________________
246 * || ભક્તામર તુલ્યું નમઃ II
થાય છે અને આ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાથી જ ત્રણે લોક અને ત્રણે કાળનું આટલું સૂક્ષ્મતાપૂર્વકનું જ્ઞાન થવું શક્ય બને છે. તેથી જ પ્રભુને સર્વજ્ઞ માનવામાં આવે છે.
આચાર્ય મહાપ્રજ્ઞને અહીં સૂરિજીના વિચારમાં દાર્શનિકતા જણાય છે. તેઓ જણાવે છે કે, “આ શ્લોકની સાથે આચાર્ય માનતુંગ એક દાર્શનિક ચર્ચાનો પ્રારંભ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, આપનામાં જ્ઞાનનો પ્રકાશ છે તે અન્યત્ર નથી. તેનું સૌથી મોટું પ્રમાણ એ છે કે આપે આત્માનું જે દર્શન આપ્યું તેવું અન્ય કોઈએ નથી આપ્યું.” તેઓ આગળ જણાવે છે કે, “બીજું પ્રમાણ એ છે કે આપે આત્માના કર્તૃત્વનું પ્રતિપાદન કર્યું. આત્મા જ કર્તા છે, અન્ય કોઈ નહિ. આપણાં સુખ-દુઃખનો કર્તા આપણો આત્મા જ છે. સુખ-દુઃખ આત્મા કૃત છે એવું બીજા કોઈએ કહ્યું નથી. માનતુંગે કહ્યું કે, અન્ય દર્શનોમાં માત્ર વિસંગતિ જ જોવા મળે છે. એવું કોઈ દર્શન નથી કે જેમાં સંગતિ હોય. પ્રારંભથી અંત સુધી, ઉપક્રમથી ઉપસંહાર સુધી સુસંગતિ જળવાઈ રહેવાનું અત્યંત મુશ્કેલ છે. એ ત્યારે જ શક્ય છે કે જ્યારે કેવળજ્ઞાન કે આત્માનો સાક્ષાત્કાર થઈ જાય.'
,,૨૩
શ્રી જિનેશ્વરદેવે આત્માનું દાર્શનિક સ્વરૂપ સૌપ્રથમ સમજાવ્યું. આત્માનું પ્રતિપાદન કર્યું. આત્માના શાશ્વત સ્વરૂપને સમજાવ્યું. આત્મા તો અમર છે પરંતુ આત્મા સાથે જોડાયેલાં સ્વરૂપોમાં પરિવર્તન થયા કરે છે. જે પ્રમાણેનાં કર્મો તે પ્રમાણે આત્માનું બાહ્ય-સ્વરૂપ બદલાતું રહે છે. જેમ જેમ કષાયો – ઘાતી-અઘાતી કર્મો નો નાશ થતો જાય છે તેમ આત્મા વધારે નિર્મળ, પારદર્શી બનતો જાય છે. કર્મોના નાશ સાથે મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
1
જ્ઞાનનો પ્રકાશ જેવો પ્રભુમાં જોવા મળે છે તેવો અન્યત્ર ક્યાંય જોવા મળતો નથી. અન્ય દેવો હરિહર જેવામાં પણ પ્રભુના જ્ઞાનનો પ્રકાશ જોવા મળતો નથી. જેવું જ્ઞાન શ્રી જિનેશ્વરદેવને પ્રાપ્ત થયું હોય છે તેવું જ્ઞાન અન્ય કોઈનામાં પણ જોવા મળતું નથી. જે તેજનો સંપુટ રત્નમણિમાં જોવા મળે છે તેવો કાચના ટુકડામાં મળતો નથી. જોકે કાચના ટુકડા સૂર્યના પ્રકાશનું કે અન્ય કોઈ પ્રકાશના સંસર્ગમાં આવતાં ચમકી ઊઠે છે, પરંતુ જે તેજવલયો, આભા, કાંતિ રત્નમણિમાં હોય છે તે કાચમાં નથી હોતાં. એમ પ્રભુના જ્ઞાનની સરખામણીમાં અન્ય દેવોનું જ્ઞાન સાગરમાં બિન્દુ સમાન ગણાય. અર્થાત્ દેવો પ્રભુ સમક્ષ અલ્પજ્ઞાની જ ગણાય.
સામાન્ય રીતે એકલો કાચ જોઈએ ત્યારે તે પ્રકાશિત લાગે છે, પણ તેની બાજુમાં શુદ્ધ મણિરત્ન હોય તો તેનું તેજ કાચ કરતાં ઘણું વધારે લાગે છે. મિણ અને કાચ બંનેમાં તત્ત્વો તો સમાન છે પણ કાચમાં અમુક પ્રકારની અશુદ્ધિઓ રહેલી હોય છે, તેથી તે ક્યારેય મણિ જેટલો તેજસ્વી લાગતો નથી. જો એ અશુદ્ધિ કોઈ પણ પ્રકારે દૂર કરી શકાય તો તે મણિ જેવો તેજસ્વી બની શકે. એ જ રીતે ઇન્દ્રાદિમાં જ્ઞાન તો છે, પણ તેઓ ઘાતી કર્મોથી લેપાયેલાં છે એટલે તેમનું તેજ ઢંકાયેલું છે. જ્ઞાન સંપૂર્ણ ખીલ્યું હોતું નથી, પણ જેમ જેમ કર્મોનો નાશ થાય, અશુદ્ધિઓ દૂર થાય તેમ તેમ તે મતિ અને અવધિજ્ઞાન વિશુદ્ધ થતાં થતાં કેવળજ્ઞાનમાં પરિણમે છે. મતિ, શ્રુત આદિ જ્ઞાન કેવળજ્ઞાન રૂપે વિરમે છે. આથી વિશુદ્ધ જ્ઞાનની તોલે અશુદ્ધ જ્ઞાન ન આવે.