________________
શ્રી ભક્તામર સ્તોત્ર જ 239 ઉદયથી ભગવાનની મુખાકૃતિમાં અંતરંગ સર્વજ્ઞતા અને વીતરાગતાનાં દર્શન થાય છે. તેથી પ્રભુનું મુખ સર્વદા ઉદિત રહે છે.
સૂરિજી કહે છે કે, “ચંદ્રનો અસ્ત થઈ જાય છે, આપ નિત્ય ઉદિત રહો છો.'
ચંદ્રમા ઉદય પામે છે અને અસ્ત થઈ જાય છે. પૂર્ણિમાના દિવસે તે પૂર્ણ સ્વરૂપે ખીલેલો હોય છે અને પૂર્ણિમા જતાં ધીરે ધીરે તેની કાંતિ ઓછી થતી જાય છે. જ્યારે પ્રભુનો મુખરૂપી ચંદ્રમા હંમેશ માટે નિત્યોદિત - સંપૂર્ણ પ્રકાશિત જ હોય છે તે ક્યારેય પણ અસ્ત થતો નથી અને તેની કાંતિ પણ દરેક સમયે એકસરખી જ હોય છે. તેની કાંતિમાં પણ ફેરફાર થતો નથી. પ્રભુ અને ચંદ્રમા બંનેની શીતળતા આખા જગતમાં છવાઈ જાય છે. અહીં બંનેની શીતળતામાં તત્ત્વાર્થદૃષ્ટિએ તફાવત રહેલો છે. ચંદ્રની ચાંદનીની શીતળતાથી લોકો મોહ પામે છે અને રાગી બને છે. ત્યારે પ્રભુની શીતળતામાં લીન બનેલા લોકો રાગી મટી વિરાગી બનતાં જાય છે. આમ, પ્રભુ અને ચંદ્રમા બંનેમાં શીતળતા તો રહેલી જ છે પરંતુ બંનેની શીતળતાનું પરિણામ, તે દ્વારા મળતી ફળસિદ્ધિ અલગ પ્રકારની છે.
પ્રભુ સર્વદા નિત્યાદિત રહે છે તેથી રાહુનો ગ્રાસ બનતા નથી. ચંદ્ર અને સૂર્ય બંનેને રાહુનો ગ્રાસ થાય છે. તેથી તેઓ જે અલ્પ સમય માટે કાર્ય કરતા હોય છે તેમાં વિઘ્નરૂપ આ રાહુ બને છે. જ્યારે પ્રભુના મુખરૂપી ચંદ્રને કોઈ રાહુ ગળતો નથી કે કોઈ વાદળાંઓ તેને ઢાંકતા નથી કે ઢાંકી શકતા નથી. અર્થાતુ ચંદ્રમા વાદળોની પાછળ છુપાઈ જાય છે, પરંતુ આપનો પ્રકાશ ક્યારેય કોઈ પણ પ્રકારનાં વાદળાંઓ પાછળ આવૃત્ત થતો નથી. આપનું મુખ સ્વયં પ્રકાશિત છે. આ નિત્યોદય અર્થાતુ હંમેશાં પ્રકાશિત રહેતી મુખાકૃતિમાં અંતરંગ સર્વજ્ઞતા અને વીતરાગતાનાં દર્શન થાય છે. અન્ય રીતે કહીએ તો આ પ્રકારનું દર્શન જ સમ્યગુદર્શન છે.
ચંદ્રમા હોય કે સૂર્ય – એ જગતના અમુક જ ભાગને પ્રકાશિત કરે છે. અર્થાતુ આ બંને ગ્રહો જગતના આખા ભાગને એકસાથે પ્રકાશિત કરવામાં અસમર્થ છે. જ્યારે પ્રભુનો મુખરૂપી ચંદ્રમા સંપૂર્ણ કાંતિ સાથે ત્રણે જગતમાં એકસરખા પ્રમાણમાં પ્રકાશ પાથરે છે. તેથી જ હે પ્રભુ! તમારી મુખાકૃતિ અલૌકિક ચંદ્રમાની શોભાને ધારણ કરે છે. લોકિક ચંદ્રમા તો અસ્ત પામે છે તેથી પ્રભુને સૂરિજીએ અલૌકિક ચંદ્રમાની ઉપમાથી નવાજ્યા છે.
છેલ્લા ત્રણ શ્લોક ૧૬-૧૭-૧૮માં સૂરિજીએ પ્રભુના ગુણોના મહિમાને વ્યક્ત કરવા દીપકસૂર્ય-ચંદ્રની ઉપમા આપી છે. જે જ્ઞાન-દર્શનચારિત્રની વાત છે. પ્રભુના જ્ઞાનને દીવા સાથે સરખાવ્યું છે. જ્ઞાન થવાથી હેય અને ઉપાદેયનો વિવેક જીવને પ્રગટે છે. જેમ દીવાથી દોરીમાં સર્પની ભ્રાંતિનું નિરાકરણ થાય છે. તેમ દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિનું નિરાકરણ થાય છે. જ્ઞાન પછી આવે છે દર્શન. સૂર્યના તેજથી અનિષ્ટ વસ્તુ જેવી કે ગંદકી, હવાની અશુદ્ધતા જતી રહે છે અને સ્વચ્છતા આદિ પ્રસરાવવાનું નિમિત્ત સમજાય છે. તેમ પ્રભુના તેજરૂપી સૂર્યથી ભસ્મીભૂત થતાં કર્મોનું દર્શન