________________
જિનભક્તિ
જીવો માટે શ્રી શાંતિનાથ ભગવાન પાસે શાંતિની યાચના કરતી પ્રાર્થના કરી છે.
૮. નિર્વાણ ભક્તિ
‘નિર્વાણ’ શબ્દ શ્રિઃ પૂર્વક ‘વો’ ધાતુથી બન્યો છે જેનો અર્થ છે બુઝાવી દેવું. બૌદ્ધ શાસ્ત્રો અનુસાર આત્માનું બુઝાઈ જવું અર્થાત્ શાંત થઈ જવાને નિર્વાણ કહે છે. જેમકે, બૌદ્ધ ત્રિપિટકોમાં ‘શાંત નિવ્વાંણ’ શબ્દ આવે છે. અશ્વઘોષે ‘દીપકની જેમ દુઃખ ક્લેષાદિના ક્ષય થવાથી, આત્માનું શાંત થઈ જવું નિર્વાણ માન્યું છે.'
83
જૈન ધર્મમાં આત્મા ક્યારેય બુઝાતો નથી, પરંતુ સર્વ કર્મનો ક્ષય થઈ જવાથી એક નવું રૂપ ધારણ કરી લે છે. અર્થાત્ જૈન ધર્મમાં બુઝાવી દેવું' ક્રિયા, સંસાર અને કર્મોથી સંબંધિત છે. સર્વ કર્મનો ક્ષય થઈ જવાથી નિર્વાણ પામેલ આત્મા એક એવા શાશ્વત સુખને પામી જાય છે કે જેને છોડીને આત્માએ ફરીથી સંસારમાં આવવાનું નથી હોતું. આ જ કારણે સિદ્ધ, તીર્થંકર, કેવળજ્ઞાની ઉત્કૃષ્ટ કોટિના વીતરાગીઓના મૃત્યુને ‘નિર્વાણ’ કહે છે. જૈન ધર્મશાસ્ત્રોમાં ‘નિર્વાણ' અને “મોક્ષ’ને સમાનાર્થી શબ્દ માનવામાં આવ્યાં છે.
તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિએ કહ્યું છે કે “કૃત્સ્નર્મવિપ્રમોક્ષો મોક્ષઃ !'' અર્થાત્ ‘સઘળાં કર્મોથી છુટકારો થવા ‘મોક્ષ' છે.' અને તેવી જ રીતે સર્વ કર્મોને બુઝાઈ જવું ‘નિર્વાણ' છે.
નિર્વાણ ભક્તિની પરિષાભા ઃ જે આત્માઓ ‘નિર્વાણ' પ્રાપ્ત કરી ચૂક્યા છે, અર્થાત્ ‘મોક્ષપદ’ને પામી ચૂક્યા છે, તેમની ભક્તિ ક૨વી ‘નિર્વાણભક્તિ’ છે. ‘નિર્વાણ ભક્તિ'માં તીર્થંકરોના જીવનમાં આવતાં ‘પંચકલ્યાણકો’ના સ્તવન દ્વારા તેમની સ્તુતિ તથા જ્યાં આવા આત્માઓ નિર્વાણ પામ્યા છે, તેવાં સ્થળો પ્રત્યેના ભક્તિ-ભાવનો સમાવેશ થાય છે. નિર્વાણસ્થળ તેને કહેવાય છે કે જે જગ્યાએ આવા ઉચ્ચ કોટિના આત્માઓનું નિર્વાણ થયું હોય છે.
પંડિત આશાધર ‘જિન સહસ્રનામ'માં જણાવે છે કે,
તીર્થત સંસારસાપરો યેન તત્તીર્થમ્ ।''
અર્થાત્ ‘નિર્વાણ પામેલાઓની ભક્તિ સંસારસાગરથી તા૨વામાં સમર્થ છે, તેથી એને તીર્થ પણ કહે છે.'
તાત્પર્ય કે નિર્વાણ પામેલા ઉચ્ચકોટિના આત્માઓ જે મોક્ષ પદને પામેલા છે તેની ભક્તિ તથા તીર્થંકરોનાં પંચકલ્યાણકો જે સ્થાન સાથે સંબંધિત છે તે પણ તીર્થ કહેવાય છે. તેથી જ તીર્થયાત્રાઓ અને તીર્થસ્તુતિઓ બંને જ નિર્વાણ ભક્તિનાં અંગો છે.
પંચકલ્યાણક સ્તુતિ : પંચકલ્યાણક સ્તુતિમાં ચ્યવનકલ્યાણક, જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવળજ્ઞાનકલ્યાણ અને નિર્વાણકલ્યાણક સાથે સંબંધિત સ્થળોની સ્તુતિ-સ્તવના કરવામાં આવે છે. આચાર્ય કુંદકુંદ ‘નિર્વાણ ભક્તિ’માં જણાવે છે કે, ‘આ મૃત્યુલોકમાં જેટલાં પણ પંચકલ્યાણકો