________________
શ્રી ભક્તામર સ્તોત્ર * 307 અર્થાત્ મોહરૂપી કર્મનો નાશ તથા અજ્ઞાનરૂપી અંધકારના નાશની વાત સૂરિજીએ કરી છે.
તત્ત્વાર્થ દૃષ્ટિએ જોતાં જણાય છે કે સૂર્યના પ્રકાશના ફેલાવાથી અંધકારના નાશનું જે ઉદાહરણ સૂરિજીએ લીધું છે તેમાં ભગવાનના નામસ્મરણ-સ્તવનરૂપ સમ્યક્-દર્શનથી દર્શનમોહ, તેમજ અજ્ઞાનરૂપ અંધકારના નાશની વાત છે. સમ્યક્દર્શન થતાં અનંતાનુબંધી કષાયના અનુદયથી સમ્યક્દષ્ટિના બધા વિષય, ભોગ, ન્યાય અને નીતિપૂર્વકના તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાને અનુરૂપ તેમજ ચારિત્ર મોહનું બળ અસંખ્ય ગણું ઘટી જાય છે.
સૂર્યનો ઉદય થતાં જ ગાઢ અંધકારનો શીઘ્ર નાશ થઈ જાય છે. તે જ રીતે પ્રભુના નામસ્મરણથી, ગુણકીર્તનથી અપરાજિત એવા કર્મરૂપી શત્રુઓનો નાશ થઈ જાય છે. અહીં શત્રુ કર્મનું પ્રતીક છે.
ઘાતી કર્મ રોકી શકાય છે. તેમનો ક્ષય થાય છે. પરંતુ અઘાતી કર્મમાં એવો કોઈ ઉપાય સંભવિત નથી. અઘાતી કર્મનો ઉદય થવાથી તે ચોક્કસ ભોગવવાં જ પડે છે. હવે અહીંયાં રજૂ થતાં ચાર શ્લોક વેદનીયાદિ અઘાતી કર્મના પ્રતીક છે. આગળના ચાર શ્લોકમાં એ જ તફાવત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુના નામસ્મરણથી ઉપસર્ગને રોકી શકાય છે. હવેના ચાર શ્લોકમાં દર્શાવાયું છે કે ઉપસર્ગના સમયમાં થોડા સમય સુધી પ્રભુના નામસ્મરણમાં લીન રહેવાથી એ ઉપસર્ગોને પાર કરી શકાય છે. અહીં ઘાતી કર્મનું પ્રતિનિધિત્વ મોહનીય કર્મ છે. તેવી જ રીતે અઘાતી કર્મનું પ્રતિનિધિત્વ વેદનીય કર્મ કરે છે.
અઘાતી કર્મ એવાં છે કે જે ભોગવ્યા વગર છૂટકો થતો નથી. પ્રભુનું નામસ્મરણ કરવાથી આ અઘાતી વેદનીય કર્મ હળવા થાય છે એટલે કે જે ઉપસર્ગો આવે છે તેણે આક્રમક રૂપ ધારણ કરેલું હોય છે, પરંતુ તે સમયે પ્રભુનું નામસ્મરણ કરવામાં આવે તો આ ઉપસર્ગોનું આક્રમણ ધીમું બની જાય છે. અર્થાત્ તે વેદનીય કર્મ હળુ કર્મી બની જાય છે. આ કર્મ ભોગવવાં જ પડે છે. ઘાતી કર્મની જેમ પ્રભુ-નામસ્મરણથી આ કર્મો સંપૂર્ણપણે નાશ પામતાં નથી
સ્તોત્રકાર સૂરિજીએ આ શ્લોકમાં પ્રભુ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરી છે. જો અખૂટ શ્રદ્ધા હોય તો જ આમ બની શકે. શ્રદ્ધા જો સાધારણ હોય તો તેના ભરોસે ન રહી શકાય. સાધારણ શ્રદ્ધા ક્યારેય પણ સફળતા નથી આપતી. પ્રભુ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા વગર આમ ક્યારેય બનતું નથી. અહીં સૂરિજીએ શ્રદ્ધાની શક્તિને પ્રગટ કરી છે.
શ્રી આચાર્ય મહાપ્રજ્ઞ સૂરિજીના શ્રદ્ધાપૂર્વકના નીકળતા સ્વર માટે જણાવે છે કે એ સ્વર શ્રદ્ધાના પ્રકર્ષમાંથી નીકળેલો સ્વર હતો. કાર્ય વા સાધયામિ વા દે ં વા પાતયામિ.' . કાં તો હું કાર્ય સિદ્ધ કરીશ. અથવા મારા દેહનો ત્યાગ કરીશ.'
સૂરિજીએ અખૂટ શ્રદ્ધામાં જ આ સ્વરનો પ્રયોગ કર્યો છે અને આ દ્વારા પ્રભુ પ્રત્યેની તેમની અસીમ શ્રદ્ધા વહેતી કરી છે.