________________
જિનભક્તિ
ભારત દેશમાં રથ-યાત્રાનું પ્રચલન બહુ જ પ્રાચીન છે. જ્યારે અત્યારનાં આધુનિક ઈંટ-પથ્થરનાં મંદિરો ન હતાં ત્યારે કાષ્ઠનિર્મિત રથ જ ચાલતાં-ફરતાં મંદિર હતાં. પાકા મંદિરનું નિર્માણ થયા પછી અમુક પ્રસંગોએ ૨થ-યાત્રાનું આયોજન થતું રહ્યું છે.
69
શ્રી હરિષેણાચાર્યે વિક્રમ સંવત ૧૦મી સદીમાં રચેલાં બૃહદ્કથાકોશની ૧૨, ૩૩, ૫૬, ૫૭, ૧૧૫, ૧૩૪ અને ૧૩૯મી કથાઓમાં વિવિધ રથ-યાત્રાઓનું વર્ણન કરેલું છે.
કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે મહાવીર ચરિત્ર'માં ૨૫-યાત્રા મહોત્સવનું વર્ણન કર્યું છે જેને સમ્રાટ કુમારપાલે સંપન્ન કરાવી હતી.
આવી ૨થ-યાત્રાનો મહોત્સવ આજના સમયમાં પણ થાય છે. મહાવીર જન્મ જયંતિ, પર્યુષણ પછી આવી ૨થ-યાત્રાઓનું આયોજન થાય છે જે જૈન શાસનની પ્રભાવના કરે છે.
જેન-ભક્તિનાં ઉપરોક્ત સાત અંગોનું નિગ્રંથકારોએ વિવેચન કર્યું છે. પૂજા, સ્તુતિ-સ્તોત્ર, સ્તવન, વંદના, વિનય, મંગલ અને મહોત્સવ જેવાં જિન-ભક્તિનાં અંગો ભૂતકાળમાં હતાં, વર્તમાનમાં પણ છે અને જિનશાસન જ્યાં સુધી ૨હેશે ત્યાં સુધી ભવિષ્યમાં પણ રહેશે તે ચોક્કસ છે. ભક્ત અને ભગવાનના અસ્તિત્વ સુધી આ પરંપરા ચાલુ જ રહેશે.
જૈન ભક્તિના પ્રકારો
જૈન આચાર્યો, શાસ્ત્રકારોએ જૈન ભક્તિના બાર પ્રકાર સ્વીકાર્યા છે. એ બાર પ્રકારો આ પ્રમાણે છે :
(૧) સિદ્ધ ભક્તિ, (૨) શ્રુત ભક્તિ, (૩) ચારિત્ર ભક્તિ, (૪) યોગ ભક્તિ, (૫) આચાર્ય ભક્તિ, (૬) પંચપરમેષ્ઠી ભક્તિ, (૭) શાંતિ ભક્તિ, (૮) નિર્વાણ ભક્તિ, (૯) નંદીશ્વર ભક્તિ, (૧૦) ચૈત્ય ભક્તિ, (૧૧) તીર્થંકર ભક્તિ, (૧૨) સમાધિ ભક્તિ.
ઉપરોક્ત બાર ભક્તિમાંથી બે પ્રકારની ભક્તિ-તીર્થંકર ભક્તિ અને સમાધિ ભક્તિ—નું પઠન એક-બે અવસરો પર જ થાય છે. તેથી અન્ય ભક્તિઓથી અંતરભાવ માની લેવામાં આવ્યો છે. તેથી કરીને દશ ભક્તિઓની જ માન્યતા પ્રચલિત છે.
આ ભક્તિઓની રચના આચાર્ય કુંદકુંદાચાર્યે પ્રાકૃત ભાષામાં અને આચાર્ય પૂજ્યપાદે સંસ્કૃત ભાષામાં કરી છે. આ બંને ૫૨ આચાર્ય પ્રભાચન્દ્રની સંસ્કૃતમાં લખેલી ટીકા ઉપલબ્ધ છે. ચોવીશમા તીર્થંકર મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ ચૈત્યભક્તિની રચના કરી હતી' તેવું માનવામાં આવે છે.
દેશ ભક્તિ પ્રાકૃત-સંસ્કૃતમાં રચાયેલી છે તે અતિ પ્રાચીન પણ છે તેના પર વૃત્તિઓ પણ રચાયેલી છે અને તેના અનુવાદો પણ થયેલા છે. પંડિત જિનદાસ પાર્શ્વનાથે મરાઠી ભાષામાં તેનો અનુવાદ કરેલો છે. ગૌતમસ્વામી ગણધરે ચૈત્યભક્તિની રચના કરી છે. તે પરથી તેની પ્રાચીનતા જાણી શકાય છે.