાયેલું કલ્યાણમંદિર સ્તોત્ર અને પ્રાકૃત ભાષામાં લખાયેલું ઉવસગ્ગહર સ્તોત્ર પ્રસિદ્ધ છે.
ત્રીજા પ્રકારમાં સ્વાશ્રયી અને પરાશ્રયીને વર્ગીકૃત કર્યા છે. જૈન સ્તોત્ર મોટા ભાગે પરાશ્રયી પ્રકારનાં સ્તોત્ર હોય છે. જેમાં પોતાના આત્માના કલ્યાણની સાથે સાથે બીજાના કલ્યાણ અર્થે પણ રચાયેલાં સ્તોત્ર હોય છે. સ્વાશ્રયી પોતાના કલ્યાણ અર્થે રચાયેલાં સ્તોત્ર હોય છે. પણ પાછળથી તે બીજાના આત્માનું પણ કલ્યાણ કરે છે.
ચોથા પ્રકારમાં મૌલિક અને અનુકરણાત્મક પ્રકાર દર્શાવ્યો છે. આમાં કવિએ પોતે મૌલિક કૃતિ રચેલી છે કે પૂર્વે રચાયેલી કોઈ કૃતિનું અનુકરણ કર્યું છે તેના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે ભક્તામર સ્તોત્ર એ માનતુંગસૂરિએ રચેલ તેમની મૌલિક રચના છે. જ્યારે તેના પર રચાયેલા પાદપૂર્તિરૂપ કાવ્યો અનુકરણાત્મક વિભાગમાં વર્ગીકૃત થાય છે. પાંચમો પ્રકાર વ્યાપક અને વ્યાપ્ય દર્શાવવામાં આવ્યો છે.
ત્યારબાદ તેઓએ વિષયની દૃષ્ટિએ સ્તોત્રના ૧૦ પ્રકારો બતાવ્યા છે, જે વિભાગ, પેટાવિભાગ અને ઉપપેટાવિભાગના રૂપમાં દર્શાવ્યાં છે. તેમાં સૌપ્રથમ તત્ત્વપ્રધાન સ્તોત્રને ગણાવ્યું છે. તેમાં ધર્મની દાર્શનિક વિચારધારાનું પ્રતિબિંબ દૃષ્ટિગોચર થતું હોય છે.
બીજો મુખ્ય પ્રકાર છે ભક્તિપ્રધાન સ્તોત્રનો, જેમાં રચનાકાર ભક્ત અને કવિ બંને હોય છે અને તે ઇષ્ટદેવના ગુણોનું વર્ણન ભક્તિભાવપૂર્વક, ભક્તિરસથી સભર કાવ્યરચનામાં કરે
ભક્તિપ્રધાન કાવ્યોના બે પેટાવિભાગ છે : એક છે જિનવિષયક સ્તોત્ર અને બીજો અજિનવિષયક સ્તોત્ર. જિનવિષયક સ્તોત્રમાં શ્રી જિનેશ્વરદેવના ગુણોની યશોગાથા વર્ણવવામાં આવી હોય છે જ્યારે અજિનવિષયક સ્તોત્રમાં શ્રી જિનેશ્વરદેવ સિવાયના હરિહરાદિ દેવોના વિષયમાં સ્તોત્રકારે સ્તોત્રની રચના કરી હોય છે.
જિનવિષયક વિભાગના વળી બે પેટાવિભાગ છે. જેમાં પ્રથમ એક જિનનું સ્તોત્ર અને દ્વિતીય અનેક જિનવિષયકે સ્તોત્ર છે. એક જિન સ્તોત્રમાં ૨૪ તીર્થકરોમાંથી કોઈ પણ એક તીર્થકર માટે સ્તુતિ-સ્તોત્ર રચાયું હોય છે. ઉવસગ્ગહર સ્તોત્ર એ પાર્શ્વનાથ ભગવાન માટે રચાયેલું એક જિન સ્તોત્ર છે. જ્યારે અનેક જિન સ્તોત્રમાં બધા જ તીર્થકરો વિષે સ્તોત્ર રચાયેલું હોય છે. સકલાઈતું સ્તોત્રમાં ૨૪ જિનની સ્તુતિ છે અને તિજયપહુક્ત સ્તોત્રમાં ૧૭૦ જિનેશ્વરદેવોની સ્તુતિ છે. અનેક જિન સ્તુતિના વળી પાછા બે પેટાવિભાગ પાડવામાં આવ્યા છે, જેમાં એક છે શુદ્ધ અનેક જિન સ્તોત્ર, અને બીજો પ્રકાર છે મિશ્રિત અનેક જિન સ્તુતિ. આમાં શુદ્ધ જિન સ્તુતિમાં અનેક જિનોને