________________
જિનભક્તિઃ
71
સિદ્ધ અને અરિહંત વચ્ચે તફાવત
સિદ્ધ પદની પ્રાપ્તિ આઠે કર્મોનો નાશ કરવાથી થાય છે અને ચાર ઘાતી કર્મોનો નાશ કરવાથી અરહિંત પદની પ્રાપ્તિ થાય છે.
સિદ્ધ પદની પ્રાપ્તિ દરેક જીવને થઈ શકે છે, પરંતુ અરિહંત પદને પ્રાપ્ત કરવા માટે તીર્થંકર નામ-કર્મનો ઉદય થવો અનિવાર્ય હોય છે.
તીર્થંકર નામ-કર્મ બાંધનાર આત્માને જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી દેવો તેમની દેશના આપવા માટે સમવસરણની રચના કરે છે. અને તે દ્વારા તીર્થંકરને વિશિષ્ટ વિભૂતિઓની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ તેઓ વિશ્વને ધર્મનો ઉપદેશ આપે છે. જ્યારે સિદ્ધ આત્મા સદાય પોતાનામાં જ લીન રહેતા હોય છે.
સિદ્ધ નિરાકાર હોય છે. તેમને શરીર નથી હોતું તેથી તેને જોઈ શકાતા નથી. જ્યારે તીર્થંકર અરિહંત પરમાત્મા કહેવાય છે. તેમને શરીર હોય છે, તેમને જોઈ શકાય છે.
સિદ્ધની ભક્તિ કરવાથી શું ફળ મળે છે તે નિગ્રંથકારોએ આ મુજબ જણાવ્યું છે.
કુંદકુંદાચાર્ય સિદ્ધના પરમ ભક્ત હતા. એક ભક્તને પોતાના આરાધ્યના શરણમાં જવાથી જે પ્રસન્નતા મળે છે, તેવી જ પ્રસન્નતા તેઓને સિદ્ધના શરણમાં જવાથી મળી હતી.
આચાર્ય કુંદકુંદે સિદ્ધના મહિમાવાળાં કેટલાંયે ગીતોનું ગાન કર્યું છે, ક્યાંક તેઓએ મસ્તક નમાવીને નમસ્કાર કર્યા છે અને ક્યાંક વંદના પણ કરી છે. એમને દૃઢ શ્રદ્ધા છે કે “સિદ્ધોની ભક્તિથી ૫૨મ શુદ્ધ સમ્યગ્ જ્ઞાન પ્રાપ્ત થાય છે.'' તેઓ આગળ જણાવે છે કે, “કેવલજ્ઞાન તો નહીં, પરંતુ ભક્તને તે સુખ પણ મળે છે, જે સિદ્ધોના અતિરિક્ત અન્ય કોઈને મળતું નથી.’’ અર્થાત્ સિદ્ધની ભક્તિ કરવાથી સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને સિદ્ધને મળતાં સુખોની પણ પ્રાપ્તિ થાય છે.
આચાર્ય પૂજ્યપાદ, સિદ્ધની વંદના કરવાથી શું મળે છે, તે વિશે જણાવતાં લખે છે કે, “સિદ્ધોની વંદના કરવાવાળા તેમના અનંતગુણો સરળતાથી મેળવી લે છે.'' તેઓ આગળ જણાવે છે કે, ‘સિદ્ધોના ભક્ત, ભક્તિ માત્રથી જ તે પદને પણ પ્રાપ્ત કરે છે, જેના પર તેઓ સ્વયં પ્રતિષ્ઠિત હોય છે.''પ
આચાર્ય સમન્તભદ્ર ઉત્પ્રેક્ષાલંકારના પ્રયોગ દ્વારા કહે છે કે, જાણે ભવસમુદ્રમાં ડૂબેલા ભવ્ય આત્માઓનો ઉદ્ધાર કરવાને માટે જ સિદ્ધલોકના ઉગ્ર શિખર ઉપર બિરાજે છે.' અર્થાત્ સિદ્ધ સંસારસમુદ્રમાં ડૂબેલા જીવોને બહાર કાઢીને ત્યાં બેસાડવામાં સમર્થ છે, જ્યાં તેઓ સ્વયં બિરાજમાન છે.
તાત્પર્ય કે આવા સિદ્ધ પંચપરમેષ્ઠીની ભક્તિ કરવાથી સમ્યગ્-જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તથા