________________
162 | ભક્તામર તુલ્ય નમઃ |
બાણપત્ની પતિવ્રતા હતી એટલે તેના શાપની તરત જ અસર થઈ અને મયૂરકવિ કોઢિયો બની ગયો.
મયૂરભટ્ટે આવા શરીરે રાજસભામાં જવાનું યોગ્ય નથી એમ માનીને તેમણે રાજસભામાં જવાનું માંડી વાળ્યું પણ તેમનો જમાઈ બાણભટ્ટે તેની ગેરહાજરીનો લાભ લઈ તેની નિંદા કરવા લાગ્યો, એટલે મયૂરકવિ એક દિવસ પોતાના શરીરનું બરાબર આચ્છાદન કરીને તથા ગરદન પર રૂમાલ વીંટાળીને રાજસભામાં ગયો.
શ્રાવક શ્રી ભીમસિંહ માણેક મયુરભટ્ટ કોઢિયા થયા પછીના પ્રસંગના સંદર્ભમાં જરા જુદી રીતે જણાવે છે કે પછી ખિન્ન થયેલા મયૂરભટ્ટ પશ્ચાત્તાપયુક્ત થઈ ઘેર આવી શરીર કુષ્ઠયુક્ત થતાં વસ્ત્ર પહેરવાથી શરીર તો ઢંકાયું અને ગરદન ઉઘાડી રહી તેથી તેના ઉપર રૂમાલ વીંટી ભોજરાજની સભામાં ગયા. તે દિવસે દ્વેષને લીધે બાણ પંડિત પણ પ્રથમથી જ રાજસભામાં આવી બેઠા હતા. મયૂરભટ્ટને આવતાં જોઈ બાણભટ્ટ દ્વેષમાં બોલ્યા કે “આવો વરકોઢિ' એ પદમાં રાજાને એમ જણાવ્યું કે, “કુદ્ધિ આવ્યો’ એ વાત સાંભળી વૃદ્ધ ભોજરોજ બુદ્ધિમાન હોવાથી તરત સમજી ગયા કે મયૂરભટ્ટ કુષ્ઠિ થયા છે.
બાણકવિના સંકેતથી રાજાએ જાણ્યું કે મયૂરકવિને શરીરે કોઢ થયો છે અને તેથી તેણે પોતાના શરીરને આ રીતે ઢાંક્યું છે. તેથી મયૂરભટ્ટને કહ્યું કે, “પંડિતજી ! તમારે શરીરે કોઢ થયો છે. તે મટ્યા પછી જ રાજસભામાં આવજો.”
આ વચનો મયૂરભટ્ટને અસહ્ય થઈ પડ્યાં. શોકાતુર થયેલા તેણે પોતાના ઘેર આવીને સંકલ્પ કર્યો કે મારે કોઈ પણ રીતે મારો આ રોગ મટાડવો. પછી સુંદર શબ્દરચના વડે ભક્તિપૂર્વક તેણે પોતાના ઇષ્ટદેવ સૂર્યનારાયણની સ્તુતિ કરવા માંડી જેથી સૂર્યનારાયણે પ્રસન્ન થઈ તેનો કોઢ મટાડી દીધો.
શ્રાવક ભીમસિંહ માણેકે, મયૂરભટ્ટ સૂર્યને પ્રત્યક્ષ દેવ જાણી કરેલી સ્તુતિ દ્વારા પ્રસન્ન થયેલા સૂર્યદેવના સંદર્ભમાં જણાવ્યું છે કે “સૂર્યને પ્રત્યક્ષદેવ જાણી સ્થિર મન રાખી સૂર્યની નવા સો શ્લોકથી સ્તુતિ કરી”. તેનું નામ “સૂર્યશતક'. જે હાલ પણ પ્રસિદ્ધ છે. સૂર્ય પ્રત્યક્ષ થયા ત્યારે મયૂરભટ્ટે કહ્યું કે “હે દેવ ! આ મારા શરીરે કુષ્ઠ રોગ થયો છે તેનો તમે નાશ કરો. સૂર્યએ કહ્યું કે, રન્નાદેવીની ઇચ્છા વિના ગમન કરવાને ઇચ્છતા એવા મને પણ મારી સ્ત્રીએ કોઢનો શાપ આપ્યો છે. તે હજી સુધી પણ મારા પાકને વિષે અનુભવું છું. તથાપિ મારા એક કિરણના દાનથી તમારા કોઢનું હું આબાદાન કરીશ.' એમ કહીને સૂર્ય અંતર્બાન થયા અને પોતાના એક કિરણે કરી મયૂરભટ્ટનો કુષ્ઠરોગ દૂર કર્યો.
મયૂરભટ્ટના શરીરને પ્રથમના જેવું જ કાંતિમાન બનાવી દીધું આથી તેમના આનંદનો પાર રહ્યો નહીં.
બીજે દિવસે મયૂરભટ્ટ રાજસભામાં ગયા. ત્યારે તેના શરીરની કાંતિ પૂર્વવત્ –નિરોગી જોઈને