________________
226 * || ભક્તામર તુભ્યે નમઃ ।।
અન્ય દેવોને ચલાયમાન કરે છે. જેવી રીતે પ્રલયકાળનો ભયંકર પવન મેરુપર્વતને વિચલિત કરી શકતો નથી. તેવી જ રીતે પ્રભુ સમક્ષ રજૂ થયેલી સાધનસામગ્રી પણ તેમની સામે નતમસ્તક બની જાય છે. અન્ય ઉપસર્ગોની જેમ આ ઉપસર્ગ તેમને ચલાયમાન કરી શકતો નથી. એથી જ પ્રભુને મેરુપર્વત જેવા ધીર, અચળ અને અવિચલિત કહ્યા છે.
સૂરિજી પોતાના પર આવી પડેલી બંધનાવસ્થાની દુઃખદાયી પરિસ્થિતિમાં પ્રભુના અવિચલિતપણાના ગુણને યાદ કરીને શ્રી આદિનાથ પ્રભુના ચરણનું શરણ લઈને આ અવસ્થામાંથી પોતે અવશ્ય મુક્તિ મેળવશે એવો દૃઢ વિશ્વાસ છે. જીવોએ પ્રભુની ભક્તિ કરતાં કરતાં પ્રભુના ગુણોનાં ઉદાહ૨ણોને ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ભગવાનની ભક્તિ કરવા માટે પણ આ વચનો બોધકારી છે. જેઓ લાવણ્યમય લલનાના લટકા-મટકાથી ક્ષણવારમાં ચલિત થઈ જાય છે તે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવાના ? તેમણે પોતાનું મન નિશ્વલ બનાવવા માટે વીતરાગતા તરફ પૂરેપૂરું લક્ષ્ય આપવાની જરૂર છે. જ્યાં વિષયનું પૂર વહેતું હોય ત્યાં ભગવાનની ભક્તિમાં ચિત્ત ચોટતું નથી. એ ભક્તિ માત્ર બાહ્ય વ્યવહાર બની રહે છે અને તેનું ફળ નહિવત્ છે.
પ્રભુભક્તિમાં, પ્રભુની વીતરાગતામાં, પ્રભુના ગુણોમાં મન પરોવાયેલું હોવું જોઈએ. જો આજુબાજુની પરિસ્થિતિ કે વિષયવાસનામાં મન ખેંચાયેલું હોય તો એ ભક્તિનું ફળ નામમાત્રનું હોય છે. સૂરિજી પોતાના પર આવી પડેલી પરિસ્થિતિમાં પ્રભુભક્તિમાં લીન બનીને પ્રભુના શરણે આવ્યા છે અને પ્રભુના અવિચળપણાનો વિશિષ્ટ ગુણ જાણ્યા પછી પોતે કેવી રીતે ચલિત બની શકે ? પ્રભુ ભક્તિમાં અવિચળ બનીને આવેલા ઉપસર્ગોને સહન કરશે અને તેમાંથી નિશ્ચિતપણે પાર ઊતરશે. એવી સંપૂર્ણ શ્રદ્ધા અહીં વ્યક્ત થાય છે.
સૂરિજીએ આ શ્લોકમાં સૃષ્ટિનાં બે વિરોધી તત્ત્વોને દર્શાવ્યાં છે. એક રાગીભાવ, બીજો વિરાગીભાવ, દેવ-દેવી-દેવાંગનાઓ એ રાગી ભાવનું પ્રતીક છે. તેવી જ રીતે પ્રલયકારી પવન પણ રાગીભાવનું પ્રતીક છે. પ્રભુની વીતરાગતા એ વિરાગીભાવનું પ્રતીક છે. તેવી જ રીતે મેરુપર્વત પણ નિર્લેપતાનું પ્રતીક છે. હવે આ વીતરાગીભાવમાં એવું તે શું છે કે જેથી પ્રભુ વિચલિત થઈ શકતા નથી. સૂરિજીની કલ્પનાના અંતમાં પ્રલયકાળનો પવન ઉદ્ભત બને છે અને પોતાની ચલાયમાન સ્થિતિમાં અન્યને પણ વિચલિત કરે છે. અહીં સૃષ્ટિમાં ફક્ત એક જ મેરુપર્વત એવો છે કે જે વિચલિત નથી થતો. તેવી જ રીતે પ્રભુના નિર્વિકાર સ્વરૂપને વિકારી પુદ્ગલો વિચલિત કરી શકતા નથી. દરેક માનવીના મન ઉપર બાહ્ય વાતાવરણનો પ્રભાવ પડે છે. કષાય અને યોગના અનુબંધ વડે જ કર્મબંધન થાય છે અને આ કર્મબંધન જ દરેક જીવાત્માને વિચલિત કરે છે. પ્રભુ વીતરાગી છે. તેમના ઉપર બાહ્ય વાતાવરણનો પ્રભાવ પડતો નથી. કારણ કે તેમનાં સર્વ કર્મબંધનો સંપૂર્ણ નાશ પામ્યાં હોય છે. અર્થાત્ તેમના ઘાતી અને અઘાતી કર્મોનો સંપૂર્ણ લોપ થયો હોય છે. આથી આત્મા સંપૂર્ણ વિરાગી ભાવે વિચરતો હોય છે અને તેથી કરીને કોઈ પણ પ્રકારની સાધન સામગ્રી તેમને ચલિત કરી શકતી નથી.
જેમણે ઘાતી અને અઘાતી બંને પ્રકારનાં કર્મોનો છેદ કર્યો છે એવા પ્રભુ માટે અવિચલિત