________________
પ્રભાવક કથાઓ
ભક્તામર સ્તોત્રના પ્રભાવને લગતી કથાઓમાં સૌથી પ્રાચીન કથાઓ ગુણાકરસૂરિની ટીકા “ભક્તામર સ્તોત્ર વૃત્તિમાંથી મળી આવે છે. આ પ્રભાવક કથાઓની સંખ્યા ૨૮ છે. આ જ કથાઓનું શબ્દ શબ્દનું અનુકરણ બ્રહ્મરાયમલ્લજીએ ભક્તામર કથા સંગ્રહ નામની પોતાની રચનામાં કર્યું છે. રાયમલ્લજીએ રચેલી કથાઓમાં ક્યાંક રાજાનું નામ તો ક્યાંક ગામનું નામ અથવા તો શેઠનું નામ કે મહારાજ સાહેબનું નામ બદલી નાખવામાં આવ્યું છે. બંને રચનાકારોની કથાઓને સાથે રાખીને વાંચન કરવામાં આવે તો તરત જ વાસ્તવિકતા જણાઈ આવે છે કે કેટલાંક નામોની જ માત્ર બદલી કરવામાં આવી છે તે સિવાય અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આથી રાયમલ્લજીએ કોઈ નવીન કથાઓની રચના કરી જ નથી એવું સહેજે જણાઈ આવે છે.
| વિક્રમ સંવત ૧૯૧૪માં હિન્દી જેન સાહિત્ય પ્રસારક કાર્યાલય, મુંબઈ તરફથી પ્રસિદ્ધ થયેલ ભક્તામર કથા' નામના ગ્રંથમાં હિન્દી ભાષામાં બ્રહ્મરાયમલ્લજી રચિત ભક્તામર કથાસંગ્રહ જ છપાયેલી છે. તથા વિક્રમ સંવત ૧૯૭૮માં સ્વ. પૂ. લાધાજી સ્વામી ગ્રંથમાળાના પાંચમા મણકામાં શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ તરફથી ગુજરાતી ભાષામાં ‘શ્રી ભક્તામર મંત્ર મહાત્મા નામના પુસ્તકની બીજી આવૃત્તિમાં શ્રી ભક્તામર કથાસંગ્રહમાં જે કથા છપાયેલી છે તેની સાથે રાખીને જોઈએ તો ખ્યાલ આવે છે કે બંને પ્રકાશકોએ નામોનો ફેરફાર કર્યો છે.
શ્રી ગુણાકરસૂરિજીની ટીકાની કથાઓમાં આપેલાં નામો એતિહાસિક દૃષ્ટિએ પુરવાર થઈ શકે છે. આ કથાઓ તે સમયકાળ